નારીસંપદાઃ વિવેચન/પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 24: | Line 24: | ||
આ સમયગાળામાં ઊજવાતા સામાજિક ઉત્સવો તથા રાસ- ગરબા, આખ્યાન-કથા-વાર્તા-ભજન જેવી સમૂહભોગ્ય કલાઓમાં પણ કેન્દ્રીય પરિબળ તો ધર્મ જ છે. આ પ્રકારના સમાજસંદર્ભમાં રચાયેલું સાહિત્ય ભક્તિ-વૈરાગ્યને અને નીતિ તથા ધર્મબોધને સહજતાથી સ્વીકારે, એને પ્રાધાન્ય અર્પે એમાં કશું અજુગતું નહીં લેખાય. આથી જ મધ્યકાળનું ઘણુંખરું સાહિત્ય ધાર્મિક સંસ્કારોને કેન્દ્રસ્થાને સ્થાપે છે. આ સાહિત્યે યથાશક્તિ મનોરંજન પણ જનતાને પીરસ્યું છે. આ કાળમાં આખ્યાન-કથાવાર્તા-ભજનકીર્તન દ્વારા નિરક્ષર પ્રજાને સંસ્કારશિક્ષણ અપાયું છે. સમાજનો ઘણોખરો વર્ગ નિરક્ષર હતો એવા સંજોગોમાં સાહિત્ય પાસેથી પ્રજાની અપેક્ષા પણ પ્રમાણમાં આજને મુકાબલે ઓછી–મર્યાદિત હશે. જનમનરંજન અને ધર્મસંસ્કારો પીરસે એવા સાહિત્યથી – એવી કથાવાર્તાથી આ સમાજ મેળવવા જેવું મેળવી લીધું એેવો સંતોષ અનુભવતો હોય તો નવાઈ નહીં. આમ લોકમાનસની સીમિત અપેક્ષા અને સર્જકમાનસની દૃષ્ટિ-મર્યાદાને કારણે આ યુગના સાહિત્યની કામગીરીનો સ્તર અપવાદરૂપ પરિસ્થિતિ સિવાય સામાન્ય જ લાગે છે. આ યુગના કવિનું વિષયવર્તુળ પણ સાંકડું છે. સાહિત્ય સર્જનારો મોટો વર્ગ તો ભગતો, આખ્યાનકારો, કથાકારો અને સાધુ–વૈરાગીઓનો છે. તત્કાલીન સાહિત્યની ધર્મસાપેક્ષતાનું એક કારણ આ પણ ખરું. અલબત્ત, ધર્મ પોતે પણ બૃહદ્, વ્યાપક વસ્તુ છે. એટલે ધાર્મિક વિષયોમાં પણ સમર્થ કવિને માટે તો ઘણું કરવાનો અવકાશ રહે જ. સારા સર્જકના સાહિત્યમાં ધાર્મિકતા સાથે રસાત્મકતા પણ મળે છે. તત્કાલીન સાહિત્યનાં સ્વરૂપોમાં વૈવિધ્ય નથી એવું પણ નથી. | આ સમયગાળામાં ઊજવાતા સામાજિક ઉત્સવો તથા રાસ- ગરબા, આખ્યાન-કથા-વાર્તા-ભજન જેવી સમૂહભોગ્ય કલાઓમાં પણ કેન્દ્રીય પરિબળ તો ધર્મ જ છે. આ પ્રકારના સમાજસંદર્ભમાં રચાયેલું સાહિત્ય ભક્તિ-વૈરાગ્યને અને નીતિ તથા ધર્મબોધને સહજતાથી સ્વીકારે, એને પ્રાધાન્ય અર્પે એમાં કશું અજુગતું નહીં લેખાય. આથી જ મધ્યકાળનું ઘણુંખરું સાહિત્ય ધાર્મિક સંસ્કારોને કેન્દ્રસ્થાને સ્થાપે છે. આ સાહિત્યે યથાશક્તિ મનોરંજન પણ જનતાને પીરસ્યું છે. આ કાળમાં આખ્યાન-કથાવાર્તા-ભજનકીર્તન દ્વારા નિરક્ષર પ્રજાને સંસ્કારશિક્ષણ અપાયું છે. સમાજનો ઘણોખરો વર્ગ નિરક્ષર હતો એવા સંજોગોમાં સાહિત્ય પાસેથી પ્રજાની અપેક્ષા પણ પ્રમાણમાં આજને મુકાબલે ઓછી–મર્યાદિત હશે. જનમનરંજન અને ધર્મસંસ્કારો પીરસે એવા સાહિત્યથી – એવી કથાવાર્તાથી આ સમાજ મેળવવા જેવું મેળવી લીધું એેવો સંતોષ અનુભવતો હોય તો નવાઈ નહીં. આમ લોકમાનસની સીમિત અપેક્ષા અને સર્જકમાનસની દૃષ્ટિ-મર્યાદાને કારણે આ યુગના સાહિત્યની કામગીરીનો સ્તર અપવાદરૂપ પરિસ્થિતિ સિવાય સામાન્ય જ લાગે છે. આ યુગના કવિનું વિષયવર્તુળ પણ સાંકડું છે. સાહિત્ય સર્જનારો મોટો વર્ગ તો ભગતો, આખ્યાનકારો, કથાકારો અને સાધુ–વૈરાગીઓનો છે. તત્કાલીન સાહિત્યની ધર્મસાપેક્ષતાનું એક કારણ આ પણ ખરું. અલબત્ત, ધર્મ પોતે પણ બૃહદ્, વ્યાપક વસ્તુ છે. એટલે ધાર્મિક વિષયોમાં પણ સમર્થ કવિને માટે તો ઘણું કરવાનો અવકાશ રહે જ. સારા સર્જકના સાહિત્યમાં ધાર્મિકતા સાથે રસાત્મકતા પણ મળે છે. તત્કાલીન સાહિત્યનાં સ્વરૂપોમાં વૈવિધ્ય નથી એવું પણ નથી. | ||
મધ્યકાળમાં બધા જ સર્જકો એક પ્રકારની ધાર્મિકતાથી પ્રેરાઈને લખતા હતા. લખવા માટે એમને ધર્મથી ઇતર વિષયો ખાસ સૂઝ્યા નથી. આ સાહિત્યમાં ઐહિકતાનો ઝાઝો આદર થયો નથી, પણ પારલૌકિકતાનો સતત આદર-મહિમા થયો છે, કેમકે આમ પ્રજાને ગળથૂથીમાંથી જ એનો મહિમા ઠસાવવામાં આવતો હતો. અલબત્ત, એનો સદ્-અંશ એ પણ ખરો કે મિથ્યાત્વના વળીવળીને રજૂ કરાતા ખ્યાલથી સમાજમાં ખોટાં મૂલ્યોની પ્રતિષ્ઠા થતી કેટલેક અંશે અવરોધાઈ, સામાજિક વિકાસની સમતુલાને પણ એથી કેટલીક મદદ થઈ હશે, પરંતુ ઐહિક્તાના અનાદરને કારણે ઠીકઠીક ગુમાવવાનુંયે બન્યું છે. મધ્યકાળમાં આત્મકથા જેવું સાહિત્યસ્વરૂપ મળતું નથી. મધ્યકાળના સર્જકો આત્મલક્ષી વિષય-વસ્તુ તરફ લગભગ વળ્યા જ નથી. કદાચ ‘અહમ્ અને મિથ્યાપણા' અંગેના ખ્યાલો પણ આવા વલણમાં કારણભૂત હોય એમ બને. | મધ્યકાળમાં બધા જ સર્જકો એક પ્રકારની ધાર્મિકતાથી પ્રેરાઈને લખતા હતા. લખવા માટે એમને ધર્મથી ઇતર વિષયો ખાસ સૂઝ્યા નથી. આ સાહિત્યમાં ઐહિકતાનો ઝાઝો આદર થયો નથી, પણ પારલૌકિકતાનો સતત આદર-મહિમા થયો છે, કેમકે આમ પ્રજાને ગળથૂથીમાંથી જ એનો મહિમા ઠસાવવામાં આવતો હતો. અલબત્ત, એનો સદ્-અંશ એ પણ ખરો કે મિથ્યાત્વના વળીવળીને રજૂ કરાતા ખ્યાલથી સમાજમાં ખોટાં મૂલ્યોની પ્રતિષ્ઠા થતી કેટલેક અંશે અવરોધાઈ, સામાજિક વિકાસની સમતુલાને પણ એથી કેટલીક મદદ થઈ હશે, પરંતુ ઐહિક્તાના અનાદરને કારણે ઠીકઠીક ગુમાવવાનુંયે બન્યું છે. મધ્યકાળમાં આત્મકથા જેવું સાહિત્યસ્વરૂપ મળતું નથી. મધ્યકાળના સર્જકો આત્મલક્ષી વિષય-વસ્તુ તરફ લગભગ વળ્યા જ નથી. કદાચ ‘અહમ્ અને મિથ્યાપણા' અંગેના ખ્યાલો પણ આવા વલણમાં કારણભૂત હોય એમ બને. | ||
આ સાથે જ, એ યુગના કવિ-સાહિત્યસર્જકનો બૌદ્ધિક સ્તર કેવો-કેટલો એ મુદ્દો પણ વિચાર માગી લે એેવો છે. આ યુગના કવિ સામે જીવન-કળા કે કળા-જીવનનો કોઈ મજબૂત પડકાર (Challenge) નથી, એની સર્જકતાને કોઈ એેવો ઉગ્ર પડકાર નથી. સામાન્યતઃ તો પૌરાણિક સાહિત્યના અધ્યયને અને તેનામાં થોડીઘણી સર્જનાત્મકતા હોય તો તેના બળે પુરોગામીઓમાંથી થોડુંઘણું લઈને જે કંઈ સર્જે, એથી સામાન્ય શ્રોતાવર્ગ રંજન અનુભવતો. મધ્યકાળમાં મોટે ભાગે ખ્યાત વસ્તુ પર અને તેમાંયે વિશેષ ધાર્મિક વસ્તુ પર કામ કરવાનું સર્જકોનું વલણ રહ્યું છે. મધ્યકાલીન સાહિત્યમાં કલ્પનોત્થ પ્રકારનું વસ્તુ એકંદરે ઓછું જણાય છે. આ યુગમાં ‘સર્જવું’ નહીં, પણ ‘જોડવું’–‘બાંધવું' એ જ ક્રિયા સર્જકપક્ષે બળવાન રહી છે. Literature for religion's sake – ધર્મને ખાતર સાહિત્ય – એ પરિસ્થિતિ ત્યારે પ્રવર્તતી જણાય છે. મધ્યકાળના ગુજરાતમાં પ્રજાએ ધર્મને જ સાચું જીવન ટકાવી રાખનાર ધારકબળ માન્યો છે. આપણી સંસ્કૃતિની એક મોટામાં મોટી ખૂબી એ છે કે પ્રજાએ શાસક કરતાં ધાર્મિક કાર્યો કરનાર વ્યક્તિને-સર્જકને, જે પોતાના સર્જન દ્વારા જનતામાં ધર્મભક્તિને સંવર્ધતો, તેને વિશેષ આદર આપ્યો છે. એ સમયે ધર્મનો નશો પ્રજાની નસેનસમાં વ્યાપેલો હતો. આ ધર્મ જ ભારતીય એકાત્મકતાનું રહસ્ય છે. સાંસ્કૃતિક એકતા સાધવામાં ધર્મે ઘણો ફાળો આપ્યો છે. વિદેશી પરિબળો સામે, વિધર્મ સામે ટકી રહેવાનો જુસ્સો પણ ધર્મે જ આમજનતામાં પૂર્યો. અલબત્ત, મધ્યકાળમાં સમયાંતરે સાંપ્રદાયિક પ્રચારપ્રવૃત્તિઓ – ભક્તિઆંદોલનો – ચાલી છે, અનેક રાજકીય ફેરફારો થયા છે તેમ છતાં આ બધું મધ્યકાળના સાહિત્યમાં વિષયવસ્તુ તરીકે સ્થાન પામ્યું નથી. આ યુગના સર્જકમાં Literary Awareness – સાહિત્યિક સજાગતા ખાસ વરતાતી