કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૮. હાથ મેળવીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. હાથ મેળવીએ| નિરંજન ભગત}} <poem> લાવો તમારો હાથ, મેળવીએ (કહું છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૫)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૭. ગાયત્રી | ૩૭. ગાયત્રી]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૯. ઘર | ૩૯. ઘર ]] | |||
}} |
Latest revision as of 12:23, 4 September 2021
૩૮. હાથ મેળવીએ
નિરંજન ભગત
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે —
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
૩-૧૨-૧૯૫૬
(બૃહદ છંદોલય, પૃ. ૨૩૫)
→