79
edits
No edit summary |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘શિવલાલકાકા, જરા | ‘શિવલાલકાકા, જરા બાયણાં બારું તો જુઓ!… કહું છું – ક્યારનો હું રાડો કરું છું!…’ વીસેકની ઉંમરના હરિજન લખુડાની દોઢ કલાક દરમિયાન આ પાંચમી વારની બૂમ હતી. | ||
પણ શિવલાલ શેઠે તો ગયા વખતની જેમ આ વખતેય, ‘એ બેસ જરા વાર, આવું છું.’ કહી ચોપડામાં જ માથું ઘાલી દીધું | પણ શિવલાલ શેઠે તો ગયા વખતની જેમ આ વખતેય, ‘એ બેસ જરા વાર, આવું છું.’ કહી ચોપડામાં જ માથું ઘાલી દીધું : ‘હાં, શું લીધું, રામા પટેલ?… અરે શાન્તિ, આ મરઘાને કેટલું તેલ આપ્યું?… આ પેલી બીડીઓના પૈસા લીધા કે નહિ, સખારામ?… આય ઠીક ભાઈ! બીડીઓય ઉધારમાં…?’ | ||
આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન | આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયું : ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક પણ આ તો - તું ભલે ન માને બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ.’- | ||
ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો: ‘ઓ બાપ, એક કાપડાના ત્રણ રૂપિયા?’ ને પોતે જ પાછો મલકાઈ રહ્યો: ‘ત્યારે એ તો ભાઈ, સાચી ગજિયાણીનું કાપડું!’ | ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો : ‘ઓ બાપ, એક કાપડાના ત્રણ રૂપિયા?’ ને પોતે જ પાછો મલકાઈ રહ્યો : ‘ત્યારે એ તો ભાઈ, સાચી ગજિયાણીનું કાપડું!’ | ||
આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો. | આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો. | ||
આ પછી તો એણે, કોઈ બુઢ્ઢા માણસની જેમ સલાહ આપવા ઊઠેલા મનને પણ રોકડું જ પરખાવી દીધું: ‘રૂપિયો તો શું પણ પાવલું ઉમેરવું પડતું હોય તોય મારે નથી તો આને સાડલો ઓઢાડવો કે નથી કે’વડાવવું લોકોમાં વધારે સારુંય! આપણે તો બસ એક આ કાપડું જ લેવું છે.’ ને વળી એણે શેઠને છઠ્ઠી વારની બૂમ મારી: ‘શિવલાલકાકા!’ | આ પછી તો એણે, કોઈ બુઢ્ઢા માણસની જેમ સલાહ આપવા ઊઠેલા મનને પણ રોકડું જ પરખાવી દીધું : ‘રૂપિયો તો શું પણ પાવલું ઉમેરવું પડતું હોય તોય મારે નથી તો આને સાડલો ઓઢાડવો કે નથી કે’વડાવવું લોકોમાં વધારે સારુંય! આપણે તો બસ એક આ કાપડું જ લેવું છે.’ ને વળી એણે શેઠને છઠ્ઠી વારની બૂમ મારી : ‘શિવલાલકાકા!’ | ||
પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો: ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું | પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો : ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું મોઢું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં – ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું — ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?’ | ||
