26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
=={{Color|Blue|આઠમું દિલ્હી}}== | =={{Color|Blue|આઠમું દિલ્હી}}== | ||
<Poem> | |||
દિલ્હી દૂર નથી. | દિલ્હી દૂર નથી. | ||
| Line 31: | Line 30: | ||
નહિ જડશે તાજની છાપ; | નહિ જડશે તાજની છાપ; | ||
કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ. | કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ. | ||
થર પર થર ખડકાયા. | થર પર થર ખડકાયા. | ||
| Line 50: | Line 48: | ||
અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે. | અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે. | ||
અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે. | અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે. | ||
કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે. | કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે. | ||
| Line 64: | Line 61: | ||
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું. | ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું. | ||
મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું. | મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું. | ||
ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ. | ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ. | ||
| Line 86: | Line 82: | ||
નહિ જડશે તાજની છાપ. | નહિ જડશે તાજની છાપ. | ||
જડશે ચંદ્રક એક અનેક; | જડશે ચંદ્રક એક અનેક; | ||
નહિ જડશે શુદ્ધ વિવેક! | નહિ જડશે શુદ્ધ વિવેક!</Poem> | ||
<Poem> | |||
'''<big>એડન</big>''' | '''<big>એડન</big>''' | ||
જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: | જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: | ||
| Line 109: | Line 103: | ||
અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા! | અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા! | ||
કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા! | કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!</Poem> | ||
<Poem> | |||
'''<big>અરબી રણ</big>''' | '''<big>અરબી રણ</big>''' | ||
ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા; | ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા; | ||
| Line 129: | Line 121: | ||
સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી! | સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી! | ||
ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ કલ્પનાનો થતો! | ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ કલ્પનાનો થતો! | ||
—- ‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!’ | —- ‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!’ </poem> | ||
<Poem> | |||
'''<big>માલ્ટા ટાપુ</big>''' | '''<big>માલ્ટા ટાપુ</big>''' | ||
તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને | તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને | ||
| Line 152: | Line 142: | ||
રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું! | રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું! | ||
હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું! | હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું!</Poem> | ||
<Poem> | |||
'''<big>ગીઝાના પિરામિડો</big>''' | '''<big>ગીઝાના પિરામિડો</big>''' | ||
0 | 0 | ||
| Line 163: | Line 152: | ||
રુધિરના રાગ-વિષાદ છોડી | રુધિરના રાગ-વિષાદ છોડી | ||
બની રહે પ્રાણ તણી પયોધરા. | બની રહે પ્રાણ તણી પયોધરા. | ||
તીરેતીરે આથડતા પ્રવાસી | તીરેતીરે આથડતા પ્રવાસી | ||
| Line 169: | Line 157: | ||
શરીરની ભૂખ જતાં વિકાસી | શરીરની ભૂખ જતાં વિકાસી | ||
ઊંડું ઊંડાં અંતરમાં તરંતા. | ઊંડું ઊંડાં અંતરમાં તરંતા. | ||
અને અહીં સંભવ સંસ્કૃતિના | અને અહીં સંભવ સંસ્કૃતિના | ||
| Line 175: | Line 162: | ||
વિરાટ કો આરસની કૃતિના, | વિરાટ કો આરસની કૃતિના, | ||
પ્રકંપ ત્યાં થાય શ્રુતિ-સ્મૃતિના! | પ્રકંપ ત્યાં થાય શ્રુતિ-સ્મૃતિના! | ||
પૃથ્વી તણા તપ્ત પ્રચંડ અંગે | પૃથ્વી તણા તપ્ત પ્રચંડ અંગે | ||
| Line 181: | Line 167: | ||
ધાવી લઈ સંસ્કૃતિ-બાળ, રંગે | ધાવી લઈ સંસ્કૃતિ-બાળ, રંગે | ||
વિકાસતું સર્જનનાં પડો-થરો! | વિકાસતું સર્જનનાં પડો-થરો! | ||
ફર્યો હતો સિન્ધુ તણા કિનારે, | ફર્યો હતો સિન્ધુ તણા કિનારે, | ||
| Line 187: | Line 172: | ||
દ્રવિડીની, સર્જનની સવારે, | દ્રવિડીની, સર્જનની સવારે, | ||
ખીલી હતી; — તેની સ્મરંત વિસ્મૃતિ! | ખીલી હતી; — તેની સ્મરંત વિસ્મૃતિ! | ||
આર્યો તણી સંસ્કૃતિ-માત ભવ્ય, | આર્યો તણી સંસ્કૃતિ-માત ભવ્ય, | ||
| Line 193: | Line 177: | ||
ચડ્યો હતો બાલક હું, સ્મૃતવ્ય | ચડ્યો હતો બાલક હું, સ્મૃતવ્ય | ||
સ્મરી, ભરી અંતરચક્ષુઓ બે! | સ્મરી, ભરી અંતરચક્ષુઓ બે! | ||
જીવિતનો ધન્ય ઊગ્યો સવિતા! | જીવિતનો ધન્ય ઊગ્યો સવિતા! | ||
| Line 201: | Line 184: | ||
