ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ખાન ઇમામખાન કયસરખાન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(જોડણી)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ખાન ઇમામખાન કયસરખાન,}}
{{Heading|ખાન ઇમામખાન કયસરખાન}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 36: Line 36:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
|previous =કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
|next = રા. બા. ગોવિંદભાઇ હાથીભાઈ દેશાઇ
|next = રા. બા. ગોવિંદભાઇ હાથીભાઈ દેસાઈ
}}
}}

Latest revision as of 01:35, 15 May 2026

ખાન ઇમામખાન કયસરખાન

એઓ જાતના મુસલમાન-પઠાણ છે. એમનું વતન વઢવાણમાં અને જન્મ વઢવાણ કેમ્પમાં તા. ૪ થી માર્ચ ૧૮૮૮ના રોજ થયો હતો. પિતાનું નામ કયસરખાન અને માતાનું નામ દાદી બુ જમાલ છે. એમનું લગ્ન ૧૯૦૭માં ચરાડવા, તાબે ધ્રાંગધ્રામાં, બાઈ ફાતિમા અજુભાઈ સાથે થયું હતું. એમણે ઇંગ્રેજી સાત ધોરણોનો અભ્યાસ જામનગર હાઈસ્કુલમાં કર્યો હતો; અને સન ૧૯૧૨માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી. અભ્યાસ દરમિયાન એમને વખતોવખત ઇનામ અને સ્કોલરશીપો મળેલાં. પિતા એમને ન્હાના મૂકીને મૃત્યુ પામેલા અને શેઠ એસ. જમાલની મદદથી તેઓ આટલો અભ્યાસ કરી શક્યા છે. છેલ્લા દશ વર્ષથી તેઓ ઉપલેટા મુસ્લિમ મિડલ સ્કુલમાં હેડમાસ્તર તરીકે કામ કરે છે; અને શિક્ષણકામ સાથે તેઓ સાહિત્યસેવા પણ કરતા રહ્યા છે.

: : એમની કૃતિઓ : :

૧. શાહી ગુપ્તભંડાર સન ૧૯૨૧
૨. ઈસ્લામની અમૃત વાણી  ”  ૧૯૨૫
૩. કાતિલ કટાર  ”
૪. દેશાભિમાની બહાદુર બાનુ  ”
૫. ઇસ્લામનું ગૌરવ (છપાય છે.)