પ્રતિપદા/૭. ભરત નાયક: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 250: | Line 250: | ||
હું તમને ચાહતો રહીશ, સર આઈઝેક ન્યુટન! | હું તમને ચાહતો રહીશ, સર આઈઝેક ન્યુટન! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૬. દલપત પઢિયાર|૬. દલપત પઢિયાર]] | |||
|next = [[પ્રતિપદા/૮. કમલ વોરા|૮. કમલ વોરા]] | |||
}} |
Latest revision as of 10:07, 7 September 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. રાત્રિ
સાગ સીસમ શેતૂર હશે.
રોયડો ખાખરો બરુ બોરડી નેતર હશે. જંગલમા.
ઝાકળ પહેરી કાંટા, કરમદે રાતી કીડી, ચણોઠી ચરતી ગોકળગાય હશે. જગલમા.
વાનર અજગર સસલાં વળી કરચલા સૂતા હશે. જંગલમાં.
અમારા ઘરમાં ઘાસ-સળી પર ચંદ્રચરુ છે.
અને શંખ.
અબરખ, અબરખ છે.
ફરતે ભીંતનાં મૂળિયાં – વડવાઈ કહો – અમને અડ્યાં છે.
અમને કાજુ સંતરાં ઝાડ ઊગ્યાં છે.
અમે ઝરણાં વહ્યાં છે.
છીપલાં આભમાં મબલખ પ્રગટે.
સિંહ ત્રાડે છલાંગે છાતીમાં
માછલી આંખોમાં હીબકે.
અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી.
૨. ડુંગળી
ધારો કે હાથમાં ડુંગળી આવી.
લાલ. ધોળીનું શું કામ?
ફેરવી તોળી વજન કર્યુંઃ
હશે પચીસ ગ્રામ.
એમાંય વીસ ગ્રામ પાણી.
કદ માપ્યું તો ભમરડી.
ઉછાળી ઝીલી ફરી ફરી.
ઉછાળ્યાં જ કરવી?
ધારીને જોઈ.
જો આને ઉકેલીએઃ
પડ પહેલાં પવન ભર્યા સઢ બને
પછી ચકચકતી છીપ
પછી મોગરાની પાંદડી
પછી બરકતી કોડી
અંતે બી જેવું મોતી જડે.
ડુંગળી પરથી વખારના ગુણપાટની વાસ આવી.
સાપની કાંચળી જેવી પતરી જરા ટેરવાં ફરતાં ઊડી.
માથેથી માટી ખંખેરી હથેળીમાં એ તોરથી બેઠી.
છે બાકી પાણીદાર!
બસ એકદમ ઉલટાવી નાખી.
શું દેખાડ્યું? પૂદ.
છે ને બદમાશ!
પેટ હાંફે ગર્ભ ફરકે
નક્કી આ ગાભાણી.
આને માપવી શું? શું સૂંઘવી?
નહીં ખાવી.
ઊતાર્યા પડ એક પછી એક
તો હાથમાં સપડાયેલી મીંદડી
છૂટવા એ મરણિયા હવાતિયા મારે
આંખોમાં તીણાં નહોર ભેરવે.
તીખી નાકમાં ચીસ.
ફફડાટમાં એથી મસળી નાખી
ડુંગળી ધોળી ફક્ – ન હાલે ને ચાલે,
મરેલું પીલું જાણેઃ
ચાંચ ફાટેલી, પાતળી ગરદન લાલ લથડેલી,
ફસકેલાં પીછાં
ટાઢા અક્કડ પંજા...
૩. છીપ
છીપ બોલેઃ
હોઠ વિના, શબ્દ વિના
જરદી જેવું થરથર બોલે
ભીતરની ઝાંય જેવું રણઝણ બોલે
બોલે એવું વ્યોમ ઝળહળે
પાછળ રત્નાકર ઊછળે
તળે ભરીભાદરી રેત સળવળે
આઠે દિશા તાકી – આંખ વિના, દૃષ્ટિ વિના
સંકેતથી બોલેઃ
પડખેનો દરિયો, ફરતેનો અવકાશ
તળિયેની રેત – મને આ તમામ સંદર્ભ વિના જો
અર્થ વિના સાંભળ
નામ વિના પામ
હું હજી ધબકું છુંઃ સાંભળ...
૪. કોડી
ચટ કરો તો
હોઠ છુંઃ હમણાં બોલું બોલું
વળી અધબીડી આંખઃ હમણાં ખોલું ખોલું
બટ કરો–
બરકતી ગોકળગાય
ઘડીક કાચબો ટગુમગુ ચાલુ
ઉછાળોઃ
હું અવળ-સવળ રમલ રજવાડી
પટકો તો
નીલાંબર અંદર, છલક્યા અફાટ દરિયા અંદર
અંદર કૂણા ગરભ!
