ચિત્રકૂટના ઘાટ પર/એક પરિસંવાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
<big><big>Big text</big></big>{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એક પરિસંવાદ}}
{{Heading|એક પરિસંવાદ}}

Line 73: Line 73:
‘રેણુ is <big>very visual writer.’</big> ‘તીસરી કસમ’માં જર્ની-(પ્રવાસ)નો મોટિફ છે. જર્ની એક એમ્બિગ્યુઇટીથી બીજી એમ્બિગ્યુઇટી સુધી. મૂળ રચનાના કેન્દ્રિય ભાવને વફાદાર રહેવાનું હતું. હીરામનના innocenceને પ્રગટાવવાનું હતું – Joy of flesh – નહીં. હીરામને હીરાબાઈને બાઈમાંથી દેવી બનાવી દીધી. <big>(Hiraman has made a Devi out of Hirabai.)</big>

(૨)
<center>{{color|red|'''(૨)'''</center>}}
 
દિલ્હી સાહિત્ય અકાદમીએ આયોજિત કરેલા સાહિત્યોત્સવમાં સિનેમા અને સાહિત્યના સંબંધની આ ચર્ચાનો આરંભ તો ગિરીશ કર્નાડના ઉદ્‌ઘાટનપ્રવચનના નિર્દેશથી કરવો જોઈએ. સાહિત્ય જગતના અને રંગમંચ સાથે સંકળાયેલા લોકો ગિરીશ કર્નાડને એક ઉત્તમ નાટ્યકાર તરીકે ઓળખે છે. ‘હયવદન’, ‘તુઘલક’, ‘યયાતિ’, ‘નાગમંડલ’ વગેરે એમનાં, દેશ અને દુનિયામાં જાણીતાં થયેલાં નાટકો છે. એ વારંવાર મંચ પર ભજવાયાં છે. ‘હયવદન’ તો ગુજરાતી રંગમંચ પર પણ ભજવાયું છે. જોગાનુજોગ આ વર્ષે ગિરીશ કર્નાડને તેમના છેલ્લા કન્નડા નાટક માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ બે દિવસ પહેલાં આપવામાં આવ્યો હતો.

Line 120: Line 121:
‘રુદાલી’ની ઉત્તેજક ચર્ચા પછી વધારે ચર્ચાઓ, લંચબ્રેકમાં શ્રોતાઓ વચ્ચે ઈન્ડિયા ઈન્ટરનેશનલની લોન પરના હુંફાળા લાગતા તડકામાં થતી હતી. ઉષા ગાંગુલી ત્યાંથી પસાર થયાં. મેં તેમના વક્તવ્યને અભિનંદિત કરી પૂછ્યું : “આપ ઐસી સુંદર પ્રભાવક હિન્દી કૈસે બોલ લેતી હૈ?” કહે : “મેરી માતૃભાષા હૈ. મૈં ઉષા પાંડેય હૂં. બંગાલી સે શાદી કી હૈ!”

(૩