અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/અમે ઇડરિયા પથ્થરો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 36: | Line 36: | ||
{{Right|અમદાવાદ, | {{Right|અમદાવાદ, | ||
ઉત્તરાયણ, ૧૪-૧-૧૯૭૭}} | ઉત્તરાયણ, ૧૪-૧-૧૯૭૭}} | ||
</poem> | |||
</ | <br> | ||
<br> | |||
<center>◼ | |||
[[ ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/નરોત્તમ પલાણ/અમે ઈડરિયા પથ્થરો | નિર્જીવ-સજીવ આંખની કરામત — નરોત્તમ પલાણ | |||
<br> | |||
<center>◼ |
Revision as of 13:22, 23 August 2021
ઉમાશંકર જોશી
(ફોટોગ્રાફ-કલાકાર શ્રી અશ્વિન મહેતા માટે)
મુઠ્ઠી ભરીને નાખેલ
બેફામ આમતેમ
કોઈ ક્રુદ્ધ દેવે
કાળની કચ્ચરો —
અમે ઇડરિયા પથ્થરો.
ભેંકાર તોતિંગ નગ્રતા
બખોલ ભરેલું મૌન
ભેખડે ઝઝૂમતી એકલતા
પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.
ટોક માથે અઘોર માનવથી મેડી
— રૂઠ્યાં મનનું માળિયું;
ક્યાંક આભઆધારે અભયચોકી;
ગઢની કરાડે અધભૂંસી સાહસપગથી;
પથ્થરિયા છાતી પર રૂપડાં મંદિર-છૂંદણાં...
ક્યાંક પડ્યા વેરવિખેર
ક્યાંક ગેબી ઢેર
કોઈ એકાક્ષ મહોરો
એકપંખ વિહંગ
ગેંડો પાડો ઊંટ
જાણે કાપાલિકની વિરાટ ખોપરી
કોઈ તપસીનું રુદ્રસિંહાસન
કોઈ અલૌકિક રૂપસી...
અંધ કૅમેરા-ચક્ષુ
જોઈ લે કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,
તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો જ કેવળ
મેલા ઘેલા
અમે ઇડરિયા પથ્થરો?
અમદાવાદ,
ઉત્તરાયણ, ૧૪-૧-૧૯૭૭
[[ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/નરોત્તમ પલાણ/અમે ઈડરિયા પથ્થરો | નિર્જીવ-સજીવ આંખની કરામત — નરોત્તમ પલાણ