પણ લખુડો અહીં શેઠ કરતાંય વધારે ડાહ્યલા આ મન ઉપર ખિજાઈ ઊઠ્યો: ‘એમાં કારણ શું વળી! નાનપણમાં ઘણા દન ભેગાં રમ્યાં છીએ ને ઘણાં દન ભેગી ગોવાળીય કરી છે, તો સમજણાં થયાં પછીય ઘણી વાર હસીમશ્કરી કરી છે. ભેગાં ગાણાં ગાયાં છે ને આમ આટલી ઉંમર ભેગાં ભેગાં ઊછર્યાં છીએ. આજે તો એ સાસરે જાય છે ત્યારે હું કટકાના એક કપડામાંથીય જાઉં?…’ | પણ લખુડો અહીં શેઠ કરતાંય વધારે ડાહ્યલા આ મન ઉપર ખિજાઈ ઊઠ્યો : ‘એમાં કારણ શું વળી! નાનપણમાં ઘણા દન ભેગાં રમ્યાં છીએ ને ઘણાં દન ભેગી ગોવાળીય કરી છે, તો સમજણાં થયાં પછીય ઘણી વાર હસીમશ્કરી કરી છે... ભેગાં ગાણાં ગાયાં છે ને આમ આટલી ઉંમર ભેગાં ભેગાં ઊછર્યાં છીએ. આજે તો એ સાસરે જાય છે ત્યારે હું કટકાના એક કપડામાંથીય જાઉં?…’ | ||
અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, | અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કે’જે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મીકું લાવ હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવું : ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને! બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?…’ | ||
ને વળી એણે શેઠને હાંક | ને વળી એણે શેઠને હાંક મારી : ‘શિવલાલકાકા, મારેય વાઢવા જવું છે ને જરા—’ | ||
શેઠે પણ આ વખતે તો આંખથી આંખ | શેઠે પણ આ વખતે તો આંખથી આંખ માંડીને સવાલ કર્યો : ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મરને!’ | ||
પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ | પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ છે : ‘પણ તમે જરા બા’ર આવો તો ને કાકા?’ | ||
‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા. | ‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા. | ||
| Line 45: | Line 45: | ||
તો લખુડાએ પણ આ વખતે તો કીડીયો ચઢવાને બદલે ઊલટાની નિરાંત અનુભવી. અરે એના બોલાવ્યા પ્રમાણે શેઠ જો ઉંબરમાં આવી ઊભા રહ્યા હોત તો ઊલટાનો એ બેવડી મુસીબતમાં મુકાઈ જાત. કારણ, ન તો આ બાબત એકાન્તમાં કહેવા સરખી કોઈ ખાનગી હતી કે નો’તી પડતી હિંમત કે’વાની. | તો લખુડાએ પણ આ વખતે તો કીડીયો ચઢવાને બદલે ઊલટાની નિરાંત અનુભવી. અરે એના બોલાવ્યા પ્રમાણે શેઠ જો ઉંબરમાં આવી ઊભા રહ્યા હોત તો ઊલટાનો એ બેવડી મુસીબતમાં મુકાઈ જાત. કારણ, ન તો આ બાબત એકાન્તમાં કહેવા સરખી કોઈ ખાનગી હતી કે નો’તી પડતી હિંમત કે’વાની. | ||
હાસ્તો, શેઠની પેઠે ગામના પેલા શાહુકારોનેય થાય તો ખરું ને કે ન મળે | હાસ્તો, શેઠની પેઠે ગામના પેલા શાહુકારોનેય થાય તો ખરું ને કે ન મળે સાંધો કે સગપણ ને જુઓ મારો બેટો સાચી ગજિયાણીનું કાપડું વો’રે છે એ?… | ||
પણ જ્યાં ઢોર હડ્યાં ત્યાં તો શિવલાલ શેઠનું હાટ ઘરાકોએ છોડવા માંડ્યું. તે અગિયાર વાગતામાં તો વહોર્યું ન વહોર્યું કરી એવું તો સહુ રવાના થઈ ગયું કે કોઈ ન માને કે સવારના અહીં ભીડ જામી ગઈ હશે. અરે નોકરો પણ — શાન્તિથી ધોતિયું લઈ નાહવા માટે નદીએ ઊપડ્યા, તો સખારામ પણ જઈ દાળ આટવવામાં પડી ગયો. રહ્યા ફક્ત હાટમાં શેઠ અને હાટ બહાર લખુડો. | પણ જ્યાં ઢોર હડ્યાં ત્યાં તો શિવલાલ શેઠનું હાટ ઘરાકોએ છોડવા માંડ્યું. તે અગિયાર વાગતામાં તો વહોર્યું ન વહોર્યું કરી એવું તો સહુ રવાના થઈ ગયું કે કોઈ ન માને કે સવારના અહીં ભીડ જામી ગઈ હશે. અરે નોકરો પણ — શાન્તિથી ધોતિયું લઈ નાહવા માટે નદીએ ઊપડ્યા, તો સખારામ પણ રસોડામાં જઈ દાળ આટવવામાં પડી ગયો. રહ્યા ફક્ત હાટમાં શેઠ અને હાટ બહાર લખુડો. | ||
ને શેઠ, રાત સુધીની હવે | ને શેઠ, રાત સુધીની હવે જાણે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દીવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠા : ‘બોલ હેંડ, હવે શાની બૂમો પાડ્યા કરે છે?’ | ||
‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન વાઢવાનું ને અમારે ચમારોને ચાર વાધવાની એટલે જ છેવટનો વારો ને?’ શેઠને ખુશ જોઈને લખુડાએ જરા રમૂજ કરી. | ‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન વાઢવાનું ને અમારે ચમારોને ચાર વાધવાની એટલે જ છેવટનો વારો ને?’ શેઠને ખુશ જોઈને લખુડાએ જરા રમૂજ કરી. | ||
પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની | પણ ખરી રીતે તો શેઠને પેલી હરિજન ચળવળની બલકે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યા : ‘હા. પણ તું બોલ ને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યું : ‘લાવ હેંડ, શું લેવું છે?’ | ||
‘પૈસા તો છે હમણાં.’ લખુડાએ જ હળવી રમૂજમાં કહ્યું. | ‘પૈસા તો છે હમણાં.’ લખુડાએ જ હળવી રમૂજમાં કહ્યું. | ||
ને લાગલો જ શેઠે લખુડાને કાળજે બરફના ગાંગડાનો હળવેકથી ડામ દીધો | ને લાગલો જ શેઠે લખુડાને કાળજે બરફના ગાંગડાનો હળવેકથી ડામ દીધો : ‘આ લો! હાથમાં કાવડિયો તો છે નહિ ને રોફ તો જુઓ લખેશરી જેવો!’ અલબત્ત છોભીલા પડી જતા લખુડાએ અહીં પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન તો કર્યો પણ એટલી વારમાં તો શેઠ એમનાં અસલ બોલી અને મિજાજમાં પહોંચી ગયા હતા : ‘બાપ જાણે થાપણ મૂકી ગયો હોય તેમ બૂમો કેવી પાડે છે પાછો!’ | ||
ને આ પછી તો આગળ-પાછળનાં લેણાં માટે શેઠે એવાં વેણ કાઢ્યાં કે આડો દિવસ હોત તો લખુડો ઊઠીને ચાલતી જ પકડત. | ને આ પછી તો આગળ-પાછળનાં લેણાં માટે શેઠે એવાં વેણ કાઢ્યાં કે આડો દિવસ હોત તો લખુડો ઊઠીને ચાલતી જ પકડત. | ||
પણ પછી તો શેઠ પણ થોડાક નરમ પડ્યા. | પણ પછી તો શેઠ પણ થોડાક નરમ પડ્યા. પૂછ્યું : ‘શું લેવું છે, એ ભસ તો ખરો પણ?’ | ||
શેઠની લક્ષ્મીવર્ધક વાણીએ લખુડાના ઉત્સાહનો જાણે ભૂકો બોલાવી દીધો હતો, પણ હવે જો કંઈ નથી લેવું એમ કહે તો એનું વધારે આવી બને એમ હતું! ને, ‘મરશે ત્યારે છીંટનું એક સાદું કાપડું જ લઈ જાઉં.’ આવા વિચાર ઉપર આવી ઊભતાં જરા લાપરવા પણ બની ગયો. | શેઠની લક્ષ્મીવર્ધક વાણીએ લખુડાના ઉત્સાહનો જાણે ભૂકો બોલાવી દીધો હતો, પણ હવે જો કંઈ નથી લેવું એમ કહે તો તો એનું વધારે આવી બને એમ હતું! ને, ‘મરશે ત્યારે છીંટનું એક સાદું કાપડું જ લઈ જાઉં.’ આવા વિચાર ઉપર આવી ઊભતાં જરા લાપરવા પણ બની ગયો. | ||
એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ | એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કમ ટપલાં નો’તાં પડ્યાં! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યો : ‘શું બોલું, મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખાઈને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’ | ||
શેઠ પણ | શેઠ પણ આખર તો પાછો ડાહી માનો દીકરોને? જાણે કશું બોલ્યા જ ન હોય એમ હળવી હલકે કહ્યું : ‘હા, પણ તો તું પાછો – અરે હરખથી લેવા આવ્યા હોઈએ તો થોડી વાર ખોટીય થવું પડે ગાંડા! લે બોલ હેંડ-’ હસીને ઉમેર્યું : ‘હરખાઈને આવ્યો છે તે કાંઈ વિવા કે શું વો’રવો છે?’ | ||
‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’ | ‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’ | ||
| Line 73: | Line 73: | ||
કોણ જાણે કે એ તો પોતાની વાત થોડીકેય સાચી પડી એમ ગણીને કે પછી કાપડું ને તેય પાછું ગજિયાણીનું એ સાંભળીને કે ગમે તેમ પણ શેઠ ખુશ થતાં વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘લે ત્યારે મારું કે’વું થોડુંક તો સાચું પડ્યું ને?’ | કોણ જાણે કે એ તો પોતાની વાત થોડીકેય સાચી પડી એમ ગણીને કે પછી કાપડું ને તેય પાછું ગજિયાણીનું એ સાંભળીને કે ગમે તેમ પણ શેઠ ખુશ થતાં વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘લે ત્યારે મારું કે’વું થોડુંક તો સાચું પડ્યું ને?’ | ||
તો સામી બાજુ લખુડાને થોડોક ક્ષોભ થયો | તો સામી બાજુ લખુડાને થોડોક ક્ષોભ થયો : ‘સાચું-જૂઠું તો રામ જાણે. બાકી આ તો હું અમારા વાસમાં એક છોડીનું આણું આવ્યું છે એટલે.’ | ||
‘પણ આણું એય વિવા જ ને ગાંડા | ‘પણ આણું એય વિવા જ ને ગાંડા.’ ને લાગલું જ પૂછ્યું : ‘કોની છોડી ’લ્યા?’ | ||
‘માનિયાની કાકા!’ | ‘માનિયાની કાકા!’ | ||
| Line 81: | Line 81: | ||
‘માનિયો ક્યો?’ કહેતા શેઠે પોતાની યાદદાસ્તામાં સીધી ડૂબકી લગાવી. | ‘માનિયો ક્યો?’ કહેતા શેઠે પોતાની યાદદાસ્તામાં સીધી ડૂબકી લગાવી. | ||
લખુડો બોલ્યો: ‘માનિયો તો કાકા | લખુડો બોલ્યો : ‘માનિયો તો કાકા - દશેક વરસ ઉપર નઈ પેલા કોગળિયામાં–’ ત્યાં તો ખુદ એની જ યાદદાસ્તામાં એક નવો ઝબકારો ઝબકી ઊઠ્યો. ‘કેમ ભૂલો છો શિવલાલકાકા? આ પેલી જમની તમારી ઘોડી સારુ ચોમાસામાં ચાર નાખ્યા કરતી’તીને ચારેક વરસ ઉપર નઈ નાતરે જતી રઈ એની જ આગલા ઘરની આ છોડી. નઈં રાંડેલી હતી ને—’ | ||
પણ ત્યાં તો એકાએક કંઈ કામ યાદ આવી ગયું હોય તેમ, શિવલાલ શેઠ સફાળા ઊભા થઈ જતાં વચ્ચે જ બોલી ઊઠ્યા: ‘મરશે નાતરે જતી રે’ કે કૂવામાં પડે એમાં આપણે શું!’ ને પીઠ ફેરવતાં મૂળ વાત જ લાવી મૂકી: ‘પણ | પણ ત્યાં તો એકાએક કંઈ કામ યાદ આવી ગયું હોય તેમ, શિવલાલ શેઠ સફાળા ઊભા થઈ જતાં વચ્ચે જ બોલી ઊઠ્યા : ‘મરશે નાતરે જતી રે’ કે કૂવામાં પડે એમાં આપણે શું!’ ને પીઠ ફેરવતાં મૂળ વાત જ લાવી મૂકી : ‘પણ ’લ્યા છીંટનું કાપડું હશે તો નહિ ચાલે?’ | ||
‘છીંટનુંય ચાલે, કાકા. પણ મીકું ગજિયાણીનું—’ | ‘છીંટનુંય ચાલે, કાકા. પણ મીકું ગજિયાણીનું—’ | ||
| Line 89: | Line 89: | ||
‘અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દે’જમાં–’ | ‘અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દે’જમાં–’ | ||
લખુડો વિનંતીના રૂપમાં વચ્ચે બોલ્યો | લખુડો વિનંતીના રૂપમાં વચ્ચે બોલ્યો : ‘હા કાકા, પણ મીંકુ નમાઈ છોડી છે તો મરશે ત્યારે–’ | ||
‘અરે પણ નમાઈ હોઈને સગપણ તો તારે એવું કાંઈ લાગતું નથી ત્યારે તારે શું તે આ મોંઘા મૂલનું કાપડું | ‘અરે પણ નમાઈ હોઈને સગપણ તો તારે એવું કાંઈ લાગતું નથી ત્યારે તારે શું તે આ મોંઘા મૂલનું કાપડું વો’રવા બેઠો છે?’ શેઠને જરા ચીઢ પણ ચઢી હતી. | ||
લખુડાએ માથું ખંજવાળતાં લગભગ એની એ જ વાત કરી: ‘બીજું તો કંઈ | લખુડાએ માથું ખંજવાળતાં લગભગ એની એ જ વાત કરી : ‘બીજું તો કંઈ નઈ કાકા, પણ મીકું - એનો કાકો આજે લોપાઈને ચાર જોડાં લૂગડાં લાવ્યો તો છે પણ તમે જોયાં હોય તો બધાંય ભૂંડી ભૂખ જેવાં! પછી બીજાંની તો વાત જ શું કરવી! એટલે મીકું લાવ ત્યારે – વાસનાં બીજાં લોકોએય સહુ સહુને ઘટતી રીતે કાંક ને કાંક લીધું છે તો હુંય – મોંઘા મૂલનો સાડલો કે ઘાઘરો લેવાનું તો આપણું ગજું નઈ પણ એક આ સારી જાતનું—’ | ||
શેઠેય પોતાનો વિરોધ પડતો મૂક્યો: ‘લઈ જાને તો મારે શું!’ કહી પેલા ચાલુ કબાટમાંથી નહિ પણ બાજુના પટારામાં રહેતાં ઊંચી જાતના કાપડમાંથી ગજિયાણીનો તાકો કાઢતાં ઉમેર્યું: ભેંસનાં શીંગડાં ભેંશને ભારે — દેવું થશે તો તું ભરીશ!’ | શેઠેય પોતાનો વિરોધ પડતો મૂક્યો : ‘લઈ જાને તો મારે શું!’ કહી પેલા ચાલુ કબાટમાંથી નહિ પણ બાજુના પટારામાં રહેતાં ઊંચી જાતના કાપડમાંથી ગજિયાણીનો તાકો કાઢતાં ઉમેર્યું : ભેંસનાં શીંગડાં ભેંશને ભારે — દેવું થશે તો તું ભરીશ!’ | ||
આટલી બધી સરળતાથી શેઠને આવું મોંઘા મૂલનું લૂગડું ઉધાર આપતા જોઈને લખુડો ખુશ થયો. એટલું જ નહિ, એક મોટી ઘાંટી પૂરી કરી હોય એ પ્રકારની નિરાંત | આટલી બધી સરળતાથી શેઠને આવું મોંઘા મૂલનું લૂગડું ઉધાર આપતા જોઈને લખુડો ખુશ થયો. એટલું જ નહિ, એક મોટી ઘાંટી પૂરી કરી હોય એ પ્રકારની નિરાંત બલકે રાહત અનુભવી રહ્યો. અલબત્ત, શેઠનું ભવન ફરી જવાનો ભય તો ઊંડે ઊંડે ચાલુ જ હતો. ને માટે જ શેઠની દયાને સતેજ રાખવાની રીતે જ એ બોલવા લાગ્યો : ‘ભરવું તો પડશે જ ને કાકા, પણ મીંકુ મરશે! નમાઈ છે ત્યારે—’ | ||
