મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૭: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭| રમણ સોની}} <poem> "લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૭| | {{Heading|પદ ૭| અખાજી}} | ||
<poem> | <poem> | ||
"લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહોર ન આવે રે; | "લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહોર ન આવે રે; |
Latest revision as of 06:39, 14 August 2021
પદ ૭
અખાજી
"લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહોર ન આવે રે;
માહારું કહ્યું તું માન, માનુની! જો તાહારે મન ભાવે રે.
આઠે પોહોર રહે ઘૂંઘટમાં, મનમાં જાણે હું જાગી રે;
તાહારો જાગણો નીંદ સરીખો, જો સાચે સંગ ન લાગી રે.
ગળે બાંહોલડીનો મર્મ ન જાણ્યો, બાહાર ફરે બુધ્યહીણી રે;
તેરી ચતુરાઈ મૂરખ હોય નીમડી, જો વાત ન સમઝી ઝીણી રે.
સરખી સહિયરમાં હરતી ને ફરતી, પણ લાભ લીધા વિના લૂખી રે;
આછો અંગ દિખાયો લોકનમેં, પણ ભોગ સમે રહી ભૂખી રે.
લટકાળા લાલસું લાહો ન લીધો, ગાયો નહીં જસ ન્યારો રે;
ભલે ભૂલી તું ભોળી ભામિની" કેહેત અખો સોનારો રે.