કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. પિતા—| નિરંજન ભગત}} <poem> પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૮)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૫૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૧. ધરતીની પ્રીત|૧૧. ધરતીની પ્રીત]] | |||
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો|૧૩. હરી ગયો]] | |||
}} |
Latest revision as of 10:57, 3 September 2021
૧૨. પિતા—
નિરંજન ભગત
પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો!
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું,
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું?
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો!
તને પ્રબલ એક આશ હતી એ જ કેઃ ‘છો મરું,
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતને
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’
અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા!
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા,
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા!
— અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા?
નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો,
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો!
૧૨-૨-૧૯૪૮
(બૃહદ છંદોલય, પૃ. ૫૮)