અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 22: Line 22:
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
અંતરની આંખડી લ્હોવી જરી.
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)}}
</poem>
</poem>

ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/57/Bhomiya_Vina-Umashankar_Joshi.mp3

Revision as of 22:19, 21 August 2021

ભોમિયા વિના

ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)

ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન: