ચિન્તયામિ મનસા/વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ: Difference between revisions

no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ સાહિત્ય કૃતિનું વિવેચન આખરે પોતાની સામે લક્ષ્ય તરીકે શાને સ્થાપતું હોય છે? કૃતિ વિષેની કેટલીક વિગતોને નિવિર્વાદ રૂપે સ્થાપી આપવી એના પર કેટલાક વિવેચકો ભાર મૂકતા હોય છે. પણ સાહિત્યકૃતિ વિષેની એકવાક્યતા શક્ય હોતી નથી તે તો સુવિદિત છે. આથી કેટલીક વાર વિવેચકે સ્વીકારેલાં ગૃહીતોનાં ચોકઠાંમાં કૃતિને બેસાડવાનો પ્રયત્ન થાય છે. આથી કૃતિના મહત્ત્વના અંશ જ કેટલીક વાર બાદ થઈ જતા હોય છે. કૃતિની રચનારીતિને સમજાવનાર પણ એના તન્ત્રને સમજાવે છે, મર્મને નહિ. વળી કૃતિમાંનાં પ્રતીક, કલ્પન આદિ ઘટકોની ચર્ચા કરતાં કરતાં ઘણુંખરું એ ઘટકોનો ફરીથી વિભાવનાઓની પરિભાષામાં અનુવાદ કરી લેવામાં આવે છે. આથી કૃતિનો તર્કસંગત અહેવાલ આપ્યાનો સન્તોષ થાય છે. પણ એથી આપણી રસવૃત્તિ તૃપ્ત થાય છે ખરી? કળા નામે મૂર્તતા સિદ્ધ કરવા મથે છે. એથી ફરીથી વિભાવનાઓના ક્ષેત્રમાં ઢસડી જવાથી તો અમૂર્તતા જ આવે. આમ કૃતિના ભાવનમાં જે વ્યવધાનરહિતતા, તત્ક્ષણતા અને પ્રત્યક્ષતાની અપેક્ષા રહે તે સંતોષાતી નથી. કૃતિની સંકુલતાને અમુક બૌદ્ધિક સંકેતોમાં સારવી લેવાનું વલણ જેટલું વ્યવસ્થાનું આગ્રહી છે તેટલું રસાનુભવનું આગ્રહી નથી.

Line 46: Line 47:
1.જ્હોન હિલિસ મિલરના ‘ધ જીનિવા ક્રિટીક્સ’ નામના લેખને આધારે ↵

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ચિન્તયામિ મનસા/સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ|સર્જક, સર્જન, વિવેચન – ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ]]
|next = [[ચિન્તયામિ મનસા/ઓક્તાવિયો પાસની કાવ્યવિભાવના|ઓક્તાવિયો પાસની કાવ્યવિભાવના]]
}}
18,450

edits