અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આજ વાદળીએ આખી રાત: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આજ વાદળીએ આખી રાત|કૃષ્ણલાલ શ્રીધરાણી}} <poem> આજ વાદળીએ આખી રા...") |
(No difference)
|
Revision as of 17:39, 26 August 2021
આજ વાદળીએ આખી રાત
કૃષ્ણલાલ શ્રીધરાણી
આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું…
નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં…
ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં; લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય…