પ્રતિપદા/૨. જયદેવ શુક્લ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|૧. હરીશ મીનાશ્રુ|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}} ધ્રિબાંગસુંદર એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. | {{Heading|૧. જયદેવ શુક્લ|}} | ||
=== કાવ્યસંગ્રહોઃ === | === કાવ્યસંગ્રહોઃ === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} પ્રાથમ્ય અને બીજરેખા, હલેસાં વિના તરતી રહી.{{Poem2Close}} | ||
=== પરિચય: === | === પરિચય: === | ||
{{Poem2Open}} | {{Poem2Open}}વ્યવસાયે ગુજરાતી ભાષા અને સાહિત્યના નૈષ્ઠિક અધ્યાપક, હાલ નિવૃત્ત. અતિ ઉત્સુક સર્વકલાનુરાગી, કર્મકાણ્ડી બ્રાહ્મણ સંસ્કારોથી પોષાયેલો-રસાયેલો કવિપિણ્ડ. અગમ્યને ઇન્દ્રિયગમ્ય બનાવવા મથતો રસિયો સર્જક, નિજી લેખનના સત્ત્વાગ્રહે કરીને મિતલેખન કર્યું છે. ઉત્કટ રતિરાગ, વિવિધ કળાઓનો લાલિત્યબોધ, પ્રકૃતિનાં સૌંદર્ય સંવેદનો અને અંગત/પારિવારિક અનુભૂતિઓનાં મૃદુ આલેખનો જયદેવની કવિતાનો વિશેષ છે. કવિની અન્ય કળાલોકની અભિજ્ઞા અને તેના થકી નીપજતો આહ્લાદ કલ્પનોને પાસાદાર બહુપરિમાણ અને નૂતનતા બક્ષે છે. અન્ય કળાઓને વિષે પણ પ્રસંગોપાત લખતા રહ્યા છે. પરબિડીયાને પણ કેન્વાસથી નિમ્ન દરજ્જો ન આપતા સુલેખનના પ્રેમી. એમના ઝોળામાંથી હંમેશા બે વસ્તુઓ મળી આવે છેઃ કવિતા અને ઈલાયચી-લવિંગની દાબડી. સાહિત્ય અને કળાઓ પર એકાગ્ર સામયિક ‘સમીપે’ની સંપાદક-ત્રિમૂર્તિમાંના એક.{{Poem2Close}} | ||
== કાવ્યો: == | == કાવ્યો: == | ||
=== ૧. ભેજલ અન્ધકારમાં... === | |||
<poem> | |||
ગભારામાં હીજરાતા | |||
તાંબાના નાગને | |||
કચડતો | |||
ફૂલોની ગન્ધવાળો | |||
ભેજલ અન્ધકાર. | |||
નાગને માથે | |||
ખીલેલું | |||
જાસૂદનું ફૂલ. | |||
દીવાની સ્થિર સળગતી જ્યોત. | |||
મન્દ્ર ગાન્ધારમાં | |||
કડકડાટ મહિમ્ન બોલતો | |||
વરસાદ. | |||
નગારાં બજી ઊઠે છે. | |||
આરતી પ્રગટે છે. | |||
બેઠેલો નન્દી ઉછળે છે. | |||
ભેજલ અન્ધકારમાં | |||
આગિયા રેલાય છે...</poem> | |||
=== ૨. જલસો === | |||
<poem> | |||
મારા મસ્તિષ્કમાં | |||
સન્તુર વસે છે | |||
હું સન્તુરને નમું છું. | |||
મારા શ્વાસમાં | |||
તાનપુરો વસે છે | |||
હું તાનપુરાને નમું છું. | |||
મારા હૃદયમાં | |||
મૃદંગ વસે છે | |||
હું મૃદંગને નમું છું. | |||
મારી નાભિમાં | |||
ષડ્જ વસે છે | |||
હું ષડ્જને નમું છું. | |||
મારાં ચરણોમાં | |||
થાપ વસે છે | |||
હું થાપને નમું છું. | |||
મારા હાથમાં | |||
બે તુંબડાવાળી સિતાર વસે છે | |||
હું સિતારને નમું છું | |||
::: ચૂમું છું | |||
અંગાંગ એક સાથે બજી ઊઠે છે! | |||
</poem> | |||
=== ૩. પૃથ્વીકાવ્યો === | |||
==== ૧ ==== | |||
<poem> | |||
ગ્રીષ્મના | |||
તોતિંગ તડકામાં | |||
પૃથ્વીનો | |||
આ નાનકો દાણો | |||
ધાણીની જેમ | |||
ફટે તો?</poem> | |||
==== ૨ ==== | |||
<poem>ડાબા હાથની | |||
વચલી આંગળીને | |||
પાછળ ખેંચી | |||
ટેરવેથી | |||
આ પૃથ્વીની લખોટી | |||
છોડું... | |||
ચન્દ્ર | |||
જો ટિચાય તો?</poem> | |||
==== ૩ ==== | |||
<poem>પૃથ્વીના | |||
ગબડતા | |||
આ દડાને | |||
ડાબે પગે | |||
તસતસતી કીક મારું... | |||
અધવચ્ચે | |||
સૂર્ય | |||
ઝીલી લે તો?</poem> | |||
=== ૪. સ્તનસૂક્ત === | |||
==== ૧ ==== | |||
<poem>હરિણનાં શિંગડાંની | |||
અણી જેવી | |||
ઘાતક | |||
તામ્ર-શ્યામ ડીંટડીઓ | |||
ખૂંપી ગઈ | |||
છાતીમાં | |||
પ્હેલ્લી વાર! | |||
છાતી પર | |||
સદીઓથી | |||
ધબકે છે | |||
એ ક્ષણોનાં | |||
ઘેરાં નિશાન!</poem> | |||
==== ૨ ==== | |||
<poem>મોગરા જેવી | |||
રૂપેરી મધરાતે | |||
ચન્દ્રના આક્રમણથી બચાવવા | |||
વ્યાકુળ હથેળીઓ | |||
તળે | |||
લપાવ્યાં | |||
ભાંભરતાં સ્તનો. | |||
બન્ને હથેળીમાં | |||
આજેય | |||
ફરી રહીછે | |||
લોહિયાળ | |||
શારડી!</poem> | |||
==== ૩ ==== | |||
<poem>તંગ હવાના પડદા પર | |||
કાણાં પાડી | |||
ટગર ટગર નેત્રે | |||
સ્તનો | |||
ઉચ્ચારે છે | |||
વશીકરણ મન્ત્ર!</poem> | |||
==== ૪ ==== | |||
<poem>ખુલ્લી પીઠ પર | |||
તોફાની સ્તનોએ | |||
કોતર્યા | |||
સળગતા | |||
રેશમી ગોળાર્ધ.</poem> | |||
==== ૫ ==== | |||
<poem>તે | |||
જાંબુકાળી સાંજે | |||
છકેલ ડીંટડીઓએ | |||
આખા શરીરે | |||
ત્રોફેલાં | |||
છૂંદણાંમાં | |||
ટહુક્યા કરે છે | |||
કોયલકાળો | |||
પંચમ!</poem> | |||
==== ૬ ==== | |||
<poem>લાડુની બહાર | |||
મરક મરક | |||
ડોકિયું કરતી | |||
લાલ દ્રાક્ષ જેવી... | |||
દેહ આખ્ખો | |||
રસબસ | |||
તસબસ...</poem> | |||
==== ૭ ==== | |||
<poem>ચૈત્રી ચાંદની. | |||
અગાશીમાં | |||
બંધ આંખે | |||
સ્પર્શ્યા હતા હોઠ | |||
તે તો લૂમખાની | |||
રસદાર | |||
કાળી દ્રાક્ષ!</poem> | |||
==== ૮ ==== | |||
<poem>કાયાનાં | |||
તંગ જળમાં | |||
ડોલે છે | |||
એ તો ફાટફાટ થતાં | |||
કમળો જ!</poem> | |||
==== ૯ ==== | |||
<poem>નાવડીમાં | |||
તરતાં-ડોલતાં | |||
કમળો | |||
સૂંઘતાં સૂંઘતાં જોયું : | |||
ક્ષિતિજે | |||
લાલ લાલ સૂર્ય!</poem> | |||
==== ૧૦ ==== | |||
<poem>આછા પ્રકાશમાં | |||
ને હવામાં | |||
ગોબા પાડતાં | |||
રઘવાયાં સ્તનો | |||
હણહણ્યાં... | |||
દેહ | |||
રણઝણ રણઝણ.</poem> | |||
==== ૧૧ ==== | |||
<poem>ગન્ધકની ટોચ જેવી, | |||
સહેજ પાસાદાર ટીંડટીઓ | |||
હવામાં | |||
તણખા વેરતી | |||
આ તરફ... | |||
તણખો | |||
અડે તે પહેલાં જ | |||
શરીર | |||
ફુરચે ફુરચા...</poem> | |||
==== ૧૨ ==== | |||
<poem>રણઝણતી ટેકરીઓ પર, | |||
સર્વત્ર | |||
શરદપૂનમનો | |||
તોફાની ચાંદો | |||
આખ્ખે આખ્ખો | |||
વરસ્યો... | |||
આકાશ | |||
ભરપૂર ખાલી ખાલી...</poem> | |||
=== ૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે... === | |||
<poem>‘હવે | |||
બહાર જો. | |||
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે. | |||
સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો. | |||
વચ્ચે વરસાદ. | |||
નાગો વરસાદ!’ | |||
‘આ ઋતુમાં પેલ્લી વાર, | |||
પણ એની ક્યાં નવાઈ?’ | |||
‘જુઓ તો ખરા.’ | |||
‘થોડી ઠંડક થશે...’ | |||
‘ના થાય. અન્દરની બાફ જોઈ?’ | |||
લાવા રેલાતો જાય છે, જાણે.’ | |||
‘ક્યાં છે લાવા? | |||
ઘડીમાં વરસાદ, | |||
નાગો વરસાદ | |||
ને વળી લાવા?’ | |||
‘વાઉ... આટલા બધા ભોળા? | |||
ક્હે છે ભોળા ને ભોઠ... | |||
સાનમાં સમજો.’ | |||
‘સાનબાનની વાત | |||
હવે પડતી મેલો. | |||
ઘણું થયું. | |||
ફોડ પાડીને ક્હો તો જ...’ | |||
‘આ તડકો હવાઈ ગયો | |||
નાગા વરસાદમાં. | |||
ખવાતો જાય છે | |||
આ સોનેરી પ્રકાશ...’ | |||
‘વળી પાછું આ...’ | |||
* | |||
‘જુઓ, આ બાજુ જુઓ. | |||
આવો, તમાશા... બજાર યહાં... વહાં...’ | |||
‘ક્યાં? કૈસા?’ | |||
‘આ સેલનું પાટિયું દેખો.’ | |||
‘ક્યાં છે?’ | |||
‘જરા ઝીણી આંખે જુઓ : | |||
કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બૂલ... | |||
::::વાહ... વાહ!’ | |||
‘સબ કુછ ઓપનમેં.’ | |||
‘શું... ક્યા ચીજ છે!’ | |||
‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’ | |||
‘બધું હપ્તેથી?’ | |||
‘જુઓ, સેન્ટની બોતલ... | |||
તીન બોતલ પર એક ફ્રી...’ | |||
‘મારે છ જોઈએ.’ | |||
‘ઈ મારે દસ.’ | |||
‘બોલો, તમારે... | |||
બસ વાપરો, છાંટો...’ | |||
‘છાંટો, બધેબધ છાંટો.’ | |||
બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’ | |||
‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ | |||
ઘર, શેરી, સડક | |||
શહેરો ને નગરો વટાવતોક ને | |||
દિલ્લી! | |||
ત્યાં તો વળી અચરજ!’ | |||
‘શું?’ | |||
‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ! | |||
બીજાનાં ગજવાં બોતલ... બોતલ... | |||
દરેકના હાથમાં બોતલ! | |||
સૌ એકબીજા પર કંઈ છાંટે... | |||
છાંટંછાંટ... છાંટંછાંટ... | |||
જાણે ધૂળેટી!’ | |||
‘અઇલા, તાં હો નાગો વરહાદ? | |||
બધેબધ એક હાથે? | |||
વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’ | |||
* | |||
‘આ નાગો વરસાદ.’ | |||
‘ક્હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’ | |||
‘હવે એની જરૂર છે જ ક્યાં?’ | |||
મોબાઈલ ટુ મોબાઈલ ફ્રી’ | |||
‘ન્યાલ થઈ ગયા, વાહ!’ | |||
‘આહ! વાત કરી કરી પેટ ભરો.’ | |||
‘એનું એટલું તો સુખ ને...’ | |||
‘પણ સાંભળે કોણ?’ | |||
* | |||
‘જુઓ તો ખરા.’ | |||
‘તે પેલો વરસાદ | |||
હજીય પડે છે?’ | |||
‘હા ભઈ હા, બધેબધ | |||
પડે જ છે, | |||
પડે જ...’</poem> | |||
=== ૬ ગબડાવી દે, ફંગોળી દે... === | |||
<poem> | |||
ગાય માટે કાઢેલું | |||
ભૂંડને ખાતાં જોઈ | |||
ઉગામેલો હાથ | |||
અચાનક | |||
હવામાં સ્થિર. | |||
ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર | |||
હાથ ફેરવવા | |||
હથેળી વાંકી ડોકે | |||
જરી લંબાય. | |||
ચૂંચી આંખે | |||
લાંબા નાકે | |||
ઉકરડા ચૂંથતા ભૂંડને | |||
ઊંચકી લેવા | |||
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? | |||
સતત | |||
લોલકની જેમ | |||
ડોલતી | |||
ક્યારેક ઊછળતી | |||
ટૂંકી પૂંછડી | |||
આટલી વહાલી કેમ લાગતી હશે? | |||
ચરબીથી લથબથ | |||
તસતસતાં આંચળ જોઈ | |||
હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે? | |||
‘સુવ્વરની ઓલાદ’ ગાળથી | |||
સળગી ગયેલાં અંગોમાં | |||
આજે, પેલ્લી વાર | |||
ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે... | |||
વરાહ! વરાહ! | |||
હવે ગબડાવી દે, | |||
ફંગોળી દે, | |||
ઘા કરી દે | |||
::દૂર | |||
::::દૂ... ર... | |||
ડુબાડી દે | |||
ફરી ડુબાડી દે | |||
પેલા આદિમ સમુદ્રમાં | |||
આ બોડા, ધુમાડિયા ગોળાને, | |||
આ હિરણ્યાક્ષોને.</poem> | |||
=== ૭ તાલ-કાવ્યો–માંથી === | |||
==== તાલ-કાવ્યો – ૧ ==== | |||
<poem> | |||
તાલ | |||
ચાલ ચાલે છે | |||
ચાલ્યા કરે છે લોહીમાં | |||
નગારાની ઢામ્ ધડામ્ ઢામ્ ઢામ્ તડામ્ | |||
મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા | |||
તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી | |||
::::રંગાતો રહું | |||
::::મદમાતો રહું | |||
::::મદમાતો ફરું... | |||
તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર | |||
લોહીનાં ઝરણાં | |||
::::વળાંકે વળાંકે | |||
તોરમાં તૉરિલા... | |||
::::મન્દિર ને સીમ | |||
::::નૃત્ય ને ગાન | |||
સમ પર | |||
ભીંજાતો રહું | |||
કિટધાતો ફરું... | |||
ક્યારેક ઝપતાલ | |||
ક્યારેક ધ્રુપદ-ધમાર | |||
તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં | |||
સતત સતત બજ્યા કરે છે | |||
સસલાની જેમ પાંસળીઓમાં | |||
મધુર મધુર કૂદ્યા કરે છે | |||
પાંસળીઓનાં પોલાણોમાં.... ધાગેનતી નકધીં | |||
ધાગેનતી નકધીં | |||
ત્યારે | |||
હું, હું નથી હોતો જાણો છો? | |||
દિવસે, | |||
અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને | |||
રાત્રિએ | |||
ઝપતાલના ઠાઠમાં | |||
મ્હેકતો પસાર થતો | |||
