પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(9 intermediate revisions by the same user not shown) | |||
Line 164: | Line 164: | ||
===૮. કોના હોઠે=== | ===૮. કોના હોઠે=== | ||
<poem> | <poem> | ||
:::ધીરાં ધીરાં | ::::ધીરાં ધીરાં | ||
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં? | દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં? | ||
::મ્હેક મ્હેકનાં થળથળ થાનક | ::મ્હેક મ્હેકનાં થળથળ થાનક | ||
Line 176: | Line 176: | ||
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે : મીરા? | કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે : મીરા? | ||
</poem> | </poem> | ||
===૯. ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા=== | |||
<poem> | |||
નહીં રાત દેખી, ન દેખા સબેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
જિંહાં પાંવ રુક્કેે તિંહા હો બસેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
હમેં ક્યાં? અહીં સે વહી તક ફકીરો! ખબર છે જવાના વહીં સે નહીં તક | |||
અરે, હમને સારી જમીં કો હી ઘેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
કરેગા ક્યા છત-છાપરે ઔર વંડી? રમાઈ હૈ ઘૂની તો કિસ કામ બંડી? | |||
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
કિંહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોઝા, મિલીં આંખ બંદે, અબી હાલ સો જા! | |||
જરા દેખ હમકું તો લે’રા હી લે’રાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
કરે સિર્ફ માલિક હુકમ એ જ કાફી, રહેગી ચલમ કે રહેલી ન સાફી | |||
યિહાં કૌન ચાચા-ભતીજા-મમેરા? ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
</poem> | |||
===૧૦. ઠસ્સો=== | |||
[મંદાક્રાન્તા/ સૉનેટ] | |||
<poem> | |||
ચૂલામાં તેં વખતસર ઓબાળ પૂર્યો. અડાયાં | |||
ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં. | |||
ચોમાસાની અસર પણ દેખાય છે આ હવામાં | |||
થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં. | |||
ઘેરી લેતી ઘર સકળને, સાંજને ધૂમ્રસેર – | |||
ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હુંઃ અશ્રુભેર | |||
મુંઝાતી તું, બધુ વધુ તને ભીડવે, ચાડ રાખે | |||
જોતી બેઠી, અવર કશું ના સૂઝતાં, તખ્ત આંખે. | |||
થાકી તોયે અધરવ્વયથી આગ સંઘ્રૂકતી તું | |||
લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું? | |||
રેલો ચાલ્યો કુમકુમતણો, કાનનાં ફૂલ ડોલે | |||
શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે! | |||
બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું | |||
ઠસ્સો તારો લથબથઃ ભલે દૂર ઠેલાય વાળુ. | |||
</poem> | |||
===૧૧. થાક=== | |||
<poem> | |||
:::::::થાક? | |||
::::શું પૂછ્યુ? શું છે આ થાક? | |||
સડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક | |||
::::ઓરાએ પછવાડે માર્યાં છે તીર | |||
::::આઘેના મોકલે ત્યાં શીતળ સમીર | |||
ગોખ્યું તે ભૂલું છુંઃ ભુલવાનું ગોખું છુંઃ આપણા તો જુદા સૌ આંક | |||
::::સૂરજની ચપટી લૈ ચોડે જે ભાલે | |||
::::એણે કયા કારણે ભીંજવ્યો છે વ્હાલે? | |||
ફૂદાની જેમ કરે ઉડાઊડ અમથી શું કાગળ પર ઝીણકુડી ટાંક? | |||
::::દીકરીની માંદગીને ને દીકરાનો ધંધો | |||
::::જાત એમાં મારે છે ચિંતાનો રંધો | |||
ખરબચડાં દુઃખ એમ સુંવાળા થાયઃ સમુંસૂતરું ને ચાલે ઠીકઠાક | |||
::::જીવની લગોલગ છે અડસઠમું તીરથ | |||
::::હાંકેડુ જાણે છે લેવાનો ક્યો પથ? | |||
અધકચરી ધારણાઓ લગરીકે ચીંધીએ તો એ જ મારે અંદરથી હાક થાક? | |||
::::શું પૂછ્યું? શું છે આ થાક? | |||
અડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક | |||
</poem> | |||
===૧૨. મારા પગમાંથી...=== | |||
<poem> | |||
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | |||
પછી કેડી ઉપરથી તું ઊછળતી જાયઃ થાય છાતીમાં હરણાંઓ ઠેકે | |||
કુંજડીની હાર જાણે નભમાં લહેરાયઃ તારા ઊડે છે એમ કોરા વાળ | |||
ગુંજી ઊઠી તે તારા હાથની બંગડી કે પંખીના કલરવથી ડાળ? | |||
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે? | |||
ઝાડવાની નીચે તું ઊભેલી હોયઃ એની છાંય થતી જાય ભીને વાન | |||
હસુ હસુ થાય ત્યાં તો સૂની બપ્પોર એવું પાંદડાંને સૂઝે તોફાન | |||
દોયો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે | |||
મારા પગમાંથી કાંટો તે કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૮. કમલ વોરા|૮. કમલ વોરા]] | |||
|next = [[પ્રતિપદા/૧૦. નીરવ પટેલ|૧૦. નીરવ પટેલ]] | |||
}} |
Latest revision as of 10:08, 7 September 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. તમે ભલે ઘર છોડી ચાલ્યાં
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણિયે
ટાંકા લેતી આંગળિયું કૈં તરતવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉમ્બરમાં
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્યઃ યાદ એ વળીવળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં
ઑળિપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં
૨. પપ્પા, હવે ફોન મૂકું?
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું અને STD-ની ડાળથી ટહૂકું?
હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ
તોય એ તો ઉઘડે છે... રંભભર્યું મહેકે છેે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું...
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું...
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?
૩. રિસામણે જતી કણબણનું ગીત.
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર –
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું!
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
આઠે પો’ર હિલોળા હીંચકો અને હું
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર–
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી,
સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્તા
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
૪. ઝાડવું ઝૂરે
ગામથી દૂર
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોખ્ય?
સાદ પાડે છે ક્યારની શેઢા દીમની લીલી ઓવ્ય
કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
ટેકરી એના ઢાળને કહેઃ જાણજો એનું દુઃખ
પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ?
દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
કૈંક ચોમાસાં જીરવ્યાંઃ શીળા વાયરાઃ તીણા તાપ
મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
–એ જ પીડાની પોટલી ખોલેઃ આમ થતું રે આમ થતું રે આમ થતું રે
વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
૫. તું તારી રીતે જા
કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
તું તારી રીતે જા
તને ગમે તો આ પા જાજે અથવા પેલી પા
તું તારી રીતે જા
બંધ ઓરડા કદી ન ઝીલે કોં શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
ને ફરીફરીને ન્હા
હોય અજાણ્યા કે જાણીતા : છતાંય મલકે હોઠ
રોજ ધૂળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યામળ્યા તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
રે ઉતાવળો કા થા?
કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઉડવાની રીત?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત
તું ફાવે તે ગા
તું તારી રીતે જ
૬. કાંડું મરડ્યું
કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝબ્ દઈ ઝાલી નેણે
જોઈ-જોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કીભઠ્ઠ
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે-મ્હેણે
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
હુંયે મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
કાંડું મરડ્યું એણે
૭. ધોમધખ્યા બપ્પોર
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
એકલવાયું વાદળું એવું લાગતું જાણે
કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક
ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી
એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર
ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ
તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર
એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં
ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
૮. કોના હોઠે
ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?
કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયાં કોને ગોતે?
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે : મીરા?
૯. ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
નહીં રાત દેખી, ન દેખા સબેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
જિંહાં પાંવ રુક્કેે તિંહા હો બસેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
હમેં ક્યાં? અહીં સે વહી તક ફકીરો! ખબર છે જવાના વહીં સે નહીં તક
અરે, હમને સારી જમીં કો હી ઘેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કરેગા ક્યા છત-છાપરે ઔર વંડી? રમાઈ હૈ ઘૂની તો કિસ કામ બંડી?
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કિંહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોઝા, મિલીં આંખ બંદે, અબી હાલ સો જા!
જરા દેખ હમકું તો લે’રા હી લે’રાઃ ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
કરે સિર્ફ માલિક હુકમ એ જ કાફી, રહેગી ચલમ કે રહેલી ન સાફી
યિહાં કૌન ચાચા-ભતીજા-મમેરા? ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
૧૦. ઠસ્સો
[મંદાક્રાન્તા/ સૉનેટ]
ચૂલામાં તેં વખતસર ઓબાળ પૂર્યો. અડાયાં
ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં.
ચોમાસાની અસર પણ દેખાય છે આ હવામાં
થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં.
ઘેરી લેતી ઘર સકળને, સાંજને ધૂમ્રસેર –
ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હુંઃ અશ્રુભેર
મુંઝાતી તું, બધુ વધુ તને ભીડવે, ચાડ રાખે
જોતી બેઠી, અવર કશું ના સૂઝતાં, તખ્ત આંખે.
થાકી તોયે અધરવ્વયથી આગ સંઘ્રૂકતી તું
લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું?
રેલો ચાલ્યો કુમકુમતણો, કાનનાં ફૂલ ડોલે
શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે!
બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું
ઠસ્સો તારો લથબથઃ ભલે દૂર ઠેલાય વાળુ.
૧૧. થાક
થાક?
શું પૂછ્યુ? શું છે આ થાક?
સડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક
ઓરાએ પછવાડે માર્યાં છે તીર
આઘેના મોકલે ત્યાં શીતળ સમીર
ગોખ્યું તે ભૂલું છુંઃ ભુલવાનું ગોખું છુંઃ આપણા તો જુદા સૌ આંક
સૂરજની ચપટી લૈ ચોડે જે ભાલે
એણે કયા કારણે ભીંજવ્યો છે વ્હાલે?
ફૂદાની જેમ કરે ઉડાઊડ અમથી શું કાગળ પર ઝીણકુડી ટાંક?
દીકરીની માંદગીને ને દીકરાનો ધંધો
જાત એમાં મારે છે ચિંતાનો રંધો
ખરબચડાં દુઃખ એમ સુંવાળા થાયઃ સમુંસૂતરું ને ચાલે ઠીકઠાક
જીવની લગોલગ છે અડસઠમું તીરથ
હાંકેડુ જાણે છે લેવાનો ક્યો પથ?
અધકચરી ધારણાઓ લગરીકે ચીંધીએ તો એ જ મારે અંદરથી હાક થાક?
શું પૂછ્યું? શું છે આ થાક?
અડસઠમા વરસે આ વયને મળ્યો છે કાંઈ નમણો ને નાજુક વળાંક
૧૨. મારા પગમાંથી...
મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
પછી કેડી ઉપરથી તું ઊછળતી જાયઃ થાય છાતીમાં હરણાંઓ ઠેકે
કુંજડીની હાર જાણે નભમાં લહેરાયઃ તારા ઊડે છે એમ કોરા વાળ
ગુંજી ઊઠી તે તારા હાથની બંગડી કે પંખીના કલરવથી ડાળ?
ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે?
ઝાડવાની નીચે તું ઊભેલી હોયઃ એની છાંય થતી જાય ભીને વાન
હસુ હસુ થાય ત્યાં તો સૂની બપ્પોર એવું પાંદડાંને સૂઝે તોફાન
દોયો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે
મારા પગમાંથી કાંટો તે કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે