મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩)|રમણ સોની}} <poem> મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી રે, ::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૩)| | {{Heading|પદ (૩)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
મુખડાની માયા લાગી | મુખડાની માયા લાગી |
Latest revision as of 05:50, 14 August 2021
પદ (૩)
મીરાં
મુખડાની માયા લાગી
મુખડાની માયા લાગી રે,
મોહન! તારા મુખડાની માયા લાગી રે.
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું રે.... મોહન
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે.... મોહન
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;
તેને તે ઘરે શીદ જઈએ રે? મોહન
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રંડાવાનો ભય ટાળ્યો રે... મોહન
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે... મોહન