શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ: Difference between revisions

Created page with "== શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ / સુમન શાહ == {{Poem..."
 
No edit summary
 
(13 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
== શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ / સુમન શાહ ==
{{SetTitle}}
{{Poem2Open}}  
{{Heading|શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ | સુમન શાહ}}
    આ લેખમાં ગુલામમોહમ્મદ શેખના ‘અથવા અને’ (૨૦૧૩) સંગ્રહની કાવ્યસૃષ્ટિ મને કેવી લાગી એ વર્ણવવાનો એક પ્રયાસ છે :
<br>
  સમર્થ અછાન્દસકારોમાં ગુલામમોહમ્મદ શેખ મોખરાનું નામ છે. જોકે એવી ઓળખ એમને બહુ ગમી નથી. આજથી ૨૮ વર્ષ પર મેં એમનો એક સુ-દીર્ઘ ઇન્ટર્વ્યૂ કરેલો --મારા તન્ત્રીપદે ચાલેલા ‘સન્ધાન’ સમીક્ષા-વાર્ષિકના ૧૯૮૬-ના અંક માટે. મારા એક પ્રશ્નના ઉત્તરમાં એમણે મને કહેલું કે ‘આ જે છંદ-છાંદસ કે અછાંદસની જે પરિભાષા છે તે મને કદી સાચી રીતે સમજાઇ નથી...આ બધાં લટકણિયાં છે...ઓળખવા માટેની આ બધી, પરીક્ષામાં લખવા માટે કામ લાગે એવી, સંજ્ઞાઓ છે, કદાચ.’ જોકે એમણે ઉમેરેલું કે ‘પરંતુ હું જે લખું છું તેના માટે અછાંદસનું લટકણિયું કોઇએ લગાડ્યું હોય, તો મને કંઇ એવો વાંધો નથી.’ (‘સન્ધાન’ : ૧૯૮૬ : પૃ. ૧૮૫).
<br>
    એમની એ રીતની વાત સાથે હું સમ્મત હતો, આજે પણ છું. તેમછતાં, અછાન્દસ શીર્ષક હેઠળ આપણે ત્યાં સર્જન-સમીક્ષાની જે જૅનેરિક ટૅક્સ્ટ પ્રભવી અને એને અનુસરતો જે હાર્ડ-કોર ડિસ્કોર્સ જામ્યો એ ગુજરાતી સાહિત્યની એક બેજોડ ઐતિહાસિક ઘટના છે. એના એક નિત્યના સહભાગી તરીકે મારી માન્યતા બંધાઇ છે કે આપણે ત્યાં અછાન્દસના એ ઇતિહાસની ચર્ચા-વિચારણાને ભરપૂર અવકાશ છે. જુઓ, છાન્દસ માધ્યમની પરમ્પરા સાથે છેડો ફાડીને વિકસેલા અછાન્દસને આપણે બહુ ચોક્કસ અર્થમાં આધુનિક સંવેદનાનું પ્રયોગશીલ કવિતા-સાહિત્ય લેખ્યું છે. વિચ્છેદ એ પ્રકારે કાવ્યમાધ્યમની પરમ્પરાથી થયેલો, સાથોસાથ, કાવ્યવસ્તુ કાવ્યપ્રકાર અને કાવ્યબાનીની પરમ્પરાઓથી પણ થયેલો. પરિણામે એ એક બહુ-પરિમાણી નવોન્મેષ હતો. એમ થવાનાં અનેક ચોક્કસ કારણો હતાં. મુખ્ય તો એ કે સર્જનાત્મક અભિવ્યક્તિ લક્ષ્ય હતું અને એ માટે કવિચેતનાએ પ્રયોગોનો સાહસિક માર્ગ પકડ્યો હતો. એ માર્ગનું નામ પડ્યું હતું, રૂપનિર્મિતિ. આમ સંવેદના અને રૂપ બન્ને બાબતે ગુજરાતી કવિતાનો અ-પૂર્વ કાયાકલ્પ થયેલો. એવા અર્થપૂર્ણ નવોન્મેષ વિશે ઇતિહાસકારો તેમજ નવી પેઢીના વિચારકો સમુપકારક અધ્યયનો કરે તો ડિસ્કોર્સ હજી પણ વિકસી શકે. આ લેખમાં હું એવા કોઇ પ્રકારે ઉપકારક થવા ચાહું છું...
    હું વિષય પર આવું : પોતાના પ્રારમ્ભકાળે શેખને પરમ્પરાગત પદ્ધતિની કવિતા કરી જોયાનો અનુભવ હતો. (સરખાવો : શેખ : ‘...ગીત, ગઝલ, ગરબા, સૉનેટ સુદ્ધાં લખ્યાં. વાર્તાઓય ઘસડી, વિશેષાંકોને ધ્યાનમાં રાખી ફરમાસુ ચીજો તૈયાર કરી.’ --પૃ.૧૬૫ અને એ પછીના બધા જ પૃષ્ઠ-ક્રમાંક ‘અથવા અને’-ના છે ). પણ એમની સર્જકચેતનાએ ક્રમે ક્રમે પોતાનો આગવો માર્ગ શોધી લીધો અને પછી તો એ માર્ગ ઉત્તરોત્તર વિકસ્યો. એ પછી શેખ હમેશાં આધુનિક કવિ જ દીસ્યા છે.
    એક બીજું પણ બન્યું. એ આગવો માર્ગ એમની ચિત્રકાર તરીકેની પ્રતિભાને કારણે વળી પાછો વધારે આગવો બની રહ્યો. (સરખાવો : શેખ : ‘...પણ ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી. ઊંડે ઊંડે આધારના ભણકારા વાગે પણ નિરાંત નહીં. અસ્વસ્થતાની ધાર નવા નવા ખૂણા કાઢતી જાય. કેટલાંય ઇન્દ્રિયેતર પરિમાણોને પામવા ભાષા વામણી લાગે...’ --૧૬૭). એવા બેવડા ડિફરન્શિયેશનને કારણે, વ્યાવર્તનને કારણે, શેખ આપણે ત્યાં અઘરા કવિ ગણાયા.
  પરન્તુ શેખની એ નિજી સર્જકતાથી સાહિત્યકલા અને ચિત્રકલાનો પાયાનો બલકે મૂળગામી --રૅડિકલ-- સંયોગ અને પ્રયોગ જે થયો તે ગુજરાતી કવિતા-સાહિત્યમાં પહેલી વાર થયેલો. પણ એ વિશે ખાસ કશી નોંધ ન લેવાઇ. એમની એ વિશિષ્ટ કવિતા અને અનોખી સર્જકચેતના વિશે પણ કશો નોંધપાત્ર વિમર્શ-પરામર્શ ન જન્મ્યો. લગભગ સામ્પ્રત સુધી એઓ હમેશાં માત્રઉલ્લેખનીય રહ્યા. આ હકીકત અન્ય આધુનિકોનાં વારંવારનાં વારણાં-ઓવારણાંની પડછે ગમ્ભીર ગણાવી જોઇએ.       
  ૧૯૮૩-માં દાહોદ-કૉલેજમાં ‘વિવિધ વિવેચનાત્મક અભિગમો’ વિષયક પરિસંવાદમાં મેં એમની ‘કબ્રસ્તાનમાં’ રચના વિશે વક્તવ્ય આપેલું. (મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં સંઘરાયું છે --૧૯૮૬). ત્યારે મેં કહેલું કે શેખ અને એમની કવિતાસૃષ્ટિ સાથે આપણે ઘરોબાથી નહીં પણ એના અભાવથી સંકળાયેલા છીએ.
      આજે તો એ અભાવ ઘણો દૃઢ થયો ભાસે છે. ૧૯૭૪-માં પ્રકાશિત ‘અથવા’-માં ‘અને’ ઉમેરીને ૩૯ વર્ષ પછી શેખ આ સંગ્રહ રૂપે રજૂ થયા છે ત્યારે ફરીથી તક જન્મી છે કે આપણે એમની કાવ્યસૃષ્ટિ સાથે ઘરોબો કેળવીએ અને એ પ્રકારે એ અભાવનું નિરસન કરીએ...
*** *** ***


  લેખ આ સ્થાનેથી બે ભાગમાં વહેંચાઇ જાય છે : પહેલામાં, મેં એમને એક આગવા આધુનિક કવિ તરીકે વર્ણવ્યા છે. બીજામાં, મેં એમને એક ચિત્રકાર-કવિ તરીકે વર્ણવ્યા છે.
ભાગ : ૧
    મેં જણાવ્યું એમ અછાન્દસને આપણે આધુનિક સંવેદનાનું કવિતા-સાહિત્ય ગણ્યું છે. શેખને આપણે એ દિશાના કવિ કહીએ છીએ. સૌ પહેલાં હું એ શેખની વાત કરું :
૧ : ૧
  સામાન્યપણે શેખની સૃષ્ટિમાં આ બધા સંકેતો અવારનવાર આવે છે : બપોર, શબ્દો, સાપ, પવન, ઘુવડ, મૃત્યુ, અન્ધકાર, ઇશ્વર, સેતાન, દેવદૂતો, કબ્રસ્તાન, પેગમ્બર, કયામત, વગેરે.
  આપણે જોયું છે કે એક સરેરાશ આધુનિકમાં આવા સંકેતોમાં છુપાયેલી પ્રતીકાત્મક સમ્પત્તિનો લાભ લેવાનું વલણ જોશપૂર્વક સ્થિર થયેલું. એક ચોક્કસ સમજથી આપણે આધુનિક કવિતાને પ્રતીકધર્મી ગણેલી. પણ શેખની સર્જકચેતના આ પરત્વે આગવી છે. એમની સૃષ્ટિમાં આવા બધા સંકેતોનું ફન્ક્શન, કાર્ય, સાવ જુદું છે :
  એ સંદર્ભમાં મારું પહેલું નિરીક્ષણ આ પ્રમાણે છે : તેઓ સંકેતના નિયત શબ્દાર્થનો તેમજ માનવીય અધ્યાસોને કારણે તેને ચૉંટતા રહેતા અ-નિયત પ્રતીકાર્થનો, બન્નેનો, તાગ કાઢવા તાકે છે. રચનામાં કાવ્યનાયક આ નિયત અને આ અ-નિયતનાં વિવિધ સાયુજ્ય રચે છે : શબ્દાર્થ અને પ્રતીકાર્થ સાથે સાથે હોય --સન્નિધીકરણ પામ્યા હોય : આઘાત-પ્રત્યાઘાતની રીતે વર્તતા હોય : ચિત્રના લસરકાઓની જેમ આલેખાતા હોય : કથાના શકલોની જેમ એમને વિશે કથન થતાં હોય : કે પછી છૂટા રહીને એ પોતાની સ્વૈર ગતિએ અમસ્તા જ વિહરતા હોય. ટૂંકમાં, એમની એવી લીલા સંભવી હોય છે.
    જોકે એક મહત્ત્વની વાત : ચિત્રકાર શેખની રચના સંકેત સંકેતથી વિસ્તરનારું કાવ્ય હોય છે --ભાષિક હસ્તિ. એ કારણ મોટું છે. એટલે એવાં સાયુજ્ય પછી પણ રચનાઓ શબ્દસૃષ્ટિ હોય છે. એટલે એમાં કશું ને કશું શબ્દાર્થદ્રવ્ય તો પ્રભવે જ પ્રભવે. શેખની રચનાઓમાં એ પ્રભવે છે બલકે ઉમેરાતું ચાલે છે --એનો ઉપચય થયા કરે છે --અર્થનું એક જાતનું કન્ટિન્યુડ્ ઍક્યુમિલેશન થયા કરે છે.
    શબ્દસૃષ્ટિ હોવાથી એમાં બે ભાત ઊપસે છે : એક તો એમ કે કોઇ-ને-કોઇ સંદર્ભમાં આ સંકેતોથી જન્મ-જીવન-મરણ જેવી સાર્વત્રિક નિયતિ સૂચવાય છે. અને બીજું એમ કે એ નિયતિના ઓછાયા-પડછાયા હેઠળ વિકસતા રહેતા માનવીય અસ્તિત્વને જે આકારો મળ્યા છે તે સૂચવાય છે.
    મારું એમ પણ માનવું થયું છે કે નિયત શબ્દાર્થ અને અ-નિયત પ્રતીકાર્થની આ દ્વિવિધ ભાતમાં શેખના કાવ્યનાયકની જુદી જુદી અવસ્થાઓ આપણી સામે ઊઘડે છે --એ  આપણને દેખાય છે, સંભળાય છે, આપણાથી સ્પર્શાય છે --સો પાલ્પેબલ. છેવટની ઉપલબ્ધિ એ કે સઘળી એ લીલાને પરિણામે કાવ્યમાં શરૂ થયેલી ચાલુ વાતનું એક લાલિત્યસભર હૅપનિન્ગમાં રૂપાન્તર થઇ જાય છે --જેને સર્વસાધારણ રીતે આપણે કાવ્યના સૌન્દર્યનો આવિર્ભાવ કહીએ છીએ; કલાનુભવની તક કહીએ છીએ.
    દાખલા રૂપે રચના લઇને વાતનું સમર્થન કરી જોઉં : પૃષ્ઠ ૧૮ અને ૧૯ ઉપર બે રચનાઓમાં બપોર છે :
    પહેલી રચનાના કેન્દ્રમાં તો બે જ વસ્તુ છે : કાવ્યનાયક અને બપોર. બન્ને સંકેતો સૌને જાણીતા છે. પણ એમાં ઉમેરાય છે કાળોતરા શબ્દોની ચીબરી. શબ્દો, કાળોતરા શબ્દો અને ચીબરી જાણીતાં છે પણ એ પ્રકારે એમનું સાયુજ્ય શરૂ થાય છે. ત્રિભેટો સૌને જાણીતો છે પણ એમાં કાવ્યનાયકનું એને કરવત લઇ વહેરી નાખી બપોરનાં પાંસળાં ભાંગી નાખ્યાં --જાતનું વ્યંજનાગર્ભી કથન ઉમેરાય છે. હવે જુઓ, બપોરના કૂતરા, નાયક અને, હજી કેમ મારી પથારીની આજુબાજુ ભેગા થાય છે નામનો એનો મૂંઝારો --સાયુજ્ય આગળ વધ્યું. એથી પણ આગળ વધ્યું : બપોર નાયકનાં આંગળાંમાં લટકી રહી. એવી બપોરમાં તમતમતી પાનીમાં લાળના અને કાનસના ઘસરકા જેવી નાયકની ઉપમાગત વેદના ભળી. હવે એવી બપોર એનાં હાડકાંમાં તડતડ ફૂટવા લાગી. હવે એવી બપોરને એ ફૂંકી દેવાનું, ડામી દેવાનું, કહેવા લાગ્યો. છેલ્લે એવી બપોર એને પશુ ભાસે છે. એ એને વધેરી નાખવા, હણી નાખવા કહે છે. કેમકે એને ડર લાગે છે કે --નહિ તો એનો હડકવા બધી ભીંતોને, બધાં ઝાડને, બધાં ફૂલને, બધાં પંખીને લાગી જશે.
    આવી શબ્દસૃષ્ટિથી ક્રમે ક્રમે અર્થોપચય તો જરૂર થયો પણ દેખીતી રીતે જ એ ખાસ્સો અટપટો છે. વ્યાવર્તક ફર્ક એ છે કે એવી લાક્ષણિક સૃષ્ટિ ભાવકના ભાવન નામના જાણીતા મુકાબલાની નવ્ય ભૂમિકા બની અને તેથી ભાવકને એથી ખાસ ફાવ્યું નહીં. ખાસ તો એ પોતાના સંચિત સામર્થ્યને કામે લગાડી શક્યો નહીં બલકે કાયમની એની અનેક ટેવો વચ્ચે આવી.
    બીજી રચનામાં, નાયક જાણીતી વાત કરે છે કે બપોરની ઊંઘનો સ્વાદ અનેરો હોય છે; એ રાત્રિનિદ્રા જેવી પરિપક્વ હોતી નથી. ભલે; આ રચનામાં હવે આગળની રચનાનો ભાવકને લાધેલો સંસ્કાર કામ કરવાનો. એ સંસ્કારના બળે કરીને બપોરને હવે કાચા ખરી પડેલા ફળ જેવી કઠણ સ્વીકારવામાં એને તકલીફ નથી પડતી. ભાવકનું આ ઓરિએન્ટેશન આગળ ચાલે છે : નાયક એ ફળને પોતાના તળના કોઇ અંધાર ખૂણે કરડતો હોય, એ એના હાથમાંથી છૂટીને દડી જતું હોય, આખરે એનો પંજો એને પકડી પાડતો હોય, એકાદ ઝાપટમાં એ એને ઉઝરડી નાખતો હોય, વગેરે. કહો કે, ભાવક સામે કાવ્યનાયકનો એવો એક અતિ-વાસ્તવી મનો-ઝંઝાવાત આલેખાય છે. એવા બનાવના સાક્ષી થવામાં હવે ભાવકને ખાસ્સો રસ પડે છે. આગળની રચનામાં બપોરને કાવ્યનાયકે પશુ કહેલી, વધેરવા, હણી નાખવા કહેલું. હવે એ બપોર હિંસક પશુ છે અને એ કહે છે : ‘હું હિંસક પશુનું ભક્ષ્ય સાથેનું તાદાત્મ્ય ભોગવું છું.’ નિદ્રા પરિપક્વ થઇ ફૂટે એ ક્ષણે એ અનુભવે કે પોતે કયામતના ન્યાયથી અસંતુષ્ટ વિશ્વકાય પશુમાનવ જેવો છે અને જણાવે કે પૃથ્વીને કરડી જવા દાંત ભેરવું છું, ત્યારે એને એમ બોલતો જોવામાં ભાવકને એટલો જ રસ પડે છે.
  મહત્ત્વ એ મુદ્દાનું છે કે કાવ્યનાયકનું એ અન્તિમ કથન બન્ને રચનાઓનાં તમામ સાયુજ્યોને ઊંડળમાં લેતું એક જબરું અર્થસૂચન છે. જબરું એ રીતે કે એથી કાવ્યનાયકને કશું એક-ચોક્કસ કહેવું કે સૂચવવું નથી. એની ચેતના તો શબ્દ અને ચિત્રનાં સાયુજ્યોમાં રત-નિરત રહી છે. એ સંયોજન એવું નથી કે જેના આધારે ભાવક એક આખા હૅપનિન્ગનો કશો એકરૂપ સાર પકડી શકે. આ સૃષ્ટિમાં એકદમ હાથમાં આવી જાય એવું, કશું કડીબદ્ધ અને ક્રમાનુસારી નથી. ભાવકને એ મૂંઝવે છે. જોકે મારી દૃષ્ટિએ એથી ભાવક પર ઉપકાર થયો છે --એનું ઓરિઍન્ટેશન આગળ વધી શકે એવો ઉપકાર. એ વિશે હવે પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦).
