ધીરેન્દ્ર મહેતાની કવિતા/જળાશય અને વૃદ્ધો: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 41: | Line 41: | ||
વરસો થઈ ગયાં છે એ વાતને; | વરસો થઈ ગયાં છે એ વાતને; | ||
આ વૃદ્ધોએ ગામની સીમની ઓલી મેર | આ વૃદ્ધોએ ગામની સીમની ઓલી મેર | ||
એકમેકની સાથે આંકડા ભેરવીને ઊભેલી | |||
ટેકરીઓ જોઈ હતી... | ટેકરીઓ જોઈ હતી... | ||
અહીંથી તો એ હવે દેખાતીય નથી. | અહીંથી તો એ હવે દેખાતીય નથી. | ||
| Line 77: | Line 77: | ||
મુઠીમાં આટાની ગોળીઓ રાખીને. | મુઠીમાં આટાની ગોળીઓ રાખીને. | ||
{{right|૧૧-૧૦-૨૦૧૫}}</poem>}} | {{right|૧૧-૧૦-૨૦૧૫}}</poem>}} | ||
(ભુજ પાસે આવેલું એક મોટું નાળું, જેનું પાણી હમીરસર (જળાશય)માં ઠલવાય છે.) | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:35, 5 May 2026
જળાશય અને વૃદ્ધો
ગામને છેવાડે આવેલું છે એક જળાશય,
જેની પાળ ઉપર રોજ સાંજે
વૃદ્ધો આવીને બેસે છે.
જળાશયમાં એમની નજર હળવે હળવે ઊતરે છે
એ નજર કો’કવાર ઓરે ને કો’ક વાર
આઘે આઘે વિસ્તરે છે.
જળાશય કંઈ હંમેશા છલોછલ નથી હોતું,
ખાલીખમ પણ હોય છે ઘણીય વાર,
જેવો સમય.
દુષ્કાલ અને સુકાલ,
બેઉને માફક આવે છે આ જળાશય.
દુષ્કાલે
જળાશયનું તળિયું પાધરું પડે છે;
દેખાઈ આવે છે ઊંડી ઊંડી ફાટો.
જળાશયનાં ખૂલી ગયેલાં
એ સેંકડો મુખમાંથી
વહી આવે છે હૈયાવરાળ.
એનાથી દાઝી ઊઠ્યાં હોય એમ
એમાંથી કૂદી પડે છે.
દેડકાં, કાચબા, કરચલા.
વૃદ્ધોની અવાચક આંખો આ બધું જોયા કરે છે
કે બીજું કાંઈક?
કેમ ખબર પડે?
પછી એ બધાં
અલોપ થઈને ક્યાં જાય છે?
વૃદ્ધોને એની ખબર પડતી નથી.
વૃદ્ધો વિચારે છે,
જળાશય એને ગળી જતું હોય,
એમ પણ બને.
વૃદ્ધો એની ચિંતા કર્યા વગર
જળાશયની પાળે પાળે ફરીને
કીડીઓને શોધે છે.
કીડિયારું પૂરે છે.
વરસો થઈ ગયાં છે એ વાતને;
આ વૃદ્ધોએ ગામની સીમની ઓલી મેર
એકમેકની સાથે આંકડા ભેરવીને ઊભેલી
ટેકરીઓ જોઈ હતી...
અહીંથી તો એ હવે દેખાતીય નથી.
પણ કો’ક ચોમાસે
એ બધ્ધી હડી કાઢીને આવે છે
ને જળાશયમાં ધુબાકા મારે છે...
ધુનારાજા*ને એની ભાળ મળે છે.
ને એ ઘેલો થઈને ધૂણતોધૂણતો
નાનાંમોટાં પાણિયાળાં ટાબરિયાંને ભેળાં કરતો કરતો
આવી પહોંચે છે,
ખાબકે છે જળાશયમાં...
જળાશયને માથે આભલું
નમીનમીને જોયા કરે...
એ... એ... યને ગબડી પડે ઓચિંતું
જળાશયમાં.
જળાશય ખુલ્લા મોંએ ગટ્ગટાવે
ચૂસી ચસ્ ચસ્
ગટ્ગટાવી શકે જેટલું.
પછી થાય અલોપ.
જળાશયને કાંઠેકિનારે
ઉત્સાહઘેલું ગામ નાચગાનમાં ગુલતાન...
વૃદ્ધોને આ બધું ગમતું નથી,
અભરમું અભરમું લાગે છે...
પણ એમને ખબર છે,
આજે નહિ તો કાલે
બધું થાળે પડી જશે...
હા, થાળે પડી જશે આ બધું
પછી
જળાશયની તરલ સપાટી પર તરતી
વૃદ્ધોની નજર
પકડશે માછલીઓને,
જળાશયની પાળેથી
ઝૂકીઝૂકીને
મુઠીમાં આટાની ગોળીઓ રાખીને.
૧૧-૧૦-૨૦૧૫
(ભુજ પાસે આવેલું એક મોટું નાળું, જેનું પાણી હમીરસર (જળાશય)માં ઠલવાય છે.)