મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૬): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૬)|રમણ સોની}} <poem> આ દિલ તો ખોલીને દીવો કરો તમે જાણી લો સમુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૧૬)| | {{Heading|પદ (૧૬)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
આ દિલ તો ખોલીને દીવો કરો | આ દિલ તો ખોલીને દીવો કરો |
Latest revision as of 05:53, 14 August 2021
પદ (૧૬)
મીરાં
આ દિલ તો ખોલીને દીવો કરો
તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે,
આ રે, કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગારા રે.
આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે.
આ રે કાયામાં છે હાટડાં રે હો જી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હો જી,
દેજો અમને સંત ચરણે વાસેરા રે.