અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions
Jump to navigation
Jump to search

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

No edit summary |
No edit summary |

Line 36: | Line 36: | ||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/57/Bhomiya_Vina-Umashankar_Joshi.mp3 | |url=https://wiki.ekatrafoundation.org/images/5/57/Bhomiya_Vina-Umashankar_Joshi.mp3 | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5e/Bhomiya_Vina-Ajiit_Sheth-Hariharan.mp3 | |||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/31/Bhomiya_Vina-Amar_Bhatt.mp3 | |||

ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી | |||

Revision as of 15:25, 24 August 2021
ભોમિયા વિના
ઉમાશંકર જોશી
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)
ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:
ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું
ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી