કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૨. ઍકવેરિયમમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ઍકવેરિયમમાં| નિરંજન ભગત}} <poem> તરે છ માછલી, ન જિંદગી સ્મરે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં |૩૧. ઝૂમાં ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૩. ફૉકલેન્ડ રોડ |૩૩. ફૉકલેન્ડ રોડ ]] | |||
}} |
Latest revision as of 12:14, 4 September 2021
૩૨. ઍકવેરિયમમાં
નિરંજન ભગત
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?
અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.
નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.
વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.
મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૫)