અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/થોડો એક તડકો: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/થોડો-એક-તડકો-ક્ષણના-સાક્ષ/ આસ્વાદ: ક્ષણના સાક્ષાત્કારનું કાવ્ય — કિશોર વ્યાસ] | |||
<br> |
Revision as of 14:59, 6 September 2021
થોડો એક તડકો
ઉમાશંકર જોશી
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાંભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા.
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાંની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊ઼ડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો!
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)