નથી; છતાં ભૂત-ભવિષ્યનાં સહુ | નથી; છતાં ભૂત-ભવિષ્યનાં સહુ | ||
ભેદી પડો, દર્શન અંતરે લહું! | ભેદી પડો, દર્શન અંતરે લહું! | ||
કાંઠે જમા દંગલ રેતી કેરાં; | કાંઠે જમા દંગલ રેતી કેરાં; | ||
| Line 209: | Line 191: | ||
ગીઝા તણા ચાર પિરામિડો! — તૂટ્યા! | ગીઝા તણા ચાર પિરામિડો! — તૂટ્યા! | ||
આશ્ચર્ય તો પૃથ્વી તણાં ન ફૂટ્યાં! | આશ્ચર્ય તો પૃથ્વી તણાં ન ફૂટ્યાં! | ||
અને નીચે શાશ્વત સોણલામાં | અને નીચે શાશ્વત સોણલામાં | ||
| Line 215: | Line 196: | ||
મૃત્યુ તણી જીવતી કો’ કલામાં | મૃત્યુ તણી જીવતી કો’ કલામાં | ||
ભળી જવા, જીવન છોડી જૂઠાં! | ભળી જવા, જીવન છોડી જૂઠાં! | ||
જાગી જશે! અંદર સોણલે પડ્યું! | જાગી જશે! અંદર સોણલે પડ્યું! | ||
| Line 221: | Line 201: | ||
ને આંખથી અશ્રુ ઊનું નીચે દડ્યું, | ને આંખથી અશ્રુ ઊનું નીચે દડ્યું, | ||
પ્રતપ્ત રેતી મહીં એ ગયું ગળી. | પ્રતપ્ત રેતી મહીં એ ગયું ગળી. | ||
આ સૂર્યનો ધોમ પ્રચંડ તાપ | આ સૂર્યનો ધોમ પ્રચંડ તાપ | ||
| Line 227: | Line 206: | ||
મસ્તીભરી નાઈલના પ્રલાપ | મસ્તીભરી નાઈલના પ્રલાપ | ||
પૂછી શકે અંદરના ન ક્ષેમ? | પૂછી શકે અંદરના ન ક્ષેમ? | ||
ત્યજી દઈ જીવન જૂઠડાં આ, | ત્યજી દઈ જીવન જૂઠડાં આ, | ||
| Line 233: | Line 211: | ||
સૂતેલ જે અંદર, તે મડાં ના, | સૂતેલ જે અંદર, તે મડાં ના, | ||
— જીવી રહ્યાં જીવતદાન દાને! | — જીવી રહ્યાં જીવતદાન દાને! | ||
સોનારૂપા ઓપી સહસ્ર ભારે | સોનારૂપા ઓપી સહસ્ર ભારે | ||
| Line 239: | Line 216: | ||
સમૃદ્ધિ રાખી સઘળા પ્રકારે, | સમૃદ્ધિ રાખી સઘળા પ્રકારે, | ||
ત્યજ્યા હતા પ્રાણ તણા બપૈયા! | ત્યજ્યા હતા પ્રાણ તણા બપૈયા! | ||
સુવાસને સંઘરવા સજાનો. | સુવાસને સંઘરવા સજાનો. | ||
| Line 245: | Line 221: | ||
અંગાંગને સાજવવા ખજાનો | અંગાંગને સાજવવા ખજાનો | ||
સામગ્રી ત્યાં સાથ તમામ વર્ણની. | સામગ્રી ત્યાં સાથ તમામ વર્ણની. | ||
જીવિતનો સાગર પાર પામવા | જીવિતનો સાગર પાર પામવા | ||
| Line 253: | Line 228: | ||
— ખરે મને તોય અદમ્ય શંકા! | — ખરે મને તોય અદમ્ય શંકા! | ||
બાજી રહે છાતી મહીંય ડંકા! | બાજી રહે છાતી મહીંય ડંકા! | ||
નહીં! અહીં તો સઘળાં નગારાં | નહીં! અહીં તો સઘળાં નગારાં | ||
| Line 259: | Line 233: | ||
મિથ્યાભિમાની નરપુંગવોનાં; | મિથ્યાભિમાની નરપુંગવોનાં; | ||
— ત્રિકાલના કર્ણ વિદારવા મહા! | — ત્રિકાલના કર્ણ વિદારવા મહા! | ||
‘અમાપ છે શક્તિ અમારી’ એવી | ‘અમાપ છે શક્તિ અમારી’ એવી | ||
| Line 265: | Line 238: | ||
હસી રહી હોય ન દૈવદેવી | હસી રહી હોય ન દૈવદેવી | ||
પછાડીને પથ્થરપ્હાણ તો ઘણા? | પછાડીને પથ્થરપ્હાણ તો ઘણા? | ||
મહાન કો’ રાજવીનું, મહાન | મહાન કો’ રાજવીનું, મહાન | ||
| Line 271: | Line 243: | ||
ઠરી ગયું; તે નહિ હોય થાન? | ઠરી ગયું; તે નહિ હોય થાન? | ||
— ભવિષ્યના વારસે મહામૂલું? | — ભવિષ્યના વારસે મહામૂલું? | ||
મનેય આજે બળતા બપોરે | મનેય આજે બળતા બપોરે | ||
| Line 279: | Line 250: | ||
— ઊંચાઊંચા આથીય અભ્રભેદી! | — ઊંચાઊંચા આથીય અભ્રભેદી! | ||
અને રચું અંદર એક વેદી! | અને રચું અંદર એક વેદી! | ||
સ્મશાનથી સૌ પરમાણ ગોતી | સ્મશાનથી સૌ પરમાણ ગોતી | ||
| Line 287: | Line 257: | ||
અને પછી હું બનીને પ્રતિમા | અને પછી હું બનીને પ્રતિમા | ||
રક્ષી રહું વેદીની સર્વ સીમા! | રક્ષી રહું વેદીની સર્વ સીમા! | ||
ધીમે પળું હું નમણી નિશામાં! | ધીમે પળું હું નમણી નિશામાં! | ||
જ્યાં ઊંટની દોરવણી! — દિશામાં! | જ્યાં ઊંટની દોરવણી! — દિશામાં! </Poem> | ||
<Poem> | |||
'''<big>મોના લિસાનું સ્મિત</big>''' | '''<big>મોના લિસાનું સ્મિત</big>''' | ||
કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો! | કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો! | ||
| Line 305: | Line 272: | ||
અજેય સ્મિત આ દીધું નહિ હતું તને વિન્ચીએ! | અજેય સ્મિત આ દીધું નહિ હતું તને વિન્ચીએ! | ||
—- ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ! — | —- ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ! — | ||
જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા, | જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા, | ||
| Line 311: | Line 277: | ||
પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં, | પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં, | ||
કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં! | કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં! | ||
અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી, | અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી, | ||
| Line 317: | Line 282: | ||
અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા, | અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા, | ||
જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી! | જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી! | ||
ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું! | ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું! | ||
| Line 323: | Line 287: | ||
પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં! | પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં! | ||
સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા! | સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા! | ||
નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને! | નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને! | ||
| Line 329: | Line 292: | ||
વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો, | વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો, | ||
જરીક હસતાં રડી રચત ફિલસૂફીના થરો! | જરીક હસતાં રડી રચત ફિલસૂફીના થરો! | ||
અને તુજ સ્વરૂપના ચીતરનારના માનસે | અને તુજ સ્વરૂપના ચીતરનારના માનસે | ||
મનુષ્ય-દિલદીનતા હસતું હાસ્ય કેવું હશે! | મનુષ્ય-દિલદીનતા હસતું હાસ્ય કેવું હશે!</Poem> | ||
<Poem> | |||
'''<big>દ્વિધા</big>''' | '''<big>દ્વિધા</big>''' | ||
પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી, | પણે ઊભરતા મહઉદધિ અશ્વપીઠે ચડી, | ||
| Line 354: | Line 314: | ||
વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા! | વિષાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા! | ||
'''સમાન્તર સુરેખ બે''' | '''સમાન્તર સુરેખ બે''' | ||
સમાન્તર સુરેખ બે ઉભય આપણે વીંધતાં | સમાન્તર સુરેખ બે ઉભય આપણે વીંધતાં | ||
| Line 386: | Line 345: | ||
પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી, | પ્રવાહ સદસાધના, સ્વપનસિદ્ધિનો તો કરી, | ||
અનન્ત ધરી લક્ષમાં જીવનશું — સખી, કોલ દે! | અનન્ત ધરી લક્ષમાં જીવનશું — સખી, કોલ દે! | ||
10-10-’33 | 10-10-’33 </Poem> | ||
<Poem> | |||
<big>'''પુરુષ અડતો સ્ત્રીને'''</big> | <big>'''પુરુષ અડતો સ્ત્રીને'''</big> | ||
અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે, | અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે, | ||
| Line 397: | Line 354: | ||
નીચે પગ કને: તિમિર તણી પાંખ માંહી જરી | નીચે પગ કને: તિમિર તણી પાંખ માંહી જરી | ||
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી. | લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી. | ||
પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે | પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે | ||
| Line 403: | Line 359: | ||
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના, | સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના, | ||
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં. | ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં. | ||
જરીક થડકી ઊઠી હું અણચંતિવ્યા પ્રશ્નથી: | જરીક થડકી ઊઠી હું અણચંતિવ્યા પ્રશ્નથી: | ||
| Line 409: | Line 364: | ||
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી? | હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી? | ||
તમેય... હુંય ઉચ્ચરી, ક્યમ ન વાંસળી સાંભળી? | તમેય... હુંય ઉચ્ચરી, ક્યમ ન વાંસળી સાંભળી? | ||
અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં. | અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં. | ||
કદી ન અળગાં થશું! જીવશું એકડા અંકમાં! | કદી ન અળગાં થશું! જીવશું એકડા અંકમાં!</Poem> | ||
<Poem> | |||
<big>'''સુકાન પર ટેકવી'''</big> | <big>'''સુકાન પર ટેકવી'''</big> | ||
સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની | સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની | ||
| Line 423: | Line 375: | ||
પ્રિયે! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને; | પ્રિયે! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને; | ||
હતી અમૂલ બે ઘડી જલધિ પાર જાવા મને. | હતી અમૂલ બે ઘડી જલધિ પાર જાવા મને. | ||
અને ત્યહીં દીઠી ઢળેલ તવ પોપચે તોરણે | અને ત્યહીં દીઠી ઢળેલ તવ પોપચે તોરણે | ||
| Line 429: | Line 380: | ||
સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું, | સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું, | ||
મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું. | મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું. | ||
સહસ્ત્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે; | સહસ્ત્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે; | ||
| Line 435: | Line 385: | ||
હશેય અવડું, મહાન, દવલું, ઊનું આંસુડું! | હશેય અવડું, મહાન, દવલું, ઊનું આંસુડું! | ||
રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું! | રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું! | ||
મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા! | મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા! | ||
સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા! | સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા! | ||
15-5-’34 | 15-5-’34</Poem> | ||
<Poem> | |||
'''<big>ઘરજાત્રા</big>''' | '''<big>ઘરજાત્રા</big>''' | ||
