આત્મપરિચય/જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ|}} {{Poem2Open}} (૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ..." |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ|}} | {{Heading|જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ્ફિન્સ્ટન કાલેજમાં જૂનિયર બી.એ.નો અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી-રચનાત્મક કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે હું પત્રવ્યવહાર કરતો ત્યારે જે પત્રો તેમના તરફથી મળેલા તે મેં આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રોએ જીવનમાં સત્યમ્-શિવમ્-સુન્દરમ્નું મને દર્શન કરાવ્યું છે. કાલેજમાં એ દિવસોમાં અમે મળતા ત્યારે ફુરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર | (૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ્ફિન્સ્ટન કાલેજમાં જૂનિયર બી.એ.નો અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી-રચનાત્મક કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે હું પત્રવ્યવહાર કરતો ત્યારે જે પત્રો તેમના તરફથી મળેલા તે મેં આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રોએ જીવનમાં સત્યમ્-શિવમ્-સુન્દરમ્નું મને દર્શન કરાવ્યું છે. કાલેજમાં એ દિવસોમાં અમે મળતા ત્યારે ફુરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર કે રાધાકૃષ્ણન યા વિવેકાનંદનાં ફિલસૂફીભર્યાં પુસ્તકો વાંચતા. સુરેશભાઈ-(એટલે કે વડોદરાની આર્ટ્સ કાલેજના અધ્યાપક શ્રી સુરેશ જોષી) એ અમને આ પુસ્તકોમાં અને જીવનદર્શનના વિષયમાં રસ લેતા કરેલા. આમ છતાં સુરેશભાઈ જેટલી આ ગહન વિષયમાં અમારી ચાંચ ડૂબતી નહિ. | ||
આજે આ પત્ર છાપવાનો ઉદ્દેશ એ છે કે આજના કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે-જીવનમાં પણ અનેક ઝંઝાવાતો આપણે અનુભવીએ છીએ ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તો પ્રકાશનું એકાદ કિરણ તો જરૂર-જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાચકોને પણ આપી જશે એવી અપેક્ષા સાથે — ચીમનલાલ જે. શાહ) | આજે આ પત્ર છાપવાનો ઉદ્દેશ એ છે કે આજના કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે-જીવનમાં પણ અનેક ઝંઝાવાતો આપણે અનુભવીએ છીએ ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તો પ્રકાશનું એકાદ કિરણ તો જરૂર-જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાચકોને પણ આપી જશે એવી અપેક્ષા સાથે — ચીમનલાલ જે. શાહ) | ||
{{Poem2Close}} | |||
<poem>"But while we wander blindly, in our hearts, | |||
Beyond our knowing, a new light is born, | Beyond our knowing, a new light is born, | ||
And a new aching for the beautiful | And a new aching for the beautiful | ||
And the old dream which, though we cease to dream | And the old dream which, though we cease to dream | ||
Continues ever seeking a response | Continues ever seeking a response | ||
In the sweet twilight of ephemeral things” | In the sweet twilight of ephemeral things” | ||
{{Right|Harindranath}} </poem> | |||
<br> | |||
{{Poem2Open}} | |||