નથી. મધ્યકાળના સાહિત્યમાં વિવેચન-પ્રવૃત્તિનો અભાવ છે. મૌલિક્તાની તપાસનો સવાલ મધ્યકાળમાં ઊઠતો નથી. મુદ્રણયંત્રો વિનાના એ જમાનામાં કોઈ કવિ પોતાની પૂર્વના કવિઓ કરતાં ક્યાં જુદો પડ્યો, એણે અગાઉના કવિના સર્જનમાંથી કેટલું લીધું અને એમાં નવું કેટલું ઉમેર્યું-આવા પ્રશ્નો એ સમયના લોકોને મન બહુ મહત્ત્વના નહોતા, એટલે આજે મૌલિક્તાનો જે પ્રશ્ન છે, એને એ જમાનામાં સહેજ વિશિષ્ટ રીતે જોવો જોઈએ. આથી જ સાહિત્યની સભાન રીતે સાધના કરનારા આ યુગમાં કેટલા ?-એવો પ્રશ્ન અહીં અસ્થાને બની રહે છે. પારલૌકિક સાધનામાં ઉપયોગી થાય એવું વસ્તુ આ યુગના કવિએ પોતાના સર્જનમાં વણ્યું છે. ધાર્મિક સાહિત્યનું સર્જન અને એ દ્વારા જનમનરંજન તે જ એ જમાનામાં લોકમાન્યતા પ્રાપ્ત કરવાનું મહત્ત્વનું ધોરણ હતું. આ સાહિત્યમાં ભક્તિને નિમિત્તે, નામસંકીર્તન –નામસ્મરણના મહિમાને નિમિત્તે વિષયવસ્તુમાં પુનરાવર્તનનો છોછ રહ્યો નથી. સાહિત્યમાં ભક્તિનો, ભક્તિ કરનારનો અને વૈરાગ્યની ભાવનાનો મહિમા થયો છે. પણ એની તુલનામાં પ્રત્યક્ષ જીવનનો ઝાઝો સમાદર એમાં થયો નથી. સંસારમાં-જિવાતા જીવનમાં રસ પડે એવું એ સમયના સાહિત્યમાં પ્રમાણમાં ઓછું નજરે પડે છે. ‘માનવતાની ભાવનાના અપૂર્વ રંગો'નો૪<ref>૪. ‘ગુજરાત-એક | આ સાથે જ, એ યુગના કવિ-સાહિત્યસર્જકનો બૌદ્ધિક સ્તર કેવો-કેટલો એ મુદ્દો પણ વિચાર માગી લે એેવો છે. આ યુગના કવિ સામે જીવન-કળા કે કળા-જીવનનો કોઈ મજબૂત પડકાર (Challenge) નથી, એની સર્જકતાને કોઈ એેવો ઉગ્ર પડકાર નથી. સામાન્યતઃ તો પૌરાણિક સાહિત્યના અધ્યયને અને તેનામાં થોડીઘણી સર્જનાત્મકતા હોય તો તેના બળે પુરોગામીઓમાંથી થોડુંઘણું લઈને જે કંઈ સર્જે, એથી સામાન્ય શ્રોતાવર્ગ રંજન અનુભવતો. મધ્યકાળમાં મોટે ભાગે ખ્યાત વસ્તુ પર અને તેમાંયે વિશેષ ધાર્મિક વસ્તુ પર કામ કરવાનું સર્જકોનું વલણ રહ્યું છે. મધ્યકાલીન સાહિત્યમાં કલ્પનોત્થ પ્રકારનું વસ્તુ એકંદરે ઓછું જણાય છે. આ યુગમાં ‘સર્જવું’ નહીં, પણ ‘જોડવું’–‘બાંધવું' એ જ ક્રિયા સર્જકપક્ષે બળવાન રહી છે. Literature for religion's sake – ધર્મને ખાતર સાહિત્ય – એ પરિસ્થિતિ ત્યારે પ્રવર્તતી જણાય છે. મધ્યકાળના ગુજરાતમાં પ્રજાએ ધર્મને જ સાચું જીવન ટકાવી રાખનાર ધારકબળ માન્યો છે. આપણી સંસ્કૃતિની એક મોટામાં મોટી ખૂબી એ છે કે પ્રજાએ શાસક કરતાં ધાર્મિક કાર્યો કરનાર વ્યક્તિને-સર્જકને, જે પોતાના સર્જન દ્વારા જનતામાં ધર્મભક્તિને સંવર્ધતો, તેને વિશેષ આદર આપ્યો છે. એ સમયે ધર્મનો નશો પ્રજાની નસેનસમાં વ્યાપેલો હતો. આ ધર્મ જ ભારતીય એકાત્મકતાનું રહસ્ય છે. સાંસ્કૃતિક એકતા સાધવામાં ધર્મે ઘણો ફાળો આપ્યો છે. વિદેશી પરિબળો સામે, વિધર્મ સામે ટકી રહેવાનો જુસ્સો પણ ધર્મે જ આમજનતામાં પૂર્યો. અલબત્ત, મધ્યકાળમાં સમયાંતરે સાંપ્રદાયિક પ્રચારપ્રવૃત્તિઓ – ભક્તિઆંદોલનો – ચાલી છે, અનેક રાજકીય ફેરફારો થયા છે તેમ છતાં આ બધું મધ્યકાળના સાહિત્યમાં વિષયવસ્તુ તરીકે સ્થાન પામ્યું નથી. આ યુગના સર્જકમાં Literary Awareness – સાહિત્યિક સજાગતા ખાસ વરતાતી નથી. મધ્યકાળના સાહિત્યમાં વિવેચન-પ્રવૃત્તિનો અભાવ છે. મૌલિક્તાની તપાસનો સવાલ મધ્યકાળમાં ઊઠતો નથી. મુદ્રણયંત્રો વિનાના એ જમાનામાં કોઈ કવિ પોતાની પૂર્વના કવિઓ કરતાં ક્યાં જુદો પડ્યો, એણે અગાઉના કવિના સર્જનમાંથી કેટલું લીધું અને એમાં નવું કેટલું ઉમેર્યું-આવા પ્રશ્નો એ સમયના લોકોને મન બહુ મહત્ત્વના નહોતા, એટલે આજે મૌલિક્તાનો જે પ્રશ્ન છે, એને એ જમાનામાં સહેજ વિશિષ્ટ રીતે જોવો જોઈએ. આથી જ સાહિત્યની સભાન રીતે સાધના કરનારા આ યુગમાં કેટલા ?-એવો પ્રશ્ન અહીં અસ્થાને બની રહે છે. પારલૌકિક સાધનામાં ઉપયોગી થાય એવું વસ્તુ આ યુગના કવિએ પોતાના સર્જનમાં વણ્યું છે. ધાર્મિક સાહિત્યનું સર્જન અને એ દ્વારા જનમનરંજન તે જ એ જમાનામાં લોકમાન્યતા પ્રાપ્ત કરવાનું મહત્ત્વનું ધોરણ હતું. આ સાહિત્યમાં ભક્તિને નિમિત્તે, નામસંકીર્તન –નામસ્મરણના મહિમાને નિમિત્તે વિષયવસ્તુમાં પુનરાવર્તનનો છોછ રહ્યો નથી. સાહિત્યમાં ભક્તિનો, ભક્તિ કરનારનો અને વૈરાગ્યની ભાવનાનો મહિમા થયો છે. પણ એની તુલનામાં પ્રત્યક્ષ જીવનનો ઝાઝો સમાદર એમાં થયો નથી. સંસારમાં-જિવાતા જીવનમાં રસ પડે એવું એ સમયના સાહિત્યમાં પ્રમાણમાં ઓછું નજરે પડે છે. ‘માનવતાની ભાવનાના અપૂર્વ રંગો'નો૪<ref>૪. ‘ગુજરાત-એક સાંસ્કારિક વ્યક્તિ અને આદિવચનો’ -કનૈયાલાલ મુનશી, પૃ. ૬૮</ref> એમાં અભાવ વરતાય છે. મધ્યકાલીન કવિનું રસવિશ્વ સાંકડું હતું એમ આનંદશંકરે કહ્યું છે૫<ref>૫. ‘કાવ્યતત્ત્વવિચાર’ આનંદશંકર ધ્રુવ, 'પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ એ લેખ, પૃ. ૨૮૯</ref> એ એક અર્થમાં સાચું છે. અલબત્ત, એ સાંકડા રસવિશ્વ માટે પણ તત્કાલીન જીવનનાં પરિબળોની જવાબદારી ઓછી નથી. તેમ છતાં એ અશાંત પરિસ્થિતિમાંયે કવિહૃદયની કેટલીક સાચી ઊર્મિઓ ચિરંજીવ બનીને આપણા મધ્યકાળના સાહિત્યમાં ઝિલાય છે. એમ ન થયું હોત તો આપણને નરસિંહ-મીરાં કે અખો–પ્રેમાનંદ-દયારામ ન મળ્યા હોત. મધ્યકાળના ગુજરાતનું પ્રજાજીવન શૌર્ય, ધર્મ, પ્રેમ અને માનવતાવિહોણું નહોતું જ તે તત્કાલીન સાહિત્ય દ્વારા પ્રતીત થાય છે જ. હેમચંદ્રના દુહા, 'વસંતવિલાસ’, ‘રણમલ્લછંદ', ‘કાન્હડદેપ્રબંધ', ‘કાદંબરી', પ્રેમાનંદનાં આખ્યાનો, શામળની વાર્તાઓ, દયારામની ગરબીઓ, ફાગુકાવ્યો, પ્રબંધો, ભવાઈ, લોકસાહિત્ય વગેરે લોકહૃદયના ભાવવિશ્વને – તેના ઉલ્લાસ-ઉમળકા વગેરેને, જીવનની મંગલતાને સુરેખ રીતે અને સચોટપણે પ્રગટ કરી આપે છે. | ||
આ કાળમાં જે કંઈ સાહિત્ય સર્જાયું તે મુખ્યત્વે ત્રણ સમૂહભોગ્ય લોકભોગ્ય પરંપરાના અનુસંધાનમાં તપાસવું જોઈએ : (૧) પદ-ભજન-કીર્તન (૨) કથા-વાર્તા-આખ્યાન (૩) રાસ-ગરબી- ગરબા હીંચ-હમચી. આ ત્રણ પરંપરાઓને આધારે મધ્યકાળના ઘણાખરા સાહિત્ય-પ્રકારો રચાયા છે, એ પ્રકારોમાં કલારસ સાથે ધર્મ-નીતિ બોધનો સંસ્કારરસ તો અનુસ્યૂત હતો જ. | આ કાળમાં જે કંઈ સાહિત્ય સર્જાયું તે મુખ્યત્વે ત્રણ સમૂહભોગ્ય લોકભોગ્ય પરંપરાના અનુસંધાનમાં તપાસવું જોઈએ : (૧) પદ-ભજન-કીર્તન (૨) કથા-વાર્તા-આખ્યાન (૩) રાસ-ગરબી- ગરબા હીંચ-હમચી. આ ત્રણ પરંપરાઓને આધારે મધ્યકાળના ઘણાખરા સાહિત્ય-પ્રકારો રચાયા છે, એ પ્રકારોમાં કલારસ સાથે ધર્મ-નીતિ બોધનો સંસ્કારરસ તો અનુસ્યૂત હતો જ. | ||
મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારે સચવાયેલું છે : (૧) કંઠસ્થ પરંપરારૂપે અને (૨) હસ્તપ્રતોમાં. જે કૃતિઓ કંઠપરંપરાએ ઊતરી આવી છે, એમાં પેઢી દર પેઢી ભાષામાં પરિવર્તન આવ્યું હોવાને કારણે એની ભાષામાં અર્વાચીનતાનો સ્પર્શ જોઈ શકાય છે. જ્યારે હસ્તપ્રતોમાં જે સાહિત્ય સચવાયેલું છે, એમાં આપણે તત્કાલીન ભાષાનો પરિચય મેળવી શકીએ છીએ. પદ્યની કંઠોપકંઠ-પરંપરાને મધ્યકાળના ઘણાખરા સાહિત્યસર્જકોએ જારી રાખી છે. આ યુગનું મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં રચાયું છે. છાપખાનાં અને મુદ્રણયંત્રોની અનુપસ્થિતિના કાળમાં સાહિત્યના અપ્રકાશિત, હસ્તલિખિત રૂપને કારણે આ યુગના સાહિત્યમાં કંઠોપકંઠ-પરંપરા મહત્ત્વની બની. સંતો-કવિઓ જે કવિતા સ્વમુખે જનસમાજ સમક્ષ લલકારતા, એને શ્રોતાઓ પોતાના કંઠમાં ઝીલી લઈને યાદ રાખતા અને અનુગામી પેઢી સુધી એ સાહિત્યને પહોંચાડતા. પદ્ય ગદ્ય કરતાં ટૂંકું, લયબદ્ધ અને ગેય હોવાથી સરળતાથી સ્મૃતિમાં સચવાતું. ઉપરાંત, હૃદયનો ઊર્મિધબકાર-ભાવાવેશ પદ્યમાં સુંદર અભિવ્યક્તિ પામતો. આ સમયના સાહિત્યમાં ગદ્યની ખાસ પ્રતિષ્ઠા થઈ નથી, ગદ્યનો પૂરો વિકાસ થયો નથી. આથી કવિઓએ પદ્યને જ સાહિત્યનું મુખ્ય વાહન બનાવ્યું છે. આ યુગમાં કવિઓએ સુગેયતાના ગુણને કારણે કવિતામાં માત્રામેળ છંદો અને દેશીઓને જ વિશેષ પ્રયોજ્યાં છે. અક્ષરમેળ છંદો બહુ ઓછા જોવા મળે છે એનું એક કારણ લોકપ્રચલિત આ ગાન-પરંપરા પણ હોઈ શકે. | મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારે સચવાયેલું છે : (૧) કંઠસ્થ પરંપરારૂપે અને (૨) હસ્તપ્રતોમાં. જે કૃતિઓ કંઠપરંપરાએ ઊતરી આવી છે, એમાં પેઢી દર પેઢી ભાષામાં પરિવર્તન આવ્યું હોવાને કારણે એની ભાષામાં અર્વાચીનતાનો સ્પર્શ જોઈ શકાય છે. જ્યારે હસ્તપ્રતોમાં જે સાહિત્ય સચવાયેલું છે, એમાં આપણે તત્કાલીન ભાષાનો પરિચય મેળવી શકીએ છીએ. પદ્યની કંઠોપકંઠ-પરંપરાને મધ્યકાળના ઘણાખરા સાહિત્યસર્જકોએ જારી રાખી છે. આ યુગનું મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં રચાયું છે. છાપખાનાં અને મુદ્રણયંત્રોની અનુપસ્થિતિના કાળમાં સાહિત્યના અપ્રકાશિત, હસ્તલિખિત રૂપને કારણે આ યુગના સાહિત્યમાં કંઠોપકંઠ-પરંપરા મહત્ત્વની બની. સંતો-કવિઓ જે કવિતા સ્વમુખે જનસમાજ સમક્ષ લલકારતા, એને શ્રોતાઓ પોતાના કંઠમાં ઝીલી લઈને યાદ રાખતા અને અનુગામી પેઢી સુધી એ સાહિત્યને પહોંચાડતા. પદ્ય ગદ્ય કરતાં ટૂંકું, લયબદ્ધ અને ગેય હોવાથી સરળતાથી સ્મૃતિમાં સચવાતું. ઉપરાંત, હૃદયનો ઊર્મિધબકાર-ભાવાવેશ પદ્યમાં સુંદર અભિવ્યક્તિ પામતો. આ સમયના સાહિત્યમાં ગદ્યની ખાસ પ્રતિષ્ઠા થઈ નથી, ગદ્યનો પૂરો વિકાસ થયો નથી. આથી કવિઓએ પદ્યને જ સાહિત્યનું મુખ્ય વાહન બનાવ્યું છે. આ યુગમાં કવિઓએ સુગેયતાના ગુણને કારણે કવિતામાં માત્રામેળ છંદો અને દેશીઓને જ વિશેષ પ્રયોજ્યાં છે. અક્ષરમેળ છંદો બહુ ઓછા જોવા મળે છે એનું એક કારણ લોકપ્રચલિત આ ગાન-પરંપરા પણ હોઈ શકે. | ||
મધ્યકાળના કવિઓએ કાવ્યરચનાની જૂની પરંપરાને જાળવવાની સાથે જ નવા નવાં સ્વરૂપો પણ નિપજાવ્યાં છે. રામાયણ, મહાભારત અને પુરાણો પર આધારિત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના સમય સુધીમાં પદ-પદમાળા, રાસ-રાસા-આખ્યાન, પદ્યવાર્તા, ગરબો–ગરબી, ફાગુ, પ્રબંધ ઉપરાંત સલોકો, મુક્તક, બારમાસી, છપ્પા, ચાબખા, કાફી, છંદ, ચર્ચરી, નામેહ જેવાં ગૌણ સ્વરૂપો પણ મળે છે. | મધ્યકાળના કવિઓએ કાવ્યરચનાની જૂની પરંપરાને જાળવવાની સાથે જ નવા નવાં સ્વરૂપો પણ નિપજાવ્યાં છે. રામાયણ, મહાભારત અને પુરાણો પર આધારિત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના સમય સુધીમાં પદ-પદમાળા, રાસ-રાસા-આખ્યાન, પદ્યવાર્તા, ગરબો–ગરબી, ફાગુ, પ્રબંધ ઉપરાંત સલોકો, મુક્તક, બારમાસી, છપ્પા, ચાબખા, કાફી, છંદ, ચર્ચરી, નામેહ જેવાં ગૌણ સ્વરૂપો પણ મળે છે. | ||
મધ્યકાળનું આ સાહિત્ય mass-સમૂહ સાથે સંકળાયેલું સાહિત્ય છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં જાણ્યે-અજાણ્યે ‘લિટરેચર ફૉર માસ સેઈક'ની ભાવના બળવત્તર બનેલી જોઈ શકાય છે. સાહિત્યનું વહેણ પ્રશિષ્ટતા તરફથી લોકભોગ્યતા તરફ વળતું જોઈ શકાય છે. એમાં પ્રશિષ્ટતા તરફનો અનાદર નહોતો, પરંતુ તત્કાલીન પરિસ્થિતિના તકાદાને કારણે લોકાદરનો ભાવ સાહિત્યસર્જનમાં પ્રભાવક પરિબળરૂપે કામ કરતો થયો હતો એમ કહી શકાય. સ્વાભાવિક રીતે જ આ સાહિત્યમાં તત્કાલીન સમયની–તેના સમાજની તાસીર ઝિલાઈ છે. તત્કાલીન સમાજમાં પ્રચલિત કેટલીક ધાર્મિક વિધિઓ, ઉત્સવો આ સાહિત્યમાં સ્થાન પામ્યાં છે. આ સાહિત્ય સંસ્કારઘડતરનું છે. આથી એમાં સાહિત્યિકતા-સર્જકતા ઓછી છે. મધ્યકાળના કેટલાક કવિઓએ તો આજીવિકા મેળવવાના ઉદ્દેશથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તો, એ કાળમાં કવિઓને મળતો રાજ્યાશ્રય પણ કવચિત્ કાવ્યરચના માટે નિમિત્ત બન્યો છે. મધ્યકાળમાં સત્તાનાં મુખ્ય બે કેન્દ્રો છે : (૧) રાજકીય સંસ્થા અને (૨) ધાર્મિક સંસ્થા. મધ્યકાળમાં કેટલાક રાજાઓ વિદ્યા, કળાને ઉત્તેજન આપતા અને કલાપોષક વાતાવરણ સર્જવા પ્રયત્ન કરતા. તેઓ વિદ્વાનોને રાજદરબારમાં મહત્ત્વનું, આદરભર્યું સ્થાન આપતા. કેટલાક કવિઓને રાજ્યાશ્રય પણ મળતો. રાજા સિદ્ધરાજ જયસિંહે બહુશ્રુત વિદ્વાન હેમચંદ્રાચાર્યને પોતાના રાજદરબારમાં નિમંત્ર્યા હતા. પદ્યવાર્તાકાર શામળને ચરોતરના જાગીરદાર રખીદાસે આશ્રય આપ્યો હતો. પદ્મનાભ ઝાલોરના ચૌહાણ રાજા અખેરાજનો આશ્રિત હતો. કવિઓને રાજ્યાશ્રય મળ્યાના આવા અપવાદો બાદ કરતાં સામાન્ય રીતે સર્જકને રાજ્યનો આશ્રય નહોતો. અલબત્ત, એ કાળે વિદ્વત્તાનો સમાદર હતો, પણ આજીવિકા-ભરણપોષણ ભાટે એમણે પોતે જ ઉદ્યમ કરવો પડતો. એકંદરે મધ્યકાળમાં વિદ્વત્તાના વિકાસ માટે ખાસ પ્રોત્સાહક ભૂમિકા દેખાતી નથી. વળી તત્કાલીન કવિઓના સર્જનમાં કવિકર્મ કરતાં ધર્મકર્મ-ધર્મકાર્ય સવિશેષ જણાય છે. તેઓ મહદંશે ધાર્મિક સાહિત્ય જ લખતા. આથી એમાં વિધર્મ કે પરધર્મનો અનુલ્લેખ સ્વાભાવિક છે. | મધ્યકાળનું આ સાહિત્ય mass-સમૂહ સાથે સંકળાયેલું સાહિત્ય છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં જાણ્યે-અજાણ્યે ‘લિટરેચર ફૉર માસ સેઈક'ની ભાવના બળવત્તર બનેલી જોઈ શકાય છે. સાહિત્યનું વહેણ પ્રશિષ્ટતા તરફથી લોકભોગ્યતા તરફ વળતું જોઈ શકાય છે. એમાં પ્રશિષ્ટતા તરફનો અનાદર નહોતો, પરંતુ તત્કાલીન પરિસ્થિતિના તકાદાને કારણે લોકાદરનો ભાવ સાહિત્યસર્જનમાં પ્રભાવક પરિબળરૂપે કામ કરતો થયો હતો એમ કહી શકાય. સ્વાભાવિક રીતે જ આ સાહિત્યમાં તત્કાલીન સમયની–તેના સમાજની તાસીર ઝિલાઈ છે. તત્કાલીન સમાજમાં પ્રચલિત કેટલીક ધાર્મિક વિધિઓ, ઉત્સવો આ સાહિત્યમાં સ્થાન પામ્યાં છે. આ સાહિત્ય સંસ્કારઘડતરનું છે. આથી એમાં સાહિત્યિકતા-સર્જકતા ઓછી છે. મધ્યકાળના કેટલાક કવિઓએ તો આજીવિકા મેળવવાના ઉદ્દેશથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તો, એ કાળમાં કવિઓને મળતો રાજ્યાશ્રય પણ કવચિત્ કાવ્યરચના માટે નિમિત્ત બન્યો છે. મધ્યકાળમાં સત્તાનાં મુખ્ય બે કેન્દ્રો છે : (૧) રાજકીય સંસ્થા અને (૨) ધાર્મિક સંસ્થા. મધ્યકાળમાં કેટલાક રાજાઓ વિદ્યા, કળાને ઉત્તેજન આપતા અને કલાપોષક વાતાવરણ સર્જવા પ્રયત્ન કરતા. તેઓ વિદ્વાનોને રાજદરબારમાં મહત્ત્વનું, આદરભર્યું સ્થાન આપતા. કેટલાક કવિઓને રાજ્યાશ્રય પણ મળતો. રાજા સિદ્ધરાજ જયસિંહે બહુશ્રુત વિદ્વાન હેમચંદ્રાચાર્યને પોતાના રાજદરબારમાં નિમંત્ર્યા હતા. પદ્યવાર્તાકાર શામળને ચરોતરના જાગીરદાર રખીદાસે આશ્રય આપ્યો હતો. પદ્મનાભ ઝાલોરના ચૌહાણ રાજા અખેરાજનો આશ્રિત હતો. કવિઓને રાજ્યાશ્રય મળ્યાના આવા અપવાદો બાદ કરતાં સામાન્ય રીતે સર્જકને રાજ્યનો આશ્રય નહોતો. અલબત્ત, એ કાળે વિદ્વત્તાનો સમાદર હતો, પણ આજીવિકા-ભરણપોષણ ભાટે એમણે પોતે જ ઉદ્યમ કરવો પડતો. એકંદરે મધ્યકાળમાં વિદ્વત્તાના વિકાસ માટે ખાસ પ્રોત્સાહક ભૂમિકા દેખાતી નથી. વળી તત્કાલીન કવિઓના સર્જનમાં કવિકર્મ કરતાં ધર્મકર્મ-ધર્મકાર્ય સવિશેષ જણાય છે. તેઓ મહદંશે ધાર્મિક સાહિત્ય જ લખતા. આથી એમાં વિધર્મ કે પરધર્મનો અનુલ્લેખ સ્વાભાવિક છે. | ||
આ સમયસંદર્ભમાં પ્રેમાનંદના સાહિત્યસર્જનને જોતાં એવા પ્રશ્નો ઉદ્ભવે કે એણે સાહિત્યનો અમુક પ્રકાર જ કેમ ખેડ્યો, વિષયવસ્તુ પણ અમુક વિશિષ્ટ પ્રકારનું જ કેમ પસંદ કર્યું, એના કથાવસ્તુમાં શા માટે નાવીન્યનો અભાવ છે આદિ. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે પ્રેમાનંદ એના યુગનું સંતાન છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓને મન ઈહજીવનમાંથી મુક્તિ અપાવનાર, મોક્ષદા ભકિત મહત્ત્વની હતી. પ્રેમાનંદ એ સમાજનું ફરજંદ છે, એટલે એના સર્જનમાં પણ ભક્તિ આલેખાઈ છે. પણ આ સર્જકને મન ભક્તિની સાથે સાથે જનમનરંજન પણ અગત્યનું છે. જોકે એ સમાજમાં મનોરંજનની ભૂમિકા કેવી હતી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. પ્રેમાનંદના સમય સુધી વ્યવસ્થિત રંગભૂમિ નહોતી. એ કાળે સાહિત્ય સિવાયનાં મનોરંજનનાં કેટલાંક સ્વરૂપો પ્રચલિત હશે. પણ નાટક જેવાં સમૂહમાધ્યમો મળતાં નથી. સૌ પ્રથમ નરસિંહમાં ‘નાટક’ શબ્દનો ઉલ્લેખ મળે છે.૬<ref>૬. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’- સંશોધક સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા, ‘નાટક દેખી નંદસુતનું નરસૈંયાની સૂધ ટળી” (ચાતુરીઓ – ૧૯, પૃ. | આ સમયસંદર્ભમાં પ્રેમાનંદના સાહિત્યસર્જનને જોતાં એવા પ્રશ્નો ઉદ્ભવે કે એણે સાહિત્યનો અમુક પ્રકાર જ કેમ ખેડ્યો, વિષયવસ્તુ પણ અમુક વિશિષ્ટ પ્રકારનું જ કેમ પસંદ કર્યું, એના કથાવસ્તુમાં શા માટે નાવીન્યનો અભાવ છે આદિ. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે પ્રેમાનંદ એના યુગનું સંતાન છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓને મન ઈહજીવનમાંથી મુક્તિ અપાવનાર, મોક્ષદા ભકિત મહત્ત્વની હતી. પ્રેમાનંદ એ સમાજનું ફરજંદ છે, એટલે એના સર્જનમાં પણ ભક્તિ આલેખાઈ છે. પણ આ સર્જકને મન ભક્તિની સાથે સાથે જનમનરંજન પણ અગત્યનું છે. જોકે એ સમાજમાં મનોરંજનની ભૂમિકા કેવી હતી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. પ્રેમાનંદના સમય સુધી વ્યવસ્થિત રંગભૂમિ નહોતી. એ કાળે સાહિત્ય સિવાયનાં મનોરંજનનાં કેટલાંક સ્વરૂપો પ્રચલિત હશે. પણ નાટક જેવાં સમૂહમાધ્યમો મળતાં નથી. સૌ પ્રથમ નરસિંહમાં ‘નાટક’ શબ્દનો ઉલ્લેખ મળે છે.૬<ref>૬. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’- સંશોધક સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા, ‘નાટક દેખી નંદસુતનું નરસૈંયાની સૂધ ટળી” (ચાતુરીઓ – ૧૯, પૃ. ૧૦૭) ‘નાનકડી નાટકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે’… (હિંડોળાનાં- પદ, પૃ. ૨૫૨)</ref> પણ મધ્યકાળમાં નાટકો ભજવાતાં નહોતાં. એ સમયે ગુજરાતી નાટકોની લિખિત કે ભજવણીની કોઈ પરંપરા હોવાનું જાણવા મળ્યું નથી. એ સમયે અન્ય સાહિત્યસ્વરૂપો પણ લોકપ્રિય હતાં અને એ દ્વારા પણ જનતાને મનોરંજન મળતું હતું; પણ પદ્યવાર્તા, પ્રબંધ, ફાગુ, પદ વગેરે પ્રચલિત સાહિત્યપ્રકારોને બદલે પ્રેમાનંદે બહોળા લોકસમુદાયને આવરી લે એવા વિશેષ લોકપ્રિય અને જનતાને ભરપૂર મનોરંજન પીરસી શકે એવા આખ્યાનનો સાહિત્ય-પ્રકાર ખેડ્યો. પ્રેમાનંદ લોકહૃદયનો અચ્છો જાણકાર હતો. એ સમયના લોકો ધર્માભિમુખ હતા. પરિણામે પૌરાણિક સાહિત્યમાંથી વસ્તુ લઈને રચાયેલાં આખ્યાનો – જે ભક્તિનો જ મહિમા કરતાં હતાં— તે વિશેષ લોકપ્રિય નીવડે એમ હતાં. એ સમયે ગામડાંઓમાં જૈન કરતાં જૈનેતરોની સંખ્યા વધુ હતી અને આ આખ્યાનનો સાહિત્યપ્રકાર વધારે પ્રમાણમાં શ્રોતાગણ લઈ આવતો. આખ્યાનનું સ્વરૂપ જનતાને મનોરંજન અને ધર્મસંસ્કાર ઉભયની લ્હાણ કરતું હોવાથી પ્રેમાનંદે એના પર હાથ અજમાવ્યો. પ્રેમાનંદ પાસે હિંદુપરંપરાનો, બ્રાહ્મણપરંપરાનો સંસ્કારવારસો છે. પોતાની કૃતિઓમાં એણે આ સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે, જતન કર્યું છે, એને સાચવી છે. એની એક પણ કૃતિમાં એવું વર્ણન નથી, જે એને અબ્રાહ્મણ ઠરાવે. પ્રેમાનંદે જીવનને નજીકથી જોયું છે. એનાં આખ્યાનોમાં આવતા સામાજિક રીતરિવાજો, વસ્ત્રાભૂષણો વગેરેના નિરૂપણમાં સમાજપરંપરા સાથેનો એનો ઘરોબો પરખાઈ આવે છે. એ જીવનધર્મી કવિ છે. ધર્મ, ઈશ્વર પ્રત્યેનું એનું વલણ આસ્તિક્તાનું છે. એ ધર્મનું મૂલ્ય સમજે છે. એટલે જ તે લોકોને આકર્ષણ રહે એવાં ધાર્મિક કથાવસ્તુવાળાં આખ્યાનોનું કથન કરે છે. પોતાનાં આખ્યાનોમાં એણે ભક્તિનો મહિમા કરતાં પાત્રો જ પસંદ કર્યાં છે, જે એની ધર્મપરાયણતા સૂચવે છે. એની કવિતામાં જોવા મળતો પ્રાસાદિકતાનો ગુણ પણ સંભવતઃ એના પ્રસન્ન વ્યક્તિત્વનો પરિચાયક છે. તત્કાલીન સમાજનાં વિવિધ પાસાઓમાં એને ખૂબ રસ પડ્યો છે. એટલે જ પ્રણાલિકાભંગનો પ્રશ્ન પ્રેમાનંદના સાહિત્યના સંદર્ભમાં ઊઠતો નથી. સમાજને આંચકો આપવાનો એનો હેતુ જ નથી. અલબત્ત, પ્રેમાનંદ જેવા મધ્યકાળના મોટા ગજાના કવિનું સર્જન જોતાં પણ આપણને જણાય છે કે, એનું દર્શન કંઈ શંકરાચાર્યના તત્ત્વદર્શન જેવું આગવું નથી, એમાં કોઈ નવું દૃષ્ટિબિંદુ કે નૂતન ઉન્મેષ નથી. મધ્યકાળના સમગ્ર સાહિત્યમાં કોઈનુંયે જીવનદર્શન-તત્ત્વદર્શન મહત્ત્વનું કે નવું નથી. પ્રેમાનંદના જીવનદર્શન-તત્ત્વદર્શન તેમ સમાજદર્શનમાં પરંપરાનો પ્રભાવ છે જ. તેનું પરંપરા સાથે અનુસંધાન-સાતત્ય પણ છે જ. આખ્યાનોમાં પ્રેમાનંદનું જે સમાજદર્શન છે, એમાં પૂર્વપરંપરાનો લાભ એને ઓછો મળ્યો નથી. એ સિવાય પણ એની પાસે જે પ્રાસ, ઢાળ, વર્ણનશૈલી આદિ છે તે આવી પરંપરા વિના ન આવ્યાં હોત. એ ધ્યાનપાત્ર છે કે એણે કોઈ સાહિત્યસ્વરૂપ કે theme પોતાની જ કલ્પનામાંથી સાંગોપાંગ ઊભું કર્યું હોય એવું જણાતું નથી. એણે જે વાક્શૈલી- કથનશૈલી અપનાવી છે, એ પણ પરંપરાના પ્રસાદરૂપ છે. એણે જે કંઈ કર્યું, એમાંથી જો પરંપરાને બાદ કરીએ તો ઠીકઠીક હિસ્સો બાદ થઈ જાય. એણે જે કંઈ આગવી સાહિત્યિક સિદ્ધિઓ મેળવી છે તે કોઈ અકસ્માત નથી, પણ એમાં આખી પરંપરાનો ફાળો છે જ. પ્રેમાનંદે પરંપરામાંથી ઘણુંબધું લીધું હોવા છતાં એની રજૂઆત સ્વકીય રહી છે. | ||