શેઠે કંઈક વધુ પડતી ઇંતેજારીથી વચ્ચે જ પૂછ્યું: ‘તો શું જ. પણ ‘જમની’ બોલવા જતાં જીભને જાણે કાંટો વાગ્યો હોય તેમ શબ્દ બદલ્યો. | શેઠે કંઈક વધુ પડતી ઇંતેજારીથી વચ્ચે જ પૂછ્યું: ‘તો શું જ...’ પણ ‘જમની’ બોલવા જતાં જીભને જાણે કાંટો વાગ્યો હોય તેમ શબ્દ બદલ્યો. | ||
‘એની મા મરી ગઈ એમ? ને તાકા સાથે ઊભા થયા. | ‘એની મા મરી ગઈ એમ? ને તાકા સાથે ઊભા થયા. | ||
‘મરી તો નથી ગઈ કાકા, પણ | ‘મરી તો નથી ગઈ કાકા, પણ કયું મોઢું લઈને એ દીકરીને વળાવવા આવે!’ | ||
‘એમ ત્યારે | ‘એમ ત્યારે તો,’ કહી શિવલાલે તરઘટ ઉપર કંતાન નાંખી એ ઉપર તાકો નાંખ્યો : ‘જોઈ લે હેંડ.’ | ||
લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું: ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’ | લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું : ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’ | ||
તો શેઠ જાણે આ વાતે ચડેલા જુવાનની વાતોમાં જાણે બોલવા ખાતર જ બોલી રહ્યા: ‘એમાં આખા વાસમાં ઘો શાની?’ | તો શેઠ જાણે આ વાતે ચડેલા જુવાનની વાતોમાં જાણે બોલવા ખાતર જ બોલી રહ્યા : ‘એમાં આખા વાસમાં ઘો શાની?’ | ||
‘આખા વાસમાં તો એમ કાકા, કે એ રાંડીરાડ બાઈના પાપનો કોઈ એક ભાગીદાર જડ્યો | ‘આખા વાસમાં તો એમ કાકા, કે એ રાંડીરાડ બાઈના પાપનો કોઈ એક ભાગીદાર જડ્યો નઈં એટલે પછી – તમે મારા ઉપર વેમ લાવ્યા ને હું લાવ્યો તમારા ઉપર!’ | ||
લખુડાના છેલ્લા | લખુડાના છેલ્લા શબ્દોનો ભાવાર્થ સમજવા છતાંય શેઠ થોડાક ચમક્યા. સાથે સાથે આ જુવાન છોકરાની આંખમાંના ભાવ પણ એ જોઈ વળ્યા. ને તાકો ઉકેલતાં લાગલું જ બોલી ઊઠ્યા : ‘મરવા દે એવી ગોબરી વાત! બોલ હેંડ, કેટલી ફાડું?’ | ||
‘ફાડોને કાકા એક કાપડાની પૂણ, તમે તો એક જ જાતની ગજિયાણી લાવ્યા.’ | ‘ફાડોને કાકા એક કાપડાની પૂણ, તમે તો એક જ જાતની ગજિયાણી લાવ્યા.’ | ||
શેઠનેય લાગ્યું કે પોતાનું મગજ અત્યારે બરાબર નથી. નહિ તો અહીં આવીને બેસવાની જરૂર જ ક્યાં હતી! ને તેમાંય આ એક જ તાકો લઈને? અરે, આ છોકરાને વળી દેખાડવું શું હતું? | શેઠનેય લાગ્યું કે પોતાનું મગજ અત્યારે બરાબર નથી. નહિ તો અહીં આવીને બેસવાની જરૂર જ ક્યાં હતી! ને તેમાંય આ એક જ તાકો લઈને? અરે, આ છોકરાને વળી દેખાડવું શું હતું?... | ||
અને એ, ‘મારું હાળું કહેવાય ત્યારે કપડું ને જોઈએ | અને એ, ‘મારું હાળું કહેવાય ત્યારે કપડું ને જોઈએ ત્યારે’ આમ બબડતા તાકો, ગજ તથા કાતર લઈને પેલા પટારા પાસે જઈ બેઠા. પટારો ઉઘાડી જોઈતી ચીજો બહાર કાઢતાં પૂછ્યું : ‘બોલ, મોરિયાં કટોરી સાચામાં કે જૂઠામાં? | ||
‘આલો તો બધુંય સાચું જ આલોને કાકા!’ | |||
ને સાચે જ અહીં શિવલાલકાકા મૂંઝવણમાં મુકાઈ ગયા. કારણ પેલી દેખાડી હતી એ ગજિયાણી જ મૂળ જૂઠી હતી, ને એ જૂઠી જ આખાય ગામમાં સાચામાં ખપતી હતી. | ને સાચે જ અહીં શિવલાલકાકા મૂંઝવણમાં મુકાઈ ગયા. કારણ પેલી દેખાડી હતી એ ગજિયાણી જ મૂળ જૂઠી હતી, ને એ જૂઠી જ આખાય ગામમાં સાચામાં ખપતી હતી. | ||
ત્યાં તો લખુડાએ શ્વાસ લઈને ઉમેર્યું: ‘મરશે બાપડી! હરખાઈને | ત્યાં તો લખુડાએ શ્વાસ લઈને ઉમેર્યું : ‘મરશે બાપડી! હરખાઈને પે’રશે તો ખરી! એને પછી કયા અવતારમાં સાચી ગજિયાણીનું કાપડું પે’રવા મળવાનું છે!’ | ||
ને શિવલાલે અહીં મનને જાણે મોકળું જ મૂકી દીધું. એક બીજો તાકો કાઢતાં કહ્યું: ‘જો સાચું જ લેવું હોય તો તો પછી સોનેરી બુટ્ટાવાળી સાચી ગજિયાણી જ લઈ જા. પૈસા તો બમણા પડશે પણ જો સોનેરી ઝબ્બાવાળી કટોરીઓ ભેગી એમાં આવવાની.’ ઓછું હોય તેમ એ કટોરીઓની | ને શિવલાલે અહીં મનને જાણે મોકળું જ મૂકી દીધું. એક બીજો તાકો કાઢતાં કહ્યું : ‘જો સાચું જ લેવું હોય તો તો પછી સોનેરી બુટ્ટાવાળી સાચી ગજિયાણી જ લઈ જા. પૈસા તો બમણા પડશે પણ જો સોનેરી ઝબ્બાવાળી કટોરીઓ ભેગી એમાં આવવાની.’ ઓછું હોય તેમ એ કટોરીઓની ગડી ઉખેળી કોઈના અંગ ઉપર જાણે મૂકી જોતા ન હોય તેમ બાજુમાં ધરતા ઉમેર્યું : ‘છે ને માલ?’ | ||
લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો: ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો: | લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો : ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો : ‘હા કાકા! મનેય એવું તો ખરું કે જો લેવું તો તો શોભતું જ લેવું.’ | ||
કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા: ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ | કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા : ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું અમારા જેવા છોરા આગળ આવું બોલો છો, કાકા?’ ને આને સાટે – ભગવાન જાણે કે એ તો ખુશ થવા કે ખુશ કરવા પણ ફટ દઈને એમણે ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યા : ‘ને એથીય જો વધારે શોભાવવું હોય તો જો આ કટોરીઓ ઉપર ભરત ભરેલો જાણે જીવતો જાગતો મોર!… બોલ, આપું આમાંનું?’ | ||
ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે હલકા વરણને તો શોભતું હોય એ જ શોભે!… આની કિંમત તારાથી નહિ ઊંચકાય! અરે, એક દન પેર્યું-પેરાવ્યું એમાં શું ન્યાલ થઈ ગયા ગાંડા! માટે ઠેઠ લગી પોસાય એવું જ વોરિયે કે લોકો પછી પાછળની મશ્કરીઓ ન કરે….’ | ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે હલકા વરણને તો શોભતું હોય એ જ શોભે!… આની કિંમત તારાથી નહિ ઊંચકાય! અરે, એક દન પેર્યું-પેરાવ્યું એમાં શું ન્યાલ થઈ ગયા ગાંડા! માટે ઠેઠ લગી પોસાય એવું જ વોરિયે કે લોકો પછી પાછળની મશ્કરીઓ ન કરે….’ | ||
edits