પ્રિય ભાઈ, | પ્રિય ભાઈ, | ||
પત્ર મળ્યો. તારો રોષ અને અકળાટ-બંને જાણ્યાં. પરિસ્થિતિ એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્ત્વ નથી. સુંવાળી સેજ પર સૂઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તો સૌ કોઈને ગમે. પણ ચારે બાજુથી ઘેરી લેતી દ્વેષ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે મુખે ઇષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી કસોટી છે. આપણી પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે પણ એમના પ્રત્યે જો આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણ કે આપણામાં રહેલું શુભ તત્ત્વ સાવ અપ્રસ્તુત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા આપણા આત્માને કલેશકારક બની રહે છે. કસોટીની પળે દિલને મૂંઝાવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વમળમાં ચક્કર ખાઈને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ તે difficultiesને — મુશ્કેલીઓને opportunitiesમાં — તક પ્રાપ્તિઓમાં — ફેરવી નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ | પત્ર મળ્યો. તારો રોષ અને અકળાટ-બંને જાણ્યાં. પરિસ્થિતિ એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્ત્વ નથી. સુંવાળી સેજ પર સૂઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તો સૌ કોઈને ગમે. પણ ચારે બાજુથી ઘેરી લેતી દ્વેષ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે મુખે ઇષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી કસોટી છે. આપણી પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે પણ એમના પ્રત્યે જો આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણ કે આપણામાં રહેલું શુભ તત્ત્વ સાવ અપ્રસ્તુત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા આપણા આત્માને કલેશકારક બની રહે છે. કસોટીની પળે દિલને મૂંઝાવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વમળમાં ચક્કર ખાઈને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ તે difficultiesને — મુશ્કેલીઓને opportunitiesમાં — તક પ્રાપ્તિઓમાં — ફેરવી નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ બધે જ છે. એમાં આપણે એકાદ બાજુનો બચાવ કરવા ઉત્સાહિત થઈ જઈએ તો એના જુસ્સામાં શુભાશુભના ખ્યાલને વિસારી દઈ નર્યા આવેશથી જ દોરાઈ જઈએ એવો પૂરેપૂરો સંભવ છે. માટે હું તો ઇચ્છું કે એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ એમાં આપણા વ્યાવહારિક કહેવાતા હિતનો કે હક્કનો સવાલ હોય તોયે એની પ્રત્યે ઉદાસીનતા — indifference — સેવવી એ જ વધુ યોગ્ય છે. સ્વસ્થ મન એ પહેલી આવશ્યકતા છે. નદીનાં ડહોળાયેલાં પાણી કાંઠા પરની વનશ્રીની શોભા પ્રતિબિંબિત કરી શકે નહિ. અનંત સૌંદર્યની છાયા માત્ર આપણી દ્વારા પ્રતિબિંબિત થવા દેવી હોય તો આપણાં સંવિતનાં — consciousnessનાં — પાણી સ્થિર રાખવાં જોઈએ. વ્યાવહારિક હિત કે હેતુ કરતાં આત્યંતિક હેતુ — absolute aim —નું જ વધારે મહત્ત્વ છે. | ||