૫. પીંછું
કહે છેઃ
હું ખરું ત્યારે નભનો છેડો પૂરા થાય છે
ઊગું ત્યારે એ ઊઘડે છે
હું સૂર્યકિરણ બાંધી રંગીન બનાવું
સાફામાં સેલારું
ધૂળની ઢગલીમાં ફરકું
પાંખના-ખગના-ડાળ-માળાના સંકેતો
મેં નિઃચિહ્ન કર્યાં છેઃ
મને એ તમામ સંદર્ભ વિના ઊપાડ
તારા હાથમાં રમાડ...
૬. પથ્થર
કાળ હતો નહીં
હું ન ધરાનો ન પર ગ્રહનો
આકાર હતો નહીં
હું ન બેડોળ ન સુડોળ
ન કોમળ ન કઠોર
હું ગ્રહનો કે ખડકનો પિંડ હતો નહીં
પાણીનો કે લાવાનો વાસ હતો નહીં
ગોફણથી છૂટ્યો નહીં
છરીની ધારથી ઘવાયો નહીં
હું લોઢું નહીં અબરખ નહીં ચકમક નહીં
ન પોષક ન શોષિત
ન શાપિત ન વરધારી
હું ન હતો ન હઈશ
છું, કેવળ...
૭. પાંદડું
અચાનક ઊડ્યું ત્યારે પરોઢ હતું
કે હતી અમાવસ રાત?
વર્ષા હતી કે હતો બળબળતો તાપ?
મૂળથી માટીની રસકસ લઈ
ડાળથી કૂંપળ લગીની યાત્રા, પાછળ રાખી કે લંબાવી?
લીલાશથી પર, પીળાશથી પર, શેષ ફળથી પર
પાણીમાં તરું કે હવામાં
દવમાં જળું કે માટીમાં ભળું–
તું મનમાં ન આણ
ધ્યાનથી જો મને, બસ...
૮. કવિની કવિતા
ઈશ્વર ભટકતો ફરે છે સદીઓથી
એની નિયતી સંભારતો
મધરાતોનો ખભે લાદી સંતાતો રઝળતો ફરે છે
કાન ઢાંકી ઠોકાતા ખીલા
ને છૂટતી ગોળીઓની સન સન ખાળતો
રણમાં ફંગોળાતા ઝાંખરાં જેવો
સીમાડે રવડતા જાનવરનાં હાડપિંજરમાં ટકી ક્યારેક
દારૂગોળાના ખડકાયેલા ગંજ હેઠળથી છટકી ક્યારેક
રાત રાતભર હીબકે ચઢે છે ઈશ્વર
ફરતે વાંસવન ભડકે બળે છે
તું ફફડીશ નહીં, આવ
બીજી હમણાં જ મારા કેટલાક નગરજનોએ
તને મૃત જાહેર કર્યો’તો
મને દેશવટો દીધો તારી પાછળ
મેં વસાવ્યું છે એક ઝૂંપડું ડુંગર ઓથે
ફરી દીવો પેટાવ્યો છે દિવેલનો
નાગલીનો રોટલો શેકીશ, તું ભોજન લેજે
પાંદડાંની પથારી કરી છે, પોઢણ કરાવીશ
આવતો રહે મારી કને, પ્રભુ,
મારા ઢળતાં પોપચાંમાં વસી જા –
તારી અને મારી
હવે આપણી નિયતી છે...
૯. મેડમ ક્યુરી
મેડમ ક્યુરી,
હું તમને ચાહતો હતો.
પહેલા પગારથી પોરસાઈ ખરીદેલી
પછી રૂમાલમાં વીંટાળી જતનથી જાળવેલી
કબાટના ભેજીલા ખાનામાંથી, રાણીછાપ સિક્કા વચ્ચેથી, સેરવી લીધી
કાંડાઘડિયાળ
વિરહવ્યાકુળ એ મારા કાંડાને વીંટળાઈ વળી –
અને મેડમ ક્યુરી, તમે યાદ આવ્યાં
વચમાં રેડિયમ-ટિપ્ડ કાંટા જોજનોની મજલ કાપતાં ફરી ગયા
એનાં અજવાળાં નાડીમાં ફરી વળ્યાંઃ
ઘડીક લાગે એમાં બીડીની કસ ખેંચતાં જાગે એવા તિખારા,
આસોના અમાવસી આભમાં ફૂટતા તારા,
ઘડીક ખૂટી ગયેલા માટીના તેલથી બમણા બળે ભભકતી ફાનસની જોત,
સાચું પૂછો : લાગે મારી ઓલવાતી જતી સ્મૃતિના છેલવેલ્લા ઝબકારા...
મેડમ, તમસ એ જનની છે,
અજવાળાં એનો આવિષ્કાર.
હું મને આજે ફરી જ્યારે મળ્યો
તમે સ્વયં ઝબકી ગયાં રેડિયમ થઈ.
ક્યુરી, હું તમને હજી ચાહું છું...
૧૦. સર વૉટ, જેઇમ્સ
સર વૉટ, જેઇમ્સ
તમને ચાહતો રહ્યો છું વૉટ, જેઇમ્સ.
હું છ વર્ષનો હતો
કડકડતી ઠંડીમાં, ઘરના પાછલા બારણે,
ચૂલા પર ચાની તપેલીથી ઊડતી હતી વરાળ –
હથેળી શેકતો હતોઃ
અદ્દલ એમ જેમ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં
બાળવેશે તમે ચૂલા પરની ચાની કીટલીના ઢાંકણનું નર્તન
અને ઊંચકી એ ઢાંકણ
અંદરની ઘૂમરાતી વરાળ અવલોકી રહ્યા હતા.
તમારા ચિત્તમાં ઘૂમરાતાં હતાં પિસ્ટન અને પૈડાં...
ત્યારે હું ચૌદ વર્ષનો હતો.
પાટા પર ભાગતી હતી ગાડી
ગાડીના સલૂનમાં બારી બહાર હથેળી ધરી બેઠો હતો
વીંઝાતી હવાથી પાછળ ઠેલાયા કરતી હથેળીમાં –
ફાયરમેનના પાવડાથી ઊડેલી કોયલાની કણીઓ વાગતી હતી.
એન્જિનના ભૂંગળામાંથી ઊઠતા હતા ધુમાડાના ગોટેગોટ,
ભેગી પાછળની ટાંકીનાં ખદખદ પાણી પરની ઘૂમરાતી
અને પિત્તળની નળીઓમાં ધસતી હતી વરાળ...
આજે વયની ઢળતી સાંજે
સામેની કીટલીનું ઢાંકણ ઊંચકી
ચાની વરાળના પમરાટથી જગાડી રહ્યો છું જિજીવિષા
હથેળીની રુક્ષ રેખાઓમાં પથરાઈ જતી રેલવે-લાઈનો પર
વિદ્યુત ગાડીઓ પૂરપારટ આવ-જા કરી રહી છે–
એમાં આઘે આઘેથી સાવ ઝાંખીપાંખી
છુક્ છુક્ ભાગ્છુક સંભળાતી રહી
તમને કેમ ન ચાહતો રહું વૉટ જેઇમ્સ, સર?
૧૧. સર આઈઝેક ન્યુટન
હવામાં એક લીસોટો પડ્યો
એ લીસોટો રતુંબડો થઈ ગયો.
તમે બેઠા હતા ત્યાંથી સાત ડગ દૂર સફરજન પડી ચૂક્યું હતું...
ત્યારે યાદ છે તમને?
છ વર્ષનું એક બાળ
એના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી છટકી, હડી કાઢી
એ સફરજન ઉઠાવી બચકાટતું ભાગ્યું હતું?
ત્યારે થડની ઓથે લંબાયેલા પગનાં બૂટ તાકતું
તમારું ચિત્ત ચગડોળે હતુંઃ
સફરજન હેઠે કેમ પડ્યું?
ઉપર કાં ન ગયું?
પછી તમે ઉપર, ટાવર પર ગયા.
ઠેઠ ત્યાંથી બીજા મેઘધનુષી લીસોટા પાડ્યા.
પછી સરવાળા ગુણાકારમાં ગતિ પકડી...
બરાબર ત્યારે, ત્યારે જ હું ચૌદ વર્ષનો, ગણિતમાં નાપાસ થયો.
છતાં અચરજ તો એ,
ચુંબકથી ખેંચી હું પાંચપંદર ટાંચણીઓની ભાત પાડતો હતો.
પછી તો કંઈ કેટલી ટાંચણીઓનાં માથાં જેટલાં વર્ષો વીતી ગયાં
આજે હું સિત્તેરનો –
હાથમાં છે છરી
ને સામે જમણના ટેબલ પર એક પ્લેટ, એમાં એક સફરજનઃ
આઘે આઘેની ઠેઠ યુરોપની વાડીના વૃક્ષનું.
ન ઉપર ગયું,
ને ભોંય પર પડ્યું –
સીધું મારી કને ખેંચાઈ આવ્યું!
હું તમને ચાહતો રહીશ, સર આઈઝેક ન્યુટન!