સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અંતરપટ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત. {{right|અરેરે!૦}}
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત. {{right|અરેરે!૦}}
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;  
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;  
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહિ ચિત્ત. {{right|અરેરે!૦}}
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહિ ચિત્ત. {{gap}} {{right|અરેરે!૦}}
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત;  
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત;  
હાથ ચડે નહિ તોય નડે આ ઝાકળઝીણું ચીર. {{right|અરેરે!૦}}</poem>}}
હાથ ચડે નહિ તોય નડે આ ઝાકળઝીણું ચીર. {{right|અરેરે!૦}}</poem>}}

Latest revision as of 02:39, 15 April 2026

અંતરપટ

જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ!
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!
અહીં મેં માંડી, તહીં તેં માંડી, આંખની આતુર મીટ;
પળ ઊપડી પટ પુન : બિડાયું, વા વાયો વિપરીત. અરેરે!૦
તું મારાં - હું તારાં ઝીલું વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત. અરેરે!૦
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહિ ચિત્ત. અરેરે!૦
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત;
હાથ ચડે નહિ તોય નડે આ ઝાકળઝીણું ચીર. અરેરે!૦

સ્વાધ્યાય

૧. આને પ્રભુપ્રાર્થના લેખી આખું રૂપક ઘટાવો. ‘અંતરપટ’, ‘વા’, ‘સંગીત’, વગેરે શું સૂચવે છે?
૨. સ્વરવ્યંજનની સરળ પણ આકર્ષક ગોઠવણી કવિએ કેવી સાધી છે તે તપાસો.
૩. ‘અરેરે!’ જેવો રોતલ શબ્દ આ કાવ્યમાં પોચટ કેમ નથી લાગતો?
૪. સર૰ અખાનું પદ. કાવ્ય કંઠે કરો.