અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/શિશુ: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
(Created page with "{{SetTitle}} {{Heading| શિશુ | ઉમાશંકર જોશી}} <poem> તરવરે છે આંખની સપાટી પર જીવ બોલું બ...") |
(No difference)
|
Revision as of 15:23, 6 September 2021
શિશુ
ઉમાશંકર જોશી
તરવરે છે આંખની સપાટી પર જીવ
બોલું બોલું થતો,
જગતને સ્પર્શવા મથતો.
જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો
પામી શકે ના, તરવરે કીકી સપાટી પર
આ મ તે મ.
ક્ષણમાં કેટલે ઊંડે પહોંચી જાય
સુગમ એ તો અરે એને,
શબ્દના અંચળા નીચે છુપાવું શક્ય ના જેને.
અતળ ઊંડાણ સુગમ એને જે
નવાણ એ જીવંત રહેશે વાણ જ્યારે ફૂટશે?
૧૨-૪-૧૯૬૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬૧)
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/શિશુ-શિશુની-પાની-જેવી-નાન/ આસ્વાદ: શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના — જગદીશ જોષી