ગુજરાતી નારીસંપદા : કવિતા/અમૃતા: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|અમૃતા|અલ્પા જોષી}} | {{Heading|અમૃતા|અલ્પા જોષી}} | ||
{{center|<big><big>'''⯐'''</big></big>}} | {{center|<big><big>'''⯐'''</big></big>}} | ||
{{ | {{Block center|<poem> | ||
મેં ગઈ કાલે રાતે ત્રણ અમૃતા જોઈ | મેં ગઈ કાલે રાતે ત્રણ અમૃતા જોઈ | ||
એક રઘુવીરની અમૃતા- | એક રઘુવીરની અમૃતા- | ||
Latest revision as of 05:52, 25 April 2026
અલ્પા જોષી
⯐
મેં ગઈ કાલે રાતે ત્રણ અમૃતા જોઈ
એક રઘુવીરની અમૃતા-
બીજી રેવન્યુ સ્ટેમ્પની-
ને
ત્રીજી હું.
સમાંતર ચાલતી બે લીટીમાં મેં છેદ પાડી દીધો.
કહું કે,
હું પણ એની સમાંતર રૂપાંતર રેખા બની ગઈ
મેં અનિકેતને શોધ્યો
ઈમરોઝને શોધ્યો
મેં અમૃતાને જોઈ
પુરુષો સ્ત્રીઓને કેવું સરસ જાણે છે!
આપણે ખોટા આરોપ લગાવીએ છીએ
કે,
પુરુષો પ્રેમાળ હોતા નથી.
જુઓ,
કેટલા માયાળુ હોય છે!
ઉદયન, ઈમરોઝ, સજ્જાદ, અનિકેત.
અમૃતાના-અર્થને આ પ્રેમાળતા જ સાર્થક કરે છે.
ન કે ખુદ અમૃતા.
પહેલાં થતું હતું કે
હું મારા વિચારોથી ભાગીને, ડરીને બેસી જતી હતી
એક ખૂણામાં, કોકડું વળીને,
બહુ વિચારો ચાલ્યા કરશે તો હું ગાંડી બની જઈશ.
ને વધારે ને વધારે ગુંચવાતી ગઈ.
અમૃતાએ કહ્યું કે, વિચારો ન હોત તો... શું તું હોત?
વિચારો ન હોત તો, તું ઘરનું કોઈ ફર્નિચર હોત.
શબ્દ એ શ્વાસ,
ને પ્રાણ છે મારું ચેતન અચેતન મન.
વીતી ગયેલા સમયની એક રેખા હજી સમયની કેટકટેલીય સીમાઓને ઓળંગતી જશે.
અમૃતા ગઈ કાલે હતી, આજેય છે
ને આવતી કાલે ય જન્મતી રહેશે.
જયાં સુધી એને ઈમરોઝ, અનિકેત મળતા રહેશે.
***