પાર કર્યો પહેલો મહેરામણ | પાર કર્યો પહેલો મહેરામણ | ||
| Line 489: | Line 435: | ||
ઊખડેલા નવ આંબા ઊગે! | ઊખડેલા નવ આંબા ઊગે! | ||
{{Space}} ઘરે ઊગેલા આભે પૂગે! | {{Space}} ઘરે ઊગેલા આભે પૂગે! | ||
16-9-’48 | 16-9-’48 </Poem> | ||
<Poem> | |||
<big>'''બારી અનન્ત પરે'''</big> | <big>'''બારી અનન્ત પરે'''</big> | ||
કાંચનજંઘાની જાંઘ પરે | કાંચનજંઘાની જાંઘ પરે | ||
| Line 503: | Line 447: | ||
કાળ અનન્ત ને સર્જન સર્વ પરે | કાળ અનન્ત ને સર્જન સર્વ પરે | ||
સાંકડી બારી ડોકિયું દ્યે. | સાંકડી બારી ડોકિયું દ્યે. | ||
માણસ માણસને મન છે, | માણસ માણસને મન છે, | ||
| Line 513: | Line 456: | ||
ક્યાં બારી પડે? — | ક્યાં બારી પડે? — | ||
(જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?) | (જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?) | ||
— કાંચનજંઘાની હાર પરે? | — કાંચનજંઘાની હાર પરે? </Poem> | ||
<Poem> | |||
<big>'''લઘુતમ સાધારણ અવ્યય'''</big> | <big>'''લઘુતમ સાધારણ અવ્યય'''</big> | ||
અંધારાના ઢગલા જેવાં | અંધારાના ઢગલા જેવાં | ||
| Line 567: | Line 507: | ||
શક્તિ સરખી, સંત, કવિની! | શક્તિ સરખી, સંત, કવિની! | ||
છે મ્હોંકાણ જ્વલંત છબીની! | છે મ્હોંકાણ જ્વલંત છબીની! | ||
5-9-’50 | 5-9-’50</Poem> | ||
<Poem> | |||
'''<big>મીણબત્તી</big>''' | '''<big>મીણબત્તી</big>''' | ||
કયા ખૂણામાં નગર તણા આ | કયા ખૂણામાં નગર તણા આ | ||
| Line 579: | Line 516: | ||
વીજળી તેલ તપેલું ખાલી | વીજળી તેલ તપેલું ખાલી | ||
તાર સૂકી હોલાય. | તાર સૂકી હોલાય. | ||
ઓઢી અંધારાનો લાભ | ઓઢી અંધારાનો લાભ | ||
| Line 585: | Line 521: | ||
મીણબત્તીને, આળસ પાળ | મીણબત્તીને, આળસ પાળ | ||
જેવે, ટાઢે હોઠ કપાળ. | જેવે, ટાઢે હોઠ કપાળ. | ||
એણે નાખ્યો નિશ્વાસ, | એણે નાખ્યો નિશ્વાસ, | ||
પછી લીધો એક શ્વાસ, | પછી લીધો એક શ્વાસ, | ||
ને આપ્યો ઉજાસ. | ને આપ્યો ઉજાસ. </Poem> | ||
<Poem> | |||
'''<big>ત્રીજ</big>''' | '''<big>ત્રીજ</big>''' | ||
ઊંચાઊંચા પર્વત ઊભા, | ઊંચાઊંચા પર્વત ઊભા, | ||
| Line 619: | Line 551: | ||
{{Space}} ‘અવગણનાથી ઝાંખી તોયે, | {{Space}} ‘અવગણનાથી ઝાંખી તોયે, | ||
{{Space}} હું છું ત્રીજની ત્રીજ!’ | {{Space}} હું છું ત્રીજની ત્રીજ!’ | ||
12-12-’52 | 12-12-’52 </Poem> | ||
<Poem> | |||
'''<big>રાતના અવાજો</big>''' | '''<big>રાતના અવાજો</big>''' | ||
નીંદરનાં બારણાં ખોલવાનો કારણે | નીંદરનાં બારણાં ખોલવાનો કારણે | ||
| Line 646: | Line 576: | ||
દિનભર સૂતેલ દિલ આળસ મરોડી | દિનભર સૂતેલ દિલ આળસ મરોડી | ||
{{Space}} પોપચાંને તંબૂને થાતું ખડું. | {{Space}} પોપચાંને તંબૂને થાતું ખડું. | ||
20-10-’55 | 20-10-’55</Poem> | ||
<Poem> | |||
'''<big>શેતૂર અને પોપટ</big>''' | '''<big>શેતૂર અને પોપટ</big>''' | ||
પોપટ પઢાવી મને ભરતમુનિની વાત, | પોપટ પઢાવી મને ભરતમુનિની વાત, | ||
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત. | ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત. | ||
ઘરઆંગણામાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ; | ઘરઆંગણામાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ; | ||
| Line 666: | Line 592: | ||
પરોઢ, સાંજે શોર મચાવે, તોડે ફળ ને પાન | પરોઢ, સાંજે શોર મચાવે, તોડે ફળ ને પાન | ||
તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન. | તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન. | ||
કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન | કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન | ||
| Line 678: | Line 603: | ||
પોપટે પઢાવી મને ભરતમુનિની વાત, | પોપટે પઢાવી મને ભરતમુનિની વાત, | ||
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત. | ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત. | ||
4-5-’53 | 4-5-’53</Poem> | ||
<Poem> | |||
<big>'''આજ મારો અપરાધ છે, રાજા!'''</big> | <big>'''આજ મારો અપરાધ છે, રાજા!'''</big> | ||
આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; | આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; | ||
| Line 692: | Line 614: | ||
આવશે ના! નહિ આવશે! એની ઉરમાં જાણ અમાપ; | આવશે ના! નહિ આવશે! એની ઉરમાં જાણ અમાપ; | ||
કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ? | કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ? | ||
રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર; | રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર; | ||
| Line 698: | Line 619: | ||
આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર; | આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર; | ||
પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર. | પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર. | ||
રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ? | રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ? | ||
| Line 710: | Line 630: | ||
ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર? | ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર? | ||
જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર! | જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર! | ||
આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; | આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; | ||
| Line 718: | Line 637: | ||
જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર! | જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર! | ||
ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર! | ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર! | ||
27-3-’33 | 27-3-’33</Poem> | ||
<Poem> | |||
<big>'''ઝંઝારતે'''</big> | <big>'''ઝંઝારતે'''</big> | ||
જાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ! | જાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ! | ||
| Line 730: | Line 646: | ||
આજ નથી આભ હાથમાં એના તૂટતા ચાર મિનાર, | આજ નથી આભ હાથમાં એના તૂટતા ચાર મિનાર, | ||
ધણણ ધણણ મેઘ ધ્રબૂકે: વીજળીના ચમકાર. | ધણણ ધણણ મેઘ ધ્રબૂકે: વીજળીના ચમકાર. | ||
ઊઠશો ના, પ્રાણ! આણ કુમારની આજ, | ઊઠશો ના, પ્રાણ! આણ કુમારની આજ, | ||
| Line 738: | Line 653: | ||
કોઈ નથી ઉડુ આભ, સુકાયાં સુરગંગાનાં નીર; | કોઈ નથી ઉડુ આભ, સુકાયાં સુરગંગાનાં નીર; | ||
વીજની નાગણ ડંખતી આજે વ્યોમધરાનાં હીર. | વીજની નાગણ ડંખતી આજે વ્યોમધરાનાં હીર. | ||
આણ છે દેવની, ઊઠશો ના ભરથાર: | આણ છે દેવની, ઊઠશો ના ભરથાર: | ||
| Line 746: | Line 660: | ||
તાણતાં સાગરમુખ ભણી જેના પેટનો ના’વે પાર: | તાણતાં સાગરમુખ ભણી જેના પેટનો ના’વે પાર: | ||
વાયુવંટોળમાં દ્વિજગણોના સાંભળો શા ચિત્કાર! | વાયુવંટોળમાં દ્વિજગણોના સાંભળો શા ચિત્કાર! | ||
ખોલશો ના દ્વાર, દેવ! ન ખોલશો આજ: | ખોલશો ના દ્વાર, દેવ! ન ખોલશો આજ: | ||
| Line 754: | Line 667: | ||
ગોરંભને નથી જંપ, કરંત પ્રકંપ ધરા: | ગોરંભને નથી જંપ, કરંત પ્રકંપ ધરા: | ||
વ્યોમની છૂટતા બર્ફ ખરંત કરા! | વ્યોમની છૂટતા બર્ફ ખરંત કરા! | ||
છોડશો ના, નાથ! આંગણું, મારા ગર્ભની આપું આણ: | છોડશો ના, નાથ! આંગણું, મારા ગર્ભની આપું આણ: | ||
| Line 762: | Line 674: | ||
દીપપ્રકાશમાં નીરખ્યું એણે નારનું આખું અંગ: | દીપપ્રકાશમાં નીરખ્યું એણે નારનું આખું અંગ: | ||
છીછરી ચૂંદડી ઢાંકતી’તી એનો બીજ સમો કટિભંગ: | છીછરી ચૂંદડી ઢાંકતી’તી એનો બીજ સમો કટિભંગ: | ||
જેમ પ્રદીપશિખા ધ્રૂજતી ત્યમ પાંપણના પલકાર: | જેમ પ્રદીપશિખા ધ્રૂજતી ત્યમ પાંપણના પલકાર: | ||
| Line 770: | Line 681: | ||
ધડ કરી દ્વાર વાસતો નાઠો પાછળ નેન કરી, | ધડ કરી દ્વાર વાસતો નાઠો પાછળ નેન કરી, | ||
દૂર જતાંજતાં માર્ગમાં સ્હેજ ફરી: | દૂર જતાંજતાં માર્ગમાં સ્હેજ ફરી: | ||
ઊછળે સાગર, વીંઝતા વાંસડા હાથ, | ઊછળે સાગર, વીંઝતા વાંસડા હાથ, | ||
| Line 778: | Line 688: | ||
સૃષ્ટિના તાંડવે એય ભળ્યો નવ સાંભર્યાં નેહના નીડ: | સૃષ્ટિના તાંડવે એય ભળ્યો નવ સાંભર્યાં નેહના નીડ: | ||
દીપક દ્વારનો ક્યાંય છુપાયો: વચમાં વનની ભીડ. | દીપક દ્વારનો ક્યાંય છુપાયો: વચમાં વનની ભીડ. | ||
27-3-’33 | 27-3-’33</Poem> | ||
<Poem> | |||
'''<big>ઝંઝાવાત</big>''' | '''<big>ઝંઝાવાત</big>''' | ||
ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! | ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! | ||
| Line 838: | Line 745: | ||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | ||
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | {{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | ||
15-2-’32 | 15-2-’32</Poem> | ||
<Poem> | |||
<big>'''પૂજારી'''</big> | <big>'''પૂજારી'''</big> | ||
ઘંટના નાદે કાન ફૂટે માર, | ઘંટના નાદે કાન ફૂટે માર, | ||
| Line 888: | Line 792: | ||
{{Space}}{{Space}} પૂજારી, સાચો આ! | {{Space}}{{Space}} પૂજારી, સાચો આ! | ||
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા! | {{Space}}{{Space}} પૂજારી, પાછો જા! | ||
6-8-’29 | 6-8-’29</Poem> | ||
<Poem> | |||
<big>'''દેવ'''</big> | <big>'''દેવ'''</big> | ||
કંકુ ઘોળી કંકાવટીઓ બે, | કંકુ ઘોળી કંકાવટીઓ બે, | ||
| Line 944: | Line 845: | ||
{{Space}}{{Space}} ભિખારી મેં ગીતડાં ગાયાં! | {{Space}}{{Space}} ભિખારી મેં ગીતડાં ગાયાં! | ||
{{Space}}{{Space}} પછાડી દ્વાર વસાયાં! | {{Space}}{{Space}} પછાડી દ્વાર વસાયાં! | ||
16-9-’30 | 16-9-’30 </Poem> | ||
<Poem> | |||
'''<big>મંદિર</big>''' | '''<big>મંદિર</big>''' | ||
દેવદુવારાની ગાવડી રેણુ | દેવદુવારાની ગાવડી રેણુ | ||
| Line 1,035: | Line 933: | ||
{{Space}} માયે ન તાંડવ નાચ: | {{Space}} માયે ન તાંડવ નાચ: | ||
{{Space}}{{Space}} તોયે તારું ઝૂંપડું મોટું! | {{Space}}{{Space}} તોયે તારું ઝૂંપડું મોટું! | ||
{{Space}}{{Space}} ત્યજાયાંને ઉર આળોટું! | {{Space}}{{Space}} ત્યજાયાંને ઉર આળોટું!</Poem> | ||
<Poem> | |||
<big>'''પાપી'''</big> | <big>'''પાપી'''</big> | ||