જોયો છે કદી? | |||
ધીંના ધીંધીંના તીંના ધીંધીંના | |||
વર્ષાની | |||
આછી ઝરમરમાં | |||
બન્ધ બાજના તિરકિટના ‘રેલા’ | |||
સુણ્યા છે કદી? | |||
તબલાં સાંભળતાં જ | |||
ટેરવે ટેરવે ઘર કરે | |||
રવ કરે | |||
રવ રવે. | |||
ધેટ ધેટ તેટ તેટના તોખાર... | |||
શિરાએ શિરાએ બેઠેલી નાગણો | |||
મૃદંગના કિટતક ગદીગન ધા તત્ ધા કિટતક ગદીગન ધા તત્ ધા | |||
સાંભળતાં જ | |||
રાનેરી લયથી નાચે છે... | |||
ક્યારેક વર્ષો પર્યન્ત | |||
સમ પર અવાતું જ નથી. | |||
ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના | |||
કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે | |||
આવર્તાયા કરે છે... | |||
હું અધ્ધર શ્વાસે | |||
રૂપક તાલના ખાલી પર સમ જેવી | |||
કોઈ ઘટનાની | |||
પ્રતીક્ષા કરું છું... | |||
</poem> | |||
{{Right|''(સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ)''}} | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧. હરીશ મીનાશ્રુ|૧. હરીશ મીનાશ્રુ]] | |||
|next = [[પ્રતિપદા/૩. યજ્ઞેશ દવે|૩. યજ્ઞેશ દવે]] | |||
}} |
Latest revision as of 10:00, 7 September 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. ભેજલ અન્ધકારમાં...
ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ.
નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.
ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...
૨. જલસો
મારા મસ્તિષ્કમાં
સન્તુર વસે છે
હું સન્તુરને નમું છું.
મારા શ્વાસમાં
તાનપુરો વસે છે
હું તાનપુરાને નમું છું.
મારા હૃદયમાં
મૃદંગ વસે છે
હું મૃદંગને નમું છું.
મારી નાભિમાં
ષડ્જ વસે છે
હું ષડ્જને નમું છું.
મારાં ચરણોમાં
થાપ વસે છે
હું થાપને નમું છું.
મારા હાથમાં
બે તુંબડાવાળી સિતાર વસે છે
હું સિતારને નમું છું
ચૂમું છું
અંગાંગ એક સાથે બજી ઊઠે છે!
૩. પૃથ્વીકાવ્યો
૧
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફટે તો?
૨
ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?
૩
પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?
૪. સ્તનસૂક્ત
૧
હરિણનાં શિંગડાંની
અણી જેવી
ઘાતક
તામ્ર-શ્યામ ડીંટડીઓ
ખૂંપી ગઈ
છાતીમાં
પ્હેલ્લી વાર!
છાતી પર
સદીઓથી
ધબકે છે
એ ક્ષણોનાં
ઘેરાં નિશાન!
૨
મોગરા જેવી
રૂપેરી મધરાતે
ચન્દ્રના આક્રમણથી બચાવવા
વ્યાકુળ હથેળીઓ
તળે
લપાવ્યાં
ભાંભરતાં સ્તનો.
બન્ને હથેળીમાં
આજેય
ફરી રહીછે
લોહિયાળ
શારડી!
૩
તંગ હવાના પડદા પર
કાણાં પાડી
ટગર ટગર નેત્રે
સ્તનો
ઉચ્ચારે છે
વશીકરણ મન્ત્ર!
૪
ખુલ્લી પીઠ પર
તોફાની સ્તનોએ
કોતર્યા
સળગતા
રેશમી ગોળાર્ધ.
૫
તે
જાંબુકાળી સાંજે
છકેલ ડીંટડીઓએ
આખા શરીરે
ત્રોફેલાં
છૂંદણાંમાં
ટહુક્યા કરે છે
કોયલકાળો
પંચમ!
૬
લાડુની બહાર
મરક મરક
ડોકિયું કરતી
લાલ દ્રાક્ષ જેવી...
દેહ આખ્ખો
રસબસ
તસબસ...
૭
ચૈત્રી ચાંદની.
અગાશીમાં
બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
તે તો લૂમખાની
રસદાર
કાળી દ્રાક્ષ!
૮
કાયાનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
કમળો જ!
૯
નાવડીમાં
તરતાં-ડોલતાં
કમળો
સૂંઘતાં સૂંઘતાં જોયું :
ક્ષિતિજે
લાલ લાલ સૂર્ય!
૧૦
આછા પ્રકાશમાં
ને હવામાં
ગોબા પાડતાં
રઘવાયાં સ્તનો
હણહણ્યાં...
દેહ
રણઝણ રણઝણ.
૧૧
ગન્ધકની ટોચ જેવી,
સહેજ પાસાદાર ટીંડટીઓ
હવામાં
તણખા વેરતી
આ તરફ...
તણખો
અડે તે પહેલાં જ
શરીર
ફુરચે ફુરચા...
૧૨
રણઝણતી ટેકરીઓ પર,
સર્વત્ર
શરદપૂનમનો
તોફાની ચાંદો
આખ્ખે આખ્ખો
વરસ્યો...
આકાશ
ભરપૂર ખાલી ખાલી...
૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે...
‘હવે
બહાર જો.
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો.
વચ્ચે વરસાદ.
નાગો વરસાદ!’
‘આ ઋતુમાં પેલ્લી વાર,
પણ એની ક્યાં નવાઈ?’
‘જુઓ તો ખરા.’
‘થોડી ઠંડક થશે...’
‘ના થાય. અન્દરની બાફ જોઈ?’
લાવા રેલાતો જાય છે, જાણે.’
‘ક્યાં છે લાવા?
ઘડીમાં વરસાદ,
નાગો વરસાદ
ને વળી લાવા?’
‘વાઉ... આટલા બધા ભોળા?
ક્હે છે ભોળા ને ભોઠ...
સાનમાં સમજો.’
‘સાનબાનની વાત
હવે પડતી મેલો.
ઘણું થયું.
ફોડ પાડીને ક્હો તો જ...’
‘આ તડકો હવાઈ ગયો
નાગા વરસાદમાં.
ખવાતો જાય છે
આ સોનેરી પ્રકાશ...’
‘વળી પાછું આ...’
‘જુઓ, આ બાજુ જુઓ.
આવો, તમાશા... બજાર યહાં... વહાં...’
‘ક્યાં? કૈસા?’
‘આ સેલનું પાટિયું દેખો.’
‘ક્યાં છે?’
‘જરા ઝીણી આંખે જુઓ :
કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બૂલ...
વાહ... વાહ!’
‘સબ કુછ ઓપનમેં.’
‘શું... ક્યા ચીજ છે!’
‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’
‘બધું હપ્તેથી?’
‘જુઓ, સેન્ટની બોતલ...
તીન બોતલ પર એક ફ્રી...’
‘મારે છ જોઈએ.’
‘ઈ મારે દસ.’
‘બોલો, તમારે...
બસ વાપરો, છાંટો...’
‘છાંટો, બધેબધ છાંટો.’
બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’
‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ
ઘર, શેરી, સડક
શહેરો ને નગરો વટાવતોક ને
દિલ્લી!
ત્યાં તો વળી અચરજ!’
‘શું?’
‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ!
બીજાનાં ગજવાં બોતલ... બોતલ...
દરેકના હાથમાં બોતલ!
સૌ એકબીજા પર કંઈ છાંટે...
છાંટંછાંટ... છાંટંછાંટ...
જાણે ધૂળેટી!’
‘અઇલા, તાં હો નાગો વરહાદ?
બધેબધ એક હાથે?
વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’
‘આ નાગો વરસાદ.’
‘ક્હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’
‘હવે એની જરૂર છે જ ક્યાં?’
મોબાઈલ ટુ મોબાઈલ ફ્રી’
‘ન્યાલ થઈ ગયા, વાહ!’
‘આહ! વાત કરી કરી પેટ ભરો.’
‘એનું એટલું તો સુખ ને...’
‘પણ સાંભળે કોણ?’
‘જુઓ તો ખરા.’
‘તે પેલો વરસાદ
હજીય પડે છે?’
‘હા ભઈ હા, બધેબધ
પડે જ છે,
પડે જ...’
૬ ગબડાવી દે, ફંગોળી દે...
ગાય માટે કાઢેલું
ભૂંડને ખાતાં જોઈ
ઉગામેલો હાથ
અચાનક
હવામાં સ્થિર.
ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર
હાથ ફેરવવા
હથેળી વાંકી ડોકે
જરી લંબાય.
ચૂંચી આંખે
લાંબા નાકે
ઉકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
સતત
લોલકની જેમ
ડોલતી
ક્યારેક ઊછળતી
ટૂંકી પૂંછડી
આટલી વહાલી કેમ લાગતી હશે?
ચરબીથી લથબથ
તસતસતાં આંચળ જોઈ
હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે?
‘સુવ્વરની ઓલાદ’ ગાળથી
સળગી ગયેલાં અંગોમાં
આજે, પેલ્લી વાર
ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે...
વરાહ! વરાહ!
હવે ગબડાવી દે,
ફંગોળી દે,
ઘા કરી દે
દૂર
દૂ... ર...
ડુબાડી દે
ફરી ડુબાડી દે
પેલા આદિમ સમુદ્રમાં
આ બોડા, ધુમાડિયા ગોળાને,
આ હિરણ્યાક્ષોને.
૭ તાલ-કાવ્યો–માંથી
તાલ-કાવ્યો – ૧
તાલ
ચાલ ચાલે છે
ચાલ્યા કરે છે લોહીમાં
નગારાની ઢામ્ ધડામ્ ઢામ્ ઢામ્ તડામ્
મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા
તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી
રંગાતો રહું
મદમાતો રહું
મદમાતો ફરું...
તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર
લોહીનાં ઝરણાં
વળાંકે વળાંકે
તોરમાં તૉરિલા...
મન્દિર ને સીમ
નૃત્ય ને ગાન
સમ પર
ભીંજાતો રહું
કિટધાતો ફરું...
ક્યારેક ઝપતાલ
ક્યારેક ધ્રુપદ-ધમાર
તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં
સતત સતત બજ્યા કરે છે
સસલાની જેમ પાંસળીઓમાં
મધુર મધુર કૂદ્યા કરે છે
પાંસળીઓનાં પોલાણોમાં.... ધાગેનતી નકધીં
ધાગેનતી નકધીં
ત્યારે
હું, હું નથી હોતો જાણો છો?
દિવસે,
અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને
રાત્રિએ
ઝપતાલના ઠાઠમાં
મ્હેકતો પસાર થતો
જોયો છે કદી?
ધીંના ધીંધીંના તીંના ધીંધીંના
વર્ષાની
આછી ઝરમરમાં
બન્ધ બાજના તિરકિટના ‘રેલા’
સુણ્યા છે કદી?
તબલાં સાંભળતાં જ
ટેરવે ટેરવે ઘર કરે
રવ કરે
રવ રવે.
ધેટ ધેટ તેટ તેટના તોખાર...
શિરાએ શિરાએ બેઠેલી નાગણો
મૃદંગના કિટતક ગદીગન ધા તત્ ધા કિટતક ગદીગન ધા તત્ ધા
સાંભળતાં જ
રાનેરી લયથી નાચે છે...
ક્યારેક વર્ષો પર્યન્ત
સમ પર અવાતું જ નથી.
ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના
કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે
આવર્તાયા કરે છે...
હું અધ્ધર શ્વાસે
રૂપક તાલના ખાલી પર સમ જેવી
કોઈ ઘટનાની
પ્રતીક્ષા કરું છું...
(સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ)