યુરોપ-અનુભવ/રોમાન્ટિક રોડ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રોમાન્ટિક રોડ}} {{Poem2Open}} કવિ નિરંજન ભગતે મને કહેલું કે, યુરોપમ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ નિરંજન ભગતે મને કહેલું કે, યુરોપમાં જોવા જેવાં મુખ્યત્વે ચાર નગર છે : પૅરિસ, રોમ, ઍથેન્સ અને લંડન. તેમાં પૅરિસ માટેનો એમનો પક્ષપાત બહુ જાણીતો છે. પૅરિસનો પાછલાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ તો એ જાણે જ છે. એની ગલી ગલીને પણ એ જાણે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દિવસો સુધી ભમી ભમીને એમણે પૅરિસને ‘પદગત’ કર્યું છે. પૅરિસમાં ત્રણ દિવસ હોઈએ તો શું જોવું અને ક્યાંથી જોવાનો આરંભ કરી અંત કરવો એ બધું હાથમાં રહેલા આમળાની જેમ મને સમજાવી દીધું. પછી કહ્યું કે, સેન નદીને કાંઠે ચાલતાં ચાલતાં કોંકોર્ડ સુધી જઈ ત્યાંથી શરૂ થઈ. નેપોલિયને બંધાવેલા વિજયતોરણમ્ (આર્ક દ ત્રિઑંફ) સુધી જતાં શાંઝલિઝે. Champs-Elysees નામથી વિખ્યાત રાજમાર્ગ ઉપર તમે ન ચાલો તો તમારી યુરોપયાત્રા અધૂરી.
કવિ નિરંજન ભગતે મને કહેલું કે, યુરોપમાં જોવા જેવાં મુખ્યત્વે ચાર નગર છે : પૅરિસ, રોમ, ઍથેન્સ અને લંડન. તેમાં પૅરિસ માટેનો એમનો પક્ષપાત બહુ જાણીતો છે. પૅરિસનો પાછલાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ તો એ જાણે જ છે. એની ગલી ગલીને પણ એ જાણે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દિવસો સુધી ભમી ભમીને એમણે પૅરિસને ‘પદગત’ કર્યું છે. પૅરિસમાં ત્રણ દિવસ હોઈએ તો શું જોવું અને ક્યાંથી જોવાનો આરંભ કરી અંત કરવો એ બધું હાથમાં રહેલા આમળાની જેમ મને સમજાવી દીધું. પછી કહ્યું કે, સેન નદીને કાંઠે ચાલતાં ચાલતાં કોંકોર્ડ સુધી જઈ ત્યાંથી શરૂ થઈ. નેપોલિયને બંધાવેલા વિજયતોરણમ્ (આર્ક દ ત્રિઑંફ) સુધી જતાં શાંઝલિઝે. <big>Champs-Elysees</big> નામથી વિખ્યાત રાજમાર્ગ ઉપર તમે ન ચાલો તો તમારી યુરોપયાત્રા અધૂરી.

પૅરિસના એ રમ્યભવ્ય રાજમાર્ગની વાત તો પછી, પણ એ પહેલાં એક બીજા માર્ગની વાત કરવી છે, જેની કવિશ્રીએ વાત નહોતી કરી. યુરોપયાત્રામાં જર્મનીને અમે છ દિવસ આપવાના વિચારેલા તે એમને વધારે લાગેલા. કહે: ‘પૅરિસ કે પછી રોમમાં વધારે રહેજો’, પરંતુ, એમણે જો જર્મનીના ફ્રાન્કફર્ટથી મ્યુનિક સુધીના માર્ગની ૩૫૦ કિલોમીટરની બસયાત્રા કરી હોત તો પૅરિસના શાંઝલિઝે જેવો આગ્રહ આ રોડ માટે કર્યો હોત.

Line 61: Line 61:
આઉસબર્ગ પણ જૂનું નગર. ૨૦૦૦ વર્ષો પહેલાં રાજા ઑગસ્ટસે બંધાવેલું. એ રીતે રોમન કહેવાય. જર્મનીના સ્વાબિયા પ્રાંતનું આ સાંસ્કૃતિક નગર છે. આ વિસ્તારનું સૌથી મોટું ઓપન એર ઑપેરા થિયેટર અહીં છે. આઉસબર્ગમાં ઊતરી સ્ટેશન સુધી ચાલવાનું હતું. ગાડી અડધા કલાક પછીની હતી, પણ સ્ટેશને અનિલાબહેનની નજર ઇન્ડિકેટર પર પડી કે ફ્રાન્કફર્ટની એક ગાડી બીજી જ મિનિટે ઊપડવામાં છે. અમે સૌ પ્લૅટફૉર્મ પર ધસી ગયાં. ગાડીમાં બેઠાં ન બેઠાં ને ગાડી ઊપડી. ગાડીની બારીમાંથી વળી પાછાં નયનતારી દૃશ્યો. જોકે વચ્ચે વચ્ચે વરસાદ થઈ જતો. સંધ્યા સમયે વાદળ હટી જતાં એકદમ લાલ સૂરજ દેખાયો ત્યારે પોણા નવ તો થયા હતા. હવે આવતાં સ્ટેશનો એકદમ શાંત. ભાગ્યે જ અવરજવર. પેલા રોમાન્ટિક રોડ ઉપર અમારી બસ ફ્યૂઝન પહોંચવામાં હશે. સરોવરની સન્નિધિમાં, આલ્પ્સની ગિરિમાળા વચ્ચે, અરણ્યોના ઢોળાવ પર. વેગથી દોડતી દોડતી ટ્રેનની બારી પાસે બેસી હું રોમાન્ટિક રોડના એ અંતિમ દૃશ્યોની કલ્પના કરતો હતો… એક ભૂરું ફૂલ નજર સામે ખીલી ઊઠ્યું. સૌંદર્યના ઝુરાપાનું ફૂલ. જર્મન રોમાન્ટિસિઝમનું પ્રતીક.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/હાઇડેલબર્ગ|હાઇડેલબર્ગ]]
|next = [[યુરોપ-અનુભવ/ડાન્યુબ કાંઠેનું વિયેના|ડાન્યુબ કાંઠેનું વિયેના]]
}}
26,604

edits