કોટિ કોટિ નિહારિકા ઘૂમે, | કોટિ કોટિ નિહારિકા ઘૂમે, | ||
| Line 1,190: | Line 1,084: | ||
{{Space}} થામજો ભાઈ લગીર, | {{Space}} થામજો ભાઈ લગીર, | ||
{{Space}}{{Space}} કદી કો બાળને જાચો! | {{Space}}{{Space}} કદી કો બાળને જાચો! | ||
{{Space}}{{Space}} બતાવશે થાનક સાચો. | {{Space}}{{Space}} બતાવશે થાનક સાચો. </Poem> | ||
<Poem> | |||
<big>'''સ્વરાજરક્ષક'''</big> | <big>'''સ્વરાજરક્ષક'''</big> | ||
ધીમે સરી શાશ્વત બ્રહ્મચારિણી | |||
ઉષા પ્રસારે ભગવી પ્રભાને; | |||
કર્મણ્યતા પાય વસુંધરાને | |||
સુધા સ્મિતે, ચેતન-દંડ-ધારિણી. | |||
વાંછી સુખો લોક, સમાજ, સર્વનાં, | |||
પળ્યા પ્રવાસે નિજ કર્મદંડી, | |||
સમર્થ સ્વામી ગ્રહી ધર્મઝંડી: | |||
સ્વરાષ્ટ્રના—પ્રેરક—મુક્તિપર્વના. | |||
ઇચ્છ્યું મળે સ્વામી શિવાજીરાજને, | |||
શિષ્યો થયા ચાર સમર્થ સાથ; | |||
ધખે નભે ધોમ પ્રકાશનાથ, | |||
સહે ગણી ધર્મ સ્વરાષ્ટ્ર — કાજને. | |||
મધ્યાહ્નના અગ્નિ અસહ્ય વર્ષતા, | |||
સ્વામી સૂતા શીતળ વૃક્ષછાંયે: | |||
લળી લળી વૃક્ષ સુવાયુ વાયે: | |||
જ્વાલા ઝરે: સ્વામી અગમ્ય હર્ષતા. | |||
શિષ્યો ફરે ખેતર આસપાસ, | |||
હસી રહ્યો શેલડી-વાઢ ભાળી; | |||
પેઠા નથી કો ક્યહીંયે નિહાળી, | |||
ચૂસી ચૂસી સાંઠ કરે ખલાસ. | |||
ટીપે ટીપે ખેડૂત સ્વપ્રસેવે, | |||
એ શેલડીમાં રસ મિષ્ટ પૂરે. | |||
દેખી લીધું સર્વ ઘડીક શૂરે, | |||
હાથે ધરી લાકડી અન્નદેવે— | |||
ઊભા રહો બે ઘડી, ઓ હરામી! | |||
આ શેલડીનો જરી સ્વાદ ચાખો. | |||
દેખી ધ્રૂજે ક્રોધિત લાલ આંખો, | |||
દોડી પૂગ્યા જ્યાંહીં સૂતેલ સ્વામી. | |||
સ્વામી હસે છે મધુરું સુહાસ, | |||
ખેડુ ગ્રહી લાકડી આવી ઊભો. | |||
ચોરો બધા આ, સરદાર તું તો! | |||
સોટા સબોડે થઈ એક શ્વાસ. | |||
સ્વામી હસે, લાલી ચડે સુગાલમાં, | |||
સોટા સહી થાય ગુલાલ વાંસે; | |||
શિષ્યો ધસ્યા ખેડૂત આસપાસે, | |||
સ્વામી વદે: ખેડૂત હાથ ઝાલ મા. </Poem> | |||
સ્વહસ્તે સ્વામીને રાજા શિવ સ્નાન કરાવતો; | |||
નિહાળી લાલ વાંસાને ક્રોધથી રાય કાંપતો. | |||
<Poem> | |||
કહો કહો, કારણ શું, સમર્થ? | |||
કશું નથી, વત્સ! સમર્થ ભાખતા. | |||
પૂછી પૂછી રાય શિવાજી થાકતા; | |||
કર્યા પ્રયત્નો સહુ જાય વ્યર્થ.</Poem> | |||
શિષ્ય એકે કરી વાત, રાયનો ક્રોધ માય ના! | |||
સેવકો, બાંધીને લાવો, જરીયે ઢીલ થાય ના! | |||
<Poem> | |||
ઊભો ધ્રૂજે ખેડૂત રાય સામે, | |||
કાંપી રહ્યા ક્રોધથી ઓષ્ઠ રાયના; | |||
શિવે મૂક્યું મસ્તક સ્વામીપાયમાં: | |||
શિક્ષા કરું શું હું સમર્થ આને? | |||
હસી રહ્યા સ્વામી સુમંદ હાસ, | |||
શિવાજી! એનું કર દાણ માફ | |||
રાજા બની સ્તબ્ધ હુવા અવાક! | |||
ખેડુ પડ્યો પાય સમર્થ પાસ. | |||
બેટા, અમે સર્વ હરામ-ભક્ષક! | |||
ડર્યો નહિ શિષ્ય સમીપ ચાર, | |||
વડો ગણી ચોર કર્યા પ્રહાર, | |||
સન્માન એવા તું સ્વરાજ્ય—રક્ષક! | |||
8-12-’29 </Poem> | |||
<Poem> | |||
'''<big>પ્રણયપુત્રમાતા</big>''' | '''<big>પ્રણયપુત્રમાતા</big>''' | ||
... (અંજનીગીત) | ... (અંજનીગીત) | ||
| Line 1,295: | Line 1,175: | ||
{{Space}}{{Space}} અંજનીગીત ઊભરાતું જાતું; | {{Space}}{{Space}} અંજનીગીત ઊભરાતું જાતું; | ||
{{Space}}{{Space}} ત્રિલોક છંદ થકી ઊભરાતું! | {{Space}}{{Space}} ત્રિલોક છંદ થકી ઊભરાતું! | ||
જોરૂ નહિ પણ જાયા બનવું, | જોરૂ નહિ પણ જાયા બનવું, | ||
| Line 1,321: | Line 1,200: | ||
{{Space}} અંજની એકલતા ગાવે! | {{Space}} અંજની એકલતા ગાવે! | ||
{{Space}}{{Space}} ઊગમ એનું તો તોફાન! | {{Space}}{{Space}} ઊગમ એનું તો તોફાન! | ||
{{Space}}{{Space}} મુખર મુખ એકલતા ગાન! | {{Space}}{{Space}} મુખર મુખ એકલતા ગાન!</Poem> | ||
<poem> | |||
'''<big>વાયુગીત</big>''' | '''<big>વાયુગીત</big>''' | ||
સર્વ દેશનો વાસી તોયે | સર્વ દેશનો વાસી તોયે | ||
| Line 1,393: | Line 1,270: | ||
{{Space}}{{Space}} પ્રણય-પુત્ર-માતા ધન્યાય! | {{Space}}{{Space}} પ્રણય-પુત્ર-માતા ધન્યાય! | ||
3-3-’34</Poem> | 3-3-’34</Poem> | ||
<Poem> | |||
'''<big>રોહિણી</big>''' | '''<big>રોહિણી</big>''' | ||
ધીમેધીમે રવિકર સર્યા વારિધિ આસપાસ, | ધીમેધીમે રવિકર સર્યા વારિધિ આસપાસ, | ||
| Line 1,505: | Line 1,380: | ||
1-7-’30</Poem> | 1-7-’30</Poem> | ||
<Poem> | <Poem> | ||
'''<big>અવલોકિતેશ્વર</big>''' | '''<big>અવલોકિતેશ્વર</big>''' | ||
ઉચ્છ્વાસતો કાનન—મર્મર—ધ્વનિ, | ઉચ્છ્વાસતો કાનન—મર્મર—ધ્વનિ, | ||
| Line 1,893: | Line 1,766: | ||
'''<big>કૂકડાનું ગીત</big>''' | '''<big>કૂકડાનું ગીત</big>''' | ||
અમે તો સૂરજના છડીદાર, | અમે તો સૂરજના છડીદાર, | ||
| Line 1,927: | Line 1,799: | ||
{{Space}} અમે તો પ્રભાતના પોકાર!</Poem> | {{Space}} અમે તો પ્રભાતના પોકાર!</Poem> | ||
<Poem> | <Poem> | ||
'''પંખીગણની પ્રાતરુપાસના</big>''' | '''<big>પંખીગણની પ્રાતરુપાસના</big>''' | ||
અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને | ||
| Line 4,532: | Line 4,404: | ||
20-2-’28</Poem> | 20-2-’28</Poem> | ||
<Poem> | <Poem> | ||
'''<big>હું જો પંખી હોત</big>''' | '''<big>હું જો પંખી હોત</big>''' | ||
| Line 5,312: | Line 5,183: | ||
26-1-’30</poem> | 26-1-’30</poem> | ||
<Poem> | |||
'''<big>ખાલી ખપ્પર</big>''' | |||
સાંભળ ધનુષ્યના ટંકાર: | |||
ખડું ના કોઈ: કોના ભાર? | |||
એક ઊભો છે માડીજાયો હજારને હંફાવે; | |||
વજ્ર-કદમ ભરતો એ ચાલે: ધરતી ધણણ ધ્રુજાવે: | |||
{{Space}} પ્રકટ્યો દવ આ કોણ શમાવે? | |||
{{Space}} કોણ ઊઠીને આગે આવે? | |||
{{Space}} શૂરા સાથે શાનું ફાવે? | |||
ભારતનો મગદૂર સિપાઈ | |||
શૂરાઓ સૌ ભેગા થાય: | |||
ઊઠો, આ રણગીત ગવાય: | |||
શૂરાઓનો સાદ પડે ને સૂતા બેઠા થાય: | |||
દૂધમલ દીકરા દેખી માને કોઠે દીવા થાય; | |||
{{Space}} ગંગાનાં રાતાં શાં નીર! | |||
{{Space}} એક પડે ત્યાં બબ્બે વીર! | |||
{{Space}} હિમડુંગર ગાજે ગંભીર! | |||
{{Space}} મરવા થનથન થાય અધીર! | |||
પ્રલયકાળના દિશદિશ વાતા સોળેસોળ સમીર! | |||
માતાનું ખાલી ખપ્પર એ ઊણું ર્હે ન લગીર! | |||
12-2-’29</poem> | |||
<Poem> | |||
'''<big>સત્યાગ્રહ</big>''' | |||
સત્યાગ્રહ-સંગ્રામ જુદા છે, | |||
સત્ય, પ્રેમ જેનાં હથિયાર; | |||
જુઠ્ઠાને સાચો કરી સ્થાપે, | |||
કોણ જીતે, ને કોની હાર? | |||
પક્ષ બેઉ કરતો કલ્યાણ! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
ગુલામ પડતો નથી એકલો, | |||
પડતો જુલ્મી તેની સાથે; | |||
ઉગારવા જુલ્મીને સારુ, | |||
ઉગારવા પોતાની જાત — | |||
{{Space}} સત્યાગ્રહનાં શરસંધાન! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
શત્રુનેયે પ્રેમ કરીને, | |||
ઇચ્છીને બન્નેનું હિત; | |||
સત્ય તણો આગ્રહ ધરવાનો, | |||
હિત એ જ છે સાચી જીત. | |||
{{Space}} સર્વ પરે છે તેની આણ! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
‘હરિનો મારગ છે શૂરાનો!’ | |||
પ્રીતમે એ ભાખેલું સાચ; | |||
સત્યાગ્રહ સૈનિક શૂરાના, | |||
માથું જાતાં મીઠી વાચ. | |||
{{Space}} અસત્યના પિગળા’વા પ્હાણ! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
12-8-’28</Poem> | |||
<Poem> | |||
'''<big>તારી સામે</big>''' | |||
તારી સામે તાકી ચાલ્યો આવું | |||
{{Space}} ત્યાં કાંટે ભરાયા પગ! | |||
શૂળ ભોંકાશે માની હું મારાં | |||
{{Space}} નીચાં ઢાળું જ્યાં દૃગ! | |||
કાંટા હતા ત્યાં ફૂલ વેરાવ્યાં | |||
{{Space}} પાંદડીમાં તુજ સ્પર્શ! | |||
તારી સામે જોઈ ચાલ્યો આવું ત્યાં | |||
{{Space}} ખાઈમાં મ્હારું વ્હેણ! | |||
ભુક્કા ઊડી જશે માની હું મારાં | |||
{{Space}} નીચાં ઢાળું જ્યાં નેન! | |||
એક હથેળી તારી ભાળી મેં | |||
{{Space}} ઝીલ્યો તેં તારો દાસ! | |||
અંગે અંગે મુજ ચેતનદાયી | |||
{{Space}} ધબકી રહ્યા તુજ શ્વાસ. | |||
ઊંચે તારા આવાસ છે જાણી, | |||
{{Space}} ઊંચે તાકીને ચલાય! | |||
મત્ત બન્યો તુજ ગાનમાં હું તો | |||
{{Space}} આ શું મુજને થાય? | |||
સાગરમાં હું આવી ભરાયો | |||
{{Space}} કેમ કરીને જીવાય? | |||
હોડી ભાળી તુજ હાથની ત્યાં તો | |||
{{Space}} પેલે પાર તરાય! | |||
22-6-’29</poem> | |||
<Poem> | |||
'''<big>ભાઈબહેન</big>''' | |||
રાજે ઊંચે ત્યાં શશી પૂણિર્માનો | |||
ધરી શરીરે પટ ચંદ્રિકાનો; | |||
ને તારકોની ફૂલમાળ પ્હેરી, | |||
સમુદ્ર સામે મલકે રૂપેરી. | |||
સફેદ નૌકા સરતી હતી ત્યાં, | |||
નકી ન નૌકા વળશે, જશે ક્યાં? | |||
નાવિકા, જન્મોત્સવના ઉમંગે | |||
ચડ્યા હતા સર્વ સહિત રંગે. | |||
નૌકા મહીં સ્હેલ કરે કુમાર, | |||
સાથે હતા સૈનિક આઠ-બાર: | |||
કુમાર ને બ્હેન હસે ઉમંગે, | |||
બન્ને ચડ્યાં સ્નેહ મહીં તરંગે. | |||
વીરા! થશે તું દિન એક રાજ, | |||
કરીશ શું તે દિન બ્હેન કાજ? | |||
હું તો મજાની પરણાવું રાણી, | |||
ને ગીત ગાઉં ખૂબ રાગ તાણી. | |||
ના,બ્હેન! તે દી પરણીશ હું ના, | |||
તારા વિના સર્વ મહેલ સૂના; | |||
હું ને તું બે, એક જ સાથ રે’શું, | |||
ને એકબીજાં દિલ વાત કે’શું. | |||
જોજે હું લાવું નભ શુક્ર-તાર, | |||
તે હીરલાનો કરું એક હાર. | |||
હું તો, વીરા! કંકુ કરું ઉષાનાં, | |||
ને અશ્રુને નીર કરું નિશાનાં. | |||
ત્યાં તો હવાના સુસવાટ આવ્યા, | |||
મૃત્યુ તણું કારમું કે’ણ લાવ્યા; | |||
નૌકા ડૂબે ને ઊછળે, ડૂબે છે, | |||
સૌ ઉરમાંથી ધડકા છૂટે છે. | |||
આકશથી મેઘની ધાર છૂટે, | |||
ને નાગણી શી વીજળી ઝબૂકે; | |||
શા મેઘના એ રણઢોલ વાગે, | |||
તારા અને ચંદ્ર છુપાઈ ભાગે. | |||
નાવિક ધ્રુજે, નહિ લાજ રે’શે, | |||
રાજા કને તે શું જવાબ દેશે? | |||
કુમાર ક્યાં છે? ઊપડ્યો અવાજ, | |||
નાવિક પ્રાર્થે: પ્રભુ, લાજ રાખ! | |||
કુમાર બેઠો હતો એક હોડી, | |||
ને સાથ નાવિકની એક જોડી; | |||
મારી મૂકો! એમ વદ્યો કુમાર, | |||
ને હોય શું ત્યાં ક્ષણમાત્ર વાર? | |||
ત્યાં તો હવા ચીરી અવાજ આવ્યો: | |||
મ્હારા વીરાને, પ્રભુ, ઓ! બચાવો! | |||
ને કાન ચીરી ઉર ઊતરે છે, | |||
કુમારને બ્હેનનું સાંભરે છે. | |||
થંભો! કહે હોડી ઊભી રખાવે, | |||
સોચ્યા વિના તે જળ ઝંપલાવે; | |||
આવે તરી હામથી બ્હેન પાસ, | |||
નાવિક ડૂબ્યા નીરમાં, નિરાશ. | |||
તરી તરી રાજકુમાર થાક્યો, | |||
સમુદ્રમાં ત્યાં સૂનકાર વ્યાપ્યો; | |||
ને નાવનું નામનિશાન ન્હોતું, | |||
આકશનું ચક્ષુ વિશાળ રોતું. | |||
{{Space}} * | |||
પ્રભાત ઊગ્યું, રવિ શું નિહાળે? | |||
બ્હેની લઈ ભાઈ તરે નિહાળે; | |||
ને બાથ ભીડી, વદી એક વેળા: | |||
ઊંચે જશું આપણ બેઉ ભેળાં. | |||
27-4-’27</Poem> | |||
<Poem> | |||
'''<big>બુદ્ધનું પુનરાગમન</big>''' | |||
આવો, બુદ્ધ! | |||
વદતી માતા વૃદ્ધ; | |||
બહુ રહ્યા પરદેશ તમે એ માનું મારો વાંક. | |||
આવો જો પાછા તો મળશે પાછું મારું નાક. | |||
પચ્ચીસસો વર્ષો વીત્યાં આ આંખો ઊઘડતાં. | |||
તેજ જીરવવા તારું શક્તિ આજે છે, બેટા! | |||
ચણીશ મોટા સ્તૂપ; | |||
નવા થાંભલા સ્તૂપ; | |||
નવા થાંભલા આરસ-રૂપ; | |||
જ્યાં જ્યાં તેં પગલાં પડ્યાં’તાં, ત્યાંત્યાં લખશું શિલાલેખ. | |||
અબુધ હું, પણ વચમાં જોઈ-જાણી છે ગાંધીની ભેખ. | |||
યહૂદીઓમાં કથા એક છે: પાછો રખડુ પુત્ર મળે, | |||
માતાપિતા હરખાઈ ધિંગાં ઘેટાં મૂકે કાપ ગળે. | |||
ઘર બેઠેલા ખાય નિસાસા, રખડુને મળતાં સ્વાગત; | |||
પામરના આવા છે મત. | |||
તમે નહીં ભાગ્યા’તા; માતા ભાગેડુ પાછી આવી; | |||
ઘેટાંનો નહીં ભોગ કેમ કે ઘેટાંને હૃદયે લાવી | |||
મૈત્રી, પ્રેમ, અહિંસા કેરાં આપે આપ્યાં’તાં દર્શન. | |||
પણ માતા ભાગેડુને મન | |||
શાન્તિ સ્થાપવા તમે પધારો, | |||
પગે પડો. જીતો કે હારો | |||
કશી નથી તમને પરવા. | |||
રખડુ મા, દીકરા ગરવા. | |||
દેશવટો આપ્યો’તો દેશે. | |||
સૂર્ય ઢાંકવા દલીલ વેષે | |||
શંકર ચાલ્યા એક દિશાથી | |||
ચાર ધામ તક ફરી વળ્યા. | |||
સ્થળસ્થળ પળપળ એ ઊકળ્યા: | |||
ગૌતમનું કહેવું છે સાચું; | |||
પણ વેદવાક્યમાં સઘળું વાંચું. | |||
બુદ્ધ તણું નહીં નવું નિશાન! | |||
હિન્દ! લહે પોતાનું ભાન! | |||
ધર્મ એક છે, નવા નામમાં ગળતું પરંપરાનું માન! | |||
ચકમક બુદ્ધિતેજે આંજ્યું | |||
બૌદ્ધોનું ઊંડેરું જ્ઞાન. | |||
જન્મભૂમિ છોડીને ચાલ્યો ગૌતમનો વચગાળો ધર્મ; | |||
અર્ધજગતને અપનાવીને, | |||
દ્વેષ મહીં શાન્તિ લાવીને, | |||
કરી રહ્યો નિષ્કામી કર્મ. | |||
અંદરથી ઘરને તાળું, ને વીતી ગઈ પચ્ચીશ સદી. | |||
આજે માતા ફરી વદી: | |||
આવો પુત્ર ન પામી કદી. | |||
તમે પૂછ્યોતો પ્રશ્ન પ્રથમ. | |||
પ્રથમ તમે સમજાવ્યું માણસનું મન. | |||
બ્રાહ્મણને પડકારી, | |||
મુક્ત કરી ભારતની નારી, | |||
વર્ણભેદને, પરંપરાને, આંખ વિનાની શ્રદ્ધાને, | |||
માત્ર તર્કને માત કરીને તમે દીધાં ડહાપણનં દાન | |||
પ્રથમ સર્વથી. સ્થાપ્યું જ્ઞાન | |||
રૂઢિ હઠેલી. વૃષલબાળને આપ્યું માન. | |||
ભેદભાવના કાદવમાં કો’ કમળ ખીલ્યું’તું! | |||
કાદવ પાછો પથરાયો. | |||
રૂઢિ તણો ચીલો ધાયો | |||
રથ ગૌતમનો સપડા’વા | |||
પચ્ચીશ સદીના પાદર સુધી. | |||
કાળચક્ર છે ફરી ગયું, ભારતમાં જુદી ભાત. | |||
જીરવવા તમ બોધ ભારતે તોડી નાખી નાત. | |||
આજે ફરી થયો ઉજાસ! | |||
થતાં બુદ્ધદેવના ભાસ! | |||
24-5-’56</Poem> | |||
<Poem> | |||
'''<big>વિરાટદર્શન</big>''' | |||
પીપળ આખી સ્થિર પડી, પણ | |||
ફરકે એક જ પાન. | |||
તાર એક પડદાનો ઝણકે, | |||
સારંગી સૂમસામ. | |||
ઊર્મિ ભણવી આવી અઘરી, | |||
સ્હેલાં ચારે ધામ; | |||
સ્હેલી પીપળ સર્વ વીંઝાતી; | |||
સ્હેલું સારંગીનું ગાન. | |||
ટોળું ઊમટે તોય સ્થૂળ એ, | |||
એકલતા એમાં આકાન્ત. | |||
સાંબેલાં વાદળથી વરસે, | |||
નળનું પાણી શાન્ત. | |||
આખી પીપળ સ્થૂળ ખડીને | |||
ગૌતમ બેઠા ધ્યાન ધરી; | |||
એક મગજનું તંતુ ફરક્યું, | |||
એક જ પીપળપાન. | |||
જોવે નાનું કૂંચી-કાણું | |||
મઢવા ત્રિકાલજ્ઞાન. | |||
14-10-’56</poem> | |||
<Poem> | |||
{{Color|Blue|[નીચેનાં 3 કાવ્યો 1934ની આવૃત્તિમાં છે પણ 1957ની આવૃત્તિમાં કવિએ સમાવેલાં નથી]}} | |||
'''<big>ચાંદરણાં : 2</big>''' | |||
એક અશ્રુ માશુકનું પડતાં, | |||
{{Space}} ઉર દાવાનળ દર્શન કરું! | |||
ફાટ ફાટ ઉર હલકી ઉઠતી, | |||
{{Space}} વર્ષાનું દુ:ખ શેમાં સ્મરું? | |||
{{Space}}{{Space}} પ્રલયનૃત્ય હૈયામાં શાં આ? | |||
{{Space}}{{Space}} જ્વાલામુખ હૈયે ગભરુ? | |||
27-9-’31</Poem> | |||
<Poem> | |||
'''<big>ચાંદરણાં : 8</big>''' | |||
વાંચ્યું’તું મેં કોઈ પુરાણે, | |||
{{Space}} નગનેયે આપી’તી પાંખ. | |||
ફરી એકદા આપી પાંખો, | |||
{{Space}} ઈશ્વર જો નિજ રાખે શાખ: | |||
{{Space}}{{Space}} સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે! | |||
{{Space}}{{Space}} ઊઠશે ચગદાયેલ સડાક! | |||
27-6-’33</Poem> | |||
<Poem> | |||
'''<big>મંદિર</big>''' | |||
કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ; | |||
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે! | |||
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી, | |||
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0 | |||
{{Space}} અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે; | |||
{{Space}} દેવનાં દ્વાર કાળાં વસતાં! | |||
{{Space}} નિધનના નાથ, બેલી પિડીતોતણા; | |||
{{Space}} ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0 | |||
એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં, | |||
જન-હૃદયના ન ધબકાર બોલે! | |||
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા, | |||
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0 | |||
19-2-’31</poem> | |||
<Center>{{Color |Red|0 0 0}}</Center> | |||
edits