આવી પરિસ્થિતિમાં આપણે આપણા અહમ્ની મહત્તાને જોખમમાં મુકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. Non attachment — અનાસક્તિ — એ જ એક સાચી નીતિ છે. જુદા જુદા પરસ્પર વિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં અહમ્ને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું? અને વળી આપણે જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યક્તિનો વાંક કાઢીને રોષે ભરાઈ જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે? એની આપણને સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે? માટે આતુરતાથી ઇચ્છેલું, ઝંખેલું ન મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા પ્રયત્નો દિલની સચ્ચાઈથી ‘ગશથી કરવા જોઈએ. કેટલીક વાર પૂર્વગ્રહથી મન અત્યંત દૂષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યકિત સાથે આપણો જોગ ખાવાનો જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની શક્યતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. દરેક વ્યકિતમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણમાંથી એ અપૂર્વને જોઈ | આવી પરિસ્થિતિમાં આપણે આપણા અહમ્ની મહત્તાને જોખમમાં મુકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. Non attachment — અનાસક્તિ — એ જ એક સાચી નીતિ છે. જુદા જુદા પરસ્પર વિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં અહમ્ને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું? અને વળી આપણે જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યક્તિનો વાંક કાઢીને રોષે ભરાઈ જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે? એની આપણને સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે? માટે આતુરતાથી ઇચ્છેલું, ઝંખેલું ન મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા પ્રયત્નો દિલની સચ્ચાઈથી ‘ગશથી કરવા જોઈએ. કેટલીક વાર પૂર્વગ્રહથી મન અત્યંત દૂષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યકિત સાથે આપણો જોગ ખાવાનો જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની શક્યતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. દરેક વ્યકિતમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણમાંથી એ અપૂર્વને જોઈ લેવું ને એને આસક્તિથી પોતાનું કરી લેવું, ધીમે ધીમે એ દોષની મલિન છાયાને પણ સૌંદર્યની પ્રભામાં ફેરવી નાંખવી ને અંતે શુભના નિર્વિકલ્પ વાતાવરણમાં નિર્મળ પ્રફુલ્લતા અનુભવવી એ એક ચિત્તની અદ્ભુત તેમ જ અતિ ઇષ્ટ અવસ્થા છે. એ અવસ્થાના અનુભવને માટે આપણે પણ અમુક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે, એ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના એની પ્રાપ્તિને માટે આતુર બની બેસવું એ નાનું બાળક આકાશમાંના ચંદ્રને હાથમાં પકડીને રમવાની હઠ કરે તેના જેવું છે. | ||
આજ સુધીમાં તને પત્ર ઘણા લખ્યા છે, દિલમાં જે સૂઝી આવ્યું તે સન્નિષ્ઠાથી તને કહ્યું છે, પણ કહેવા સાંભળવાની અવસ્થા હવે ચાલી જવી જોઈએ. હવે સ્વપ્નની, તરંગની પોચી ‘રતી છોડીને સિદ્ધિનાં ઉત્તુંગ શિખરો સર કરવાની પ્રબળ તમન્ના તારામાં જાગી ઊઠે તેની હું બહુ જ આતુરતાથી રાહ જોઉં છું. જે દિવસે હું તને કમર કસીને સિદ્ધિની પ્રાપ્તિને માટે ઉત્સુક થયેલો જોઈશ તે દિવસે મને અત્યંત સંતોષ થશે. ઘડી ઘડીએ મૂંઝાઈ જવું, થાકીને બેસી પડવું એ હવે સહી લેવું ન જોઈએ-ને તે યે અવશ બનીને સહી લેવું એ તો કોઈ રીતે ઠીક નથી. આપણા સંઘનો આદર્શ યથાતમ સિદ્ધ કરનાર ચાર જુવાન મળી રહેશે તો આજનું મારું સ્વપ્ન સિદ્ધિમાં પલટાઈ જશે. પણ એને માટે ઘણી સારી ધીરજ રાખવી પડશે. અધીરાઈ રાખવાથી કાર્ય સરવાનું નથી એ તો હું સારી પેઠે સમજું છું. એમ છતાં પણ ‘આજ પછી કાલ તો ઊગવાની જ છે ને?’ એમ માનીને નિશ્ચંતિ રહેવું એને હું ઠીક માનતો નથી. વર્તમાનની એક એક ક્ષણ ધ્યેયના કૈલાસ શિખરે પહોંચાડનાર સોપાનરૂપ બની જવી જોઈએ. શંકાકુશંકાના તરંગવમળમાં કે પ્રમાદમાં એ અમૂલ્ય ક્ષણને વેડફી નાખવાનું દુ:સાહસ કોઈ કરે તો તેને હું સહી શકતો નથી. | આજ સુધીમાં તને પત્ર ઘણા લખ્યા છે, દિલમાં જે સૂઝી આવ્યું તે સન્નિષ્ઠાથી તને કહ્યું છે, પણ કહેવા સાંભળવાની અવસ્થા હવે ચાલી જવી જોઈએ. હવે સ્વપ્નની, તરંગની પોચી ‘રતી છોડીને સિદ્ધિનાં ઉત્તુંગ શિખરો સર કરવાની પ્રબળ તમન્ના તારામાં જાગી ઊઠે તેની હું બહુ જ આતુરતાથી રાહ જોઉં છું. જે દિવસે હું તને કમર કસીને સિદ્ધિની પ્રાપ્તિને માટે ઉત્સુક થયેલો જોઈશ તે દિવસે મને અત્યંત સંતોષ થશે. ઘડી ઘડીએ મૂંઝાઈ જવું, થાકીને બેસી પડવું એ હવે સહી લેવું ન જોઈએ-ને તે યે અવશ બનીને સહી લેવું એ તો કોઈ રીતે ઠીક નથી. આપણા સંઘનો આદર્શ યથાતમ સિદ્ધ કરનાર ચાર જુવાન મળી રહેશે તો આજનું મારું સ્વપ્ન સિદ્ધિમાં પલટાઈ જશે. પણ એને માટે ઘણી સારી ધીરજ રાખવી પડશે. અધીરાઈ રાખવાથી કાર્ય સરવાનું નથી એ તો હું સારી પેઠે સમજું છું. એમ છતાં પણ ‘આજ પછી કાલ તો ઊગવાની જ છે ને?’ એમ માનીને નિશ્ચંતિ રહેવું એને હું ઠીક માનતો નથી. વર્તમાનની એક એક ક્ષણ ધ્યેયના કૈલાસ શિખરે પહોંચાડનાર સોપાનરૂપ બની જવી જોઈએ. શંકાકુશંકાના તરંગવમળમાં કે પ્રમાદમાં એ અમૂલ્ય ક્ષણને વેડફી નાખવાનું દુ:સાહસ કોઈ કરે તો તેને હું સહી શકતો નથી. | ||
‘સાધના’ વાંચતાં પણ તને કંટાળો આવતો હતો. ‘The Religion of Man' વાંચતાંયે તને એવું જ થાય છે. એનો અર્થ એ થયો કે હજુ તારું મન એ આનંદને પોતાનો કરીને માણવાને ઉત્સાહિત થયું નથી. સૌંદર્યદર્શનની એકાદ અનોખી પળ, તુના શાશ્વત ગુંજનનો આછો શો પડઘો કે રહસ્યના સ્ફોટનની અપૂર્વ સન્ધિ જ્યારે જીવનમાં વણનોતરી આવી ચઢે છે ત્યારે આપણે આપણી ઈન્દ્રિયોએ ખડા કરેલાં વ્યાવહારિક વિશ્વમાં ગળાબૂડ ડૂબી ગયા હોઈએ છીએ. પરિણામે એ દર્શન, એ આછું ગુંજન ને એ રહસ્યસ્ફોટન કમલ પરથી સરતા તુષારબિંદુની જેમ આપણને સ્પર્શ્યા વિના જ ચિત્ત પરથી સરી પડે છે. આમ ને આમ આખું જીવન પણ કદાચ ચાલ્યું જાય. માટે vision એવી ક્ષણોને છટકી જવા ન દેવી જોઈએ. | ‘સાધના’ વાંચતાં પણ તને કંટાળો આવતો હતો. ‘The Religion of Man' વાંચતાંયે તને એવું જ થાય છે. એનો અર્થ એ થયો કે હજુ તારું મન એ આનંદને પોતાનો કરીને માણવાને ઉત્સાહિત થયું નથી. સૌંદર્યદર્શનની એકાદ અનોખી પળ, તુના શાશ્વત ગુંજનનો આછો શો પડઘો કે રહસ્યના સ્ફોટનની અપૂર્વ સન્ધિ જ્યારે જીવનમાં વણનોતરી આવી ચઢે છે ત્યારે આપણે આપણી ઈન્દ્રિયોએ ખડા કરેલાં વ્યાવહારિક વિશ્વમાં ગળાબૂડ ડૂબી ગયા હોઈએ છીએ. પરિણામે એ દર્શન, એ આછું ગુંજન ને એ રહસ્યસ્ફોટન કમલ પરથી સરતા તુષારબિંદુની જેમ આપણને સ્પર્શ્યા વિના જ ચિત્ત પરથી સરી પડે છે. આમ ને આમ આખું જીવન પણ કદાચ ચાલ્યું જાય. માટે vision એવી ક્ષણોને છટકી જવા ન દેવી જોઈએ. | ||