૧ : ૨
    શેખની સર્જકચેતના અન્ય આધુનિકોથી શી રીતે આગવી છે એ સંદર્ભમાં મારું આ બીજું વધારાનું નિરીક્ષણ પણ જુઓ :
    સામાન્યપણે શેખની સૃષ્ટિમાં શરીર સાથે જોડાયેલા આ બધા સંકેતો પણ ખાસ આવે છે : ચામડી, જીભ, પાંસળાં, પેટ, હાથ, પંજા, આંગળાં, પગ, લોહી, ગર્ભ, શિશ્ન, યોનિ, વગેરે. શેખે પ્રયોજેલી, સંયોજેલી, ક્રિયાઓ પણ એટલી જ ધ્યાનપાત્ર છે : સામાન્યપણે એમની સૃષ્ટિમાં ક્રિયાવાચી શબ્દો કે ક્રિયાપદો ખાસ્સાં અરૂઢ હોય છે : મસળવું, સીવવું, છંછેડવું, ઑગળવું, ઝમવું, ભસવું, કોચવું, ઝરેરવું, વધેરવું, ગંધાવું, કરડવું, ચાટવું, ખરવું, વરસવું, મૂતરવું, બકવું, નાસવું, સળગવું, બોળવું, ઢોળવું, ઑકવું, હાંફવું, સંભોગવું, વગેરે.
    એક સરેરાશ આધુનિકથી શેખ અહીં પણ સાવ ઊફરા દીસે છે. એમની સૃષ્ટિમાં આ સંકેતોનું ફન્ક્શન, કાર્ય, પણ જુદું છે. અહીં પણ એમનામાં નિયત શબ્દાર્થ અને અ-નિયત પ્રતીકાર્થની દ્વિવિધ ભાત ઊપસી છે. અહીં પણ એઓ આ સંકેતોમાં છુપાયેલી પ્રતીકાત્મક સમ્પત્તિનો ઉભડક લાભ નથી ઉઠાવતા બલકે એનો શક્યતમ તાગ કાઢે છે.
    આ સંકેતોથી સૂચવાતી ક્રિયાઓ સાથે એના કર્તાઓ તો જોડાય જ પણ રચનામાં સંયોજાયેલું બધું જ સંકળાતું ચાલે : કોઇ-ને-કોઇ સંદર્ભમાં આ સંકેતો સાયુજ્યધર્મી બની રહે છે અને એ સાયુજ્યો પણ આદિમ બળો-પરિબળોને અને તે સાથે સંકળાયેલી જૈવિક ક્રિયાઓ અને એથી સંભવતી મૂળેરી --ઓરિજિનરી-- અનુભૂતિઓને ચીંધે છે. સમજાય એવું છે કે એ અનુભૂતિઓનો પણ નિયતિ સાથે જાણ્યે-અજાણ્યે જંગ મંડાયો હોય છે અને એથી પણ માનવીય અસ્તિત્વને આકારો મળ્યા હોય છે.
    જુઓ, આ ક્રિયાઓ શરીરધર્મી છે, વધારે તો જીવધર્મી છે. એટલે બને છે એવું કે એથી જીવન પ્રગટે છે. મનુષ્ય કે શેખનો કાવ્યનાયક જીવ ભાસે છે. એને વળગેલાં સામાજિક-સાંસ્કૃિતક આવરણો સરી ગયાં હોય છે. એની એવી કશી ભેદક ઓળખો નથી બચી. એ સર્વથા મુક્ત અને નિરાવરણ અનુભવાય છે. મારું એમ પણ માનવું થયું છે કે આ ભાતમાં પણ શેખના કાવ્યનાયકની જુદી જુદી અવસ્થાઓ ભાવક સામે ઊઘડે છે, એનાં આલેખન થાય છે, કથન થાય છે. એવી એક લીલા.
    જોકે અહીં મને એક નોંધપાત્ર ફર્ક જોવા મળ્યો છે : અહીં શરીર-રત-સંગત કર્તાઓ અને તેમની ક્રિયાઓનાં સાયુજ્ય આગળ થયાં છે --ફોરગ્રાઉણ્ડ થયાં છે. એટલે રચનામાં પ્રગટતો અર્થોપચય ગૌણ બની ગયો છે અને તેથી ક્રિયાઓનો, ઍક્શન્સનો, ઉપચય આગળ થયો છે --ખાસ નજરે ચડે છે. મારું ચોક્કસ મન્તવ્ય બંધાયું છે કે એ ક્રિયાઓથી કર્તાનું, કાવ્યનાયકનું, રચનામાંનું જી-વ-ન આગળ થયું છે. જોકે એ સાવ નિજી બલકે અ-સામાન્ય છે. એ જી-વ-ન એવું નથી કે ભાવક એનો ફટ દઇને સાક્ષાત્કાર કરી શકે. જોકે મારી દૃષ્ટિએ એથી પણ ભાવક પર ઉપકાર થયો છે --એનું ઓરિઍન્ટેશન આગળ વધી શકે એવો ઉપકાર. એ વિશે હવે પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦).       
      છેવટે અહીં પણ એ લીલાનું લાલિત્યસભર હૅપનિન્ગમાં રૂપાન્તર થાય છે અને ભાવકને સંભવિત કાવ્યસૌન્દર્યાનુભવની તક સાંપડે છે.
    મારી આ વાતના સમર્થન માટે ‘સદ્યસ્નાતા સદ્યવેશા...થી શરૂ થતી શીર્ષક વગરની રચના (૬૨-૬૩), ‘મીનમૂર્તિ’ (૬૪), ‘તક જતાં--’ (૬૬-૬૮), ‘વીતેલી વેળનો પડછાયો (૭૦-૭૧) અને ‘વહેલી સવારે’ (૭૨) રચનાઓ ખાસ જોવા જેવી છે :
    પહેલી રચનામાં, આરસની પગથી પર સરકતી સદ્યસ્નાતાની સાડીની આરની ધારને ઘસાતી સૂસવતી જોતો કાવ્યનાયક --એવો સજ્જ બળુકો નિરીક્ષક-- પણ જુઓ તો ખરા, પોતાને ગાભરો ભુરાટો ને ગંધથી છલોછલ અનુભવે છે ! એને કહે છે : ‘સદ્યાવતરા તું છકી સુરભિ થકી / ને હું છક્યો છાકથી.’ હવે જે કહે છે એમાં એની નિરીક્ષા અને વેદનશીલતાનું એક અપ્રતિમ સાયુજ્ય સંભવ્યું છે, સાંભળો : ‘તું સ્તનવાન માદા / હું વીર્યવાન શ્વાન / બીજું નથી સત્ય.’ અને ઉમેરે છે : માત્ર આપણા ઓગળવાની વેળ, / માત્ર / હણવાની / આ હણહણતી ક્ષણ.’ એને જાણે નિમન્ત્રણ આપતો કહે છે : ‘ઉગામ લગામ /  ફેંક ફોયણેથી પુચ્છ લગ જુવાળ / ફીણ ફીણ ખડક ક્ષીણ / થરથરે / ધણધણે / ચડે ઊતરે ચડે.’ હું ધારણા કરું છું કે ભાવક આ ક્રિયાઓ, કર્તા, અને તેના સમગ્ર ઉપચયને કલ્પી શકતો હશે.
    ‘મીનમૂર્તિ’-માં, પકડતાં જ સરી ઝણઝણાટી શી ઊપડીને ખરી જાય છે નિશ્ચેત, ઊભાં જળ સમી આંખમાં. પણ એ ક્ષણેકમાં જ રતિરંભણો જેવા મહત્ સંકુલ બનાવો, એ કહે છે એમ, ભજવાઇને થીજી જાય છે. તો વળી, એને જતી જોતાં કાવ્યનાયકને, વિશ્વ વાયુ થયું ઊડ્યું ને ગોરંભ્યા કર્યું, લાગે છે. કદાચ એવી અતિશયિત લાગણીને કારણે જ કહે છે : ‘ચાર આંખે, બાર હસ્તે, અઢાર આંગળે / ક્ષણું આ પળને / ભીંસું તને / કરડું / ત્રાડું / ભોગરત ભૂંડ શો...’ અને એવા આદિમ આવેગના જોરે મહા સત્ય ઉચ્ચારતો કહે છે : ‘આમ જ થયો’તો / પશુપાત / જ્યારે મત્ત વાનર / બે ઘરની છત વચ્ચે / વીર્ય વાટે વાનરીને ઊંચકી રહ્યો અધ્ધર...’ આવેગગ્રસ્ત ક્રિયાઓનાં કથન અને એ ક્રિયાઓ વચ્ચે જન્મેલા આઘાત-પ્રત્યાઘાતનું આવું જલદ પરિણામ-સંકુલ ભાવકને સુરમ્ય લાગતું હશે. 
    ‘તક જતાં--‘માં, કર્તા-ક્રિયાનાં આ સાયુજ્યો જોવા જેવાં છે : પોતે જોયેલા અશ્રુજાત ચહેરા માટે કાવ્યનાયક કેવું કેવું અનુભવે છે : ‘અરીસાની ઊખડેલી ચાંદીમાં / ચળાયો અડધપડધ / અડતાં અડ્યો ખડકખભો / આછેતરી માટી ખરી મ્હોર ખર્યો / મ્હોરી ન મ્હોરી રુવાંટી / અંગૂઠે જંતુ ચડતુંચડતું રહી ગયું.’ કહે છે : ‘ઝાંખી ભળાતી સુંવાળપ / જામા થકી ઝળકી / ને ટેરવે ટટળતી રહી ગઇ. / ગાલમાં ગરકાવ થઇ જીભ / ભોંયમાં ભોરિંગ ઊતરી ગયો.’ સમગ્ર સંયોજન ચિત્રવત્ કે ચલચિત્રવત્ છે છતાં નોંધવું રહે કે કાવ્યનાયકના એવા ક્રિયાઓથી સભર સંકુલ જી-વ-નનું જ સુ-વાચક છે. આશા રાખું કે એ એમ ભાવકને પહોંચતું હશે.
