સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/સંપાદક-પરિચય: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંપાદકનો પરિચય}} | {{Heading|સંપાદકનો પરિચય}} | ||
[[File:Manilal H Patel - 4.jpg|frameless|center| | [[File:Manilal H Patel - 4.jpg|frameless|center|200px]] | ||
<center><big>'''મણિલાલ હ. પટેલ (૧૯૪૯)'''</big></center> | <center><big>'''મણિલાલ હ. પટેલ (૧૯૪૯)'''</big></center> | ||
{{poem2Open}} | {{poem2Open}} | ||
Latest revision as of 16:46, 9 April 2026
વતન : ગોલાના પાલ્લા, તા. લુણાવાડા, જિ. મહીસાગર. હાલ : વલ્લભવિદ્યાનગર. શિક્ષણ : એમ.એ., પીએચ.ડી., અધ્યાપક : ૧૯૭૩થી ૨૦૧૨ ઉચ્ચશિક્ષણ મોડાસા કૉલેજમાં મેળવ્યું. દરમ્યાન આચાર્યશ્રી ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શનમાં ઘડતર થવા સાથે વાચનલેખનની દિશા પણ ઊઘડી. ઈડર કૉલેજમાં (૧૯૭૩થી ૧૯૮૭) ચૌદ વર્ષ અધ્યાપન-અધ્યયન સાથે પ્રાકૃતિક પરિસર મળતાં કવિતા-નિબંધ-નવલકથાનું લેખન થતું રહેલું. અહીં કૉલેજમાં અનેકવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવાની તથા માર્ગદર્શન કરવાની તકો મળી. આ ભાથું ઘણું ઉપયોગી બન્યું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં (૧૯૮૭–૨૦૧૨) સર્જન ઉપરાંત સમીક્ષાલેખન માટે અને વક્તવ્યો માટે સજ્જતા કેળવવાનો અવકાશ મળ્યો. અભ્યાસ વધ્યો. પુસ્તકો પ્રકાશિત થતાં ગયાં. કવિતા-વાર્તા-નિબંધ-ચરિત્ર-પ્રવાસ-નવલકથા-આસ્વાદ/સમીક્ષાના ૬૦થી વધુ ગ્રંથો પ્રકાશિત થયા. કેટલાંક પારિતોષિક પણ મળ્યાં. આજે નિવૃત્તિ પછી વાચન-લેખન-સંપાદનમાં સમય પસાર કરે છે.
– યોગેશ પટેલ