ગુજરાતી નારીસંપદા : કવિતા/અછાંદસ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:40, 23 April 2026

અછાંદસમીના ગોર મેવાડા

પથ્થર ફાડીને ફૂટેલી કૂંપળ છું
ને તોય સ્ત્રી છું જ છું.
આભ ફાડી વરસેલું વાદળ છું
ને તોય સ્ત્રી છું જ છું.

કતારને વીંધી નીકળી જાઉં આગળ
ના કોઈ પીઠબળ, ના કોઈ પાછળ
અનંત કાળથી ચાલતી રહેલી ચળવળ છું
ને તોય સ્ત્રી છું જ છું.

સહુ સમજતા રણમાં રણદ્વીપ મને
ઝાંઝવાનાં જળથી મોતી પકવતી છીપ મને
હું તો રેતમાંથી નીકળેલું મૃગજળ છું
ને તોય સ્ત્રી છું જ છું.

લખતાં લખતાં જીવું હું મારી જ કથા
હું જ ભૂસું, હું જ ઉમેરું મારી વ્યથા
છેકાછેકી કરેલો એક કાગળ છું
ને તોય સ્ત્રી છું જ છું.

***