    ‘વીતેલી વેળનો પડછાયો’ શીર્ષક સૂચવે છે એમ એમાં સઘળું એઓની વીતેલી વેળની વેદના સમું છે. છતાં એમાં કશી રુરુદિષા કે રોકકળનું ગાયન નથી. સ્ત્રીને સ્તનવાન માદાના રૂપમાં ઘટાવી શકતો કાવ્યનાયક આ રચનામાં પોતાના લાક્ષણિક સ્તનાનુભવને આગળ કરે છે. આખી વાતને સુન્દર વાચા આપતાં કહે છે : એ, ઝીણી જાળી ભરેલી સફેદ ચોળી ને મલાઇ જેવી બ્રેસિયરમાં બાંધેલા હતા. બન્યું એવું કે એમાં એને અકળ આછા અધગોળા કબૂતરનાં શિર કાચાં જામફળ દીસ્યાં; જોકે પણ, અડ્યાં અડ્યાં ને ઊડી ગયાં. અહીં, ઊંધા હાથે અડધાં દબાયાં સ્તન ! --તે સૂચક પ્રશ્ન એ થયો કે ડીંટડી ક્યાં ગઇ ! જોકે, છાતી ને સ્તનની વચ્ચે અધીરા અનાથ હાથ હાંફે...ને છૂટે ફુવારો...જેવું ક્રિયા-સંકુલ પણ સંભવ્યું. દેખીતું છે કે આવું બધું તો ભાવક માટે અછતું ન જ રહે.
    સંલગ્ન રચનામાં, સ્તનનો એની શરીરી હાજરીથી ઉપરવટ જતો એક સૂક્ષ્મ મહિમા સ્ફુર્યો છે : ‘મૃગશીર્ષ વેળા / તૃણ પર કિરણનું / મરઘલું, માથે ઊડાઊડ.’ પોતાને વીર્યવાન શ્વાન સમજતો એ બીજા જ અન્તિમનું ઉમદા કથન કરતો કહે છે : ‘બધું અડાય / કૂણો હિરણ્યસ્પર્શ / ઊઘડે દ્વાર / ઊભો થાય સૂતો સંસાર / સરકેલી ક્ષણ સળવળે કણકણે, ઝણઝણે / ઝીણું ઝીણું પ્રસ્વેદ ઝમે આભ.’ મોટી વાત એ છે કે સમગ્ર ક્રિયાપટ પરથી પડછાયાના મૂળ કારણનું, એટલે કે છાયાનું, એક કલા-સ્પન્દન સ્ફુરે છે...પહેલી રચના બાબતે પાર ઊતરેલા ભાવક માટે, કહી શકાય કે આને પામવાનું એટલું મુશ્કેલ નહીં રહ્યું હોય.
  ‘વહેલી સવારે’-માં, એ પોતાની સ્ત્રીને હોડે લઇને ખેપે ચડવાનો જે મનસૂબો વ્યક્ત કરે છે એ સાંભળવાજોગ છે : ‘પરોઢિયા જેવી પાતળી ઊંઘને / અંધકારની પથારી પર મસળતો / તને હોડે લઇ ખેપે ચડું. / પછી કહે છે : ‘જો હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથી :’ / એ પછી, કે સાથે, જે થયું છે એ જુઓ : ભીની ધૂળમાં / વાંસ લળે પગ તળે સૃષ્ટિ ગળે / બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને / નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.’ આ અવાજ, સહસ્ર સોયની ધારે જાળીએ જાળીએ ચળાઇને જેના શ્વાસની હેલી ચડેલી એવા, મારે કહેવું જોઇએ કે ગુજરાતી કવિતામાં અ-પૂર્વ એવા, અ-દ્વિતીય કાવ્યનાયકનો હતો...ભાવકને એ એમ જ લાગ્યો હશે. 
૧ : ૩
    આ બધી જ રચનાઓમાં કર્તા-ક્રિયાનાં તમામ સાયુજ્ય એટલાં તો અનોખાં સાથોસાથ એટલાં તો વિશદ છે કે એના કશા વિશેષ વિવરણની મને જરૂર નથી જણાતી...
    પણ એક વાતની નોંધ લેવાનું અને લેવરાવવાનું યોગ્ય જણાય છે : આ તમામ રચનાઓમાં કાવ્યનાયક આલેખાતો-કથાતો ભલે છે; ભલે એનું જી-વ-ન જોવાતું છે; પણ નોંધ એ લેવાની છે કે આપણને સતત એનો અવાજ સંભળાય છે. મારું ચોક્કસ માનવું છે કે એ અવાજ કવિનો જ છે એમ માનવાની ભાવકને લાલચ થતી હશે. ટી.એસ. એલિયટ જેને પહેલો અવાજ કહે છે, એ છે એ : પોએટ ટૉકિન્ગ ટુ હિમસૅલ્ફ ઑર ટુ નોબડી : મારું મન્તવ્ય બંધાયું છે કે એથી પણ ભાવક પર મોટો ઉપકાર થતો હોય છે. એ ઉપકારની વાત પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦)


ભાગ : ૨ :
 
      હવે ચિત્રકાર-કવિ શેખની વાત.
 
૨ : ૧
{{Poem2Open}} આ લેખમાં ગુલામમોહમ્મદ શેખના ‘અથવા અને’ (૨૦૧૩) સંગ્રહની કાવ્યસૃષ્ટિ મને કેવી લાગી એ વર્ણવવાનો એક પ્રયાસ છે.
    પાંચેય લલિતકલાઓમાં સાહિત્યની કલા સર્વસમાવેશી છે. એટલા માટે કે શબ્દ વડે સ્થાપત્ય શિલ્પ ચિત્ર અને સંગીતકલાના લાલિત્યનો --ફાઇનનેસનો-- સાહિત્ય સાથે સંયોગ કરી શકાય છે. શબ્દમાં એવું સામર્થ્ય છે. એ પ્રયોજન રાખીને કોઇ સર્જક સંયોગ કરે તો રચનામાં અનોખું કલાસૌન્દર્ય પ્રગટે છે. પરમ્પરાઓની સરખામણીએ આધુનિક અને આધુનિકોત્તર સાહિત્યોના સમયપટ પર એવા અનેક સંયોગો પ્રગટ્યા છે. નાટક કે નવલ-નવલિકાના સંવિધાન માટે થયેલા અને થતા રહેતા સ્થાપત્ય શિલ્પ
સમર્થ અછાન્દસકારોમાં ગુલામમોહમ્મદ શેખ મોખરાનું નામ છે. જોકે એવી ઓળખ એમને બહુ ગમી નથી. આજથી ૨૮ વર્ષ પર મેં એમનો એક સુ-દીર્ઘ ઇન્ટર્વ્યૂ કરેલો --મારા તન્ત્રીપદે ચાલેલા ‘સન્ધાન’ સમીક્ષા-વાર્ષિકના ૧૯૮૬-ના અંક માટે. મારા એક પ્રશ્નના ઉત્તરમાં એમણે મને કહેલું કે ‘આ જે છંદ-છાંદસ કે અછાંદસની જે પરિભાષા છે તે મને કદી સાચી રીતે સમજાઇ નથી...આ બધાં લટકણિયાં છે...ઓળખવા માટેની આ બધી, પરીક્ષામાં લખવા માટે કામ લાગે એવી, સંજ્ઞાઓ છે, કદાચ.’ જોકે એમણે ઉમેરેલું કે ‘પરંતુ હું જે લખું છું તેના માટે અછાંદસનું લટકણિયું કોઇએ લગાડ્યું હોય, તો મને કંઇ એવો વાંધો નથી.’ (‘સન્ધાન’ : ૧૯૮૬ : પૃ. ૧૮૫).
એમની એ રીતની વાત સાથે હું સમ્મત હતો, આજે પણ છું. તેમછતાં, અછાન્દસ શીર્ષક હેઠળ આપણે ત્યાં સર્જન-સમીક્ષાની જે જૅનેરિક ટૅક્સ્ટ પ્રભવી અને એને અનુસરતો જે હાર્ડ-કોર ડિસ્કોર્સ જામ્યો એ ગુજરાતી સાહિત્યની એક બેજોડ ઐતિહાસિક ઘટના છે. એના એક નિત્યના સહભાગી તરીકે મારી માન્યતા બંધાઇ છે કે આપણે ત્યાં અછાન્દસના એ ઇતિહાસની ચર્ચા-વિચારણાને ભરપૂર અવકાશ છે. જુઓ, છાન્દસ માધ્યમની પરમ્પરા સાથે છેડો ફાડીને વિકસેલા અછાન્દસને આપણે બહુ ચોક્કસ અર્થમાં આધુનિક સંવેદનાનું પ્રયોગશીલ કવિતા-સાહિત્ય લેખ્યું છે. વિચ્છેદ એ પ્રકારે કાવ્યમાધ્યમની પરમ્પરાથી થયેલો, સાથોસાથ, કાવ્યવસ્તુ કાવ્યપ્રકાર અને કાવ્યબાનીની પરમ્પરાઓથી પણ
{{Right|''સુમન શાહ''}}
{{Right|''સુમન શાહ''}}
{{Poem2Close}}
{{Poem2Close}}