અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/ગ્રામ્ય માતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 59: Line 59:
<br>
<br>
<center>&#9724;
<center>&#9724;
[[ગ્રામ્ય_માતા|આસ્વાદ: ગ્રામ્ય માતા • ઉદયન ઠક્કર]]
[[ ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/ઉદયન ઠક્કર/ગ્રામ્ય માતા|આસ્વાદ: ગ્રામ્ય માતા • ઉદયન ઠક્કર]]
<br>
<br>
<center>&#9724;
<center>&#9724;

Revision as of 17:29, 22 August 2021

ગ્રામ્ય માતા

કલાપી

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરૂં છે નભ સ્વચ્છ, સ્વચ્છ દિસતી એકે નથી વાદળી;
થંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દિસે શુક ઉડી ગાતાં મીઠાં ગીતડાં!

         મધુર સમય તેવે ખેતરે શેલડીના,
         રમત કૃષીવલોનાં બાલ ન્હાનાં કરે છે!
         કમલવત ગણીને બાલના ગાલ રાતા,
         રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે!

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે!

         ત્યાં ધૂળ દૂર ઉડતી નજરે પડે છે,
         ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
         ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
         તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં!

ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુવે છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને,
જોતાં ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે!

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક એ ઉઠી ત્યારે, ‘આવો, બાપુ!’ કહી ઊભો.

‘લાગી છે મુજને તૃષા, જલ ભરી દે તું મને’ બોલીને,
અશ્વેથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાઓ જુવે;
‘મીઠો છે રસ ભાઈ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી!

         પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા,
         છૂરી વતી જરીક કાતળી એક કાપી;
         ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા
         ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા’,
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસ તણું કેમ હાવાં પડે ના?!
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં,

‘રસહીન ધરા થૈ છે; દયાધીન થયો નૃપ;
‘નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી.

         એવું યુવાન સુણતાં ચમકી ગયો ને,
         માતા તણે પગ પડી ઉઠીને કહે છે  :
         ‘એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ!
         ‘એ હું જ છું નૃપ; મને કર માફ ઈશ!

‘પીતો’તો રસ મિષ્ટ હું, પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું હતું –
‘આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં;
‘છે ત્હોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું વધારું હવે,
‘શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહિ?

         ‘રસે હવે દે ભરી પાત્ર બાઈ,
         ‘પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
         ‘સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
         ‘ત્હમારી તો આશિષ માત્ર માગું!’

પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ, અહો! છલકાવી પ્યાલું!



આસ્વાદ: ગ્રામ્ય માતા • ઉદયન ઠક્કર