અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઝીણા ઝીણા મેહ: Difference between revisions
Jump to navigation
Jump to search

ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક• સ્વર: અનાર શાહ

MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

Line 23: | Line 23: | ||
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)}} | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/80/Jheena_Jharamar_Varase_Meh-Paramparik.mp3 | |||

ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક• સ્વર: અનાર શાહ | |||

Revision as of 17:55, 19 August 2021
ઝીણા ઝીણા મેહ
ન્હાનાલાલ દ. કવિ
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હે! ભીંજે મારી ચૂંદલડી.
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)
ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક• સ્વર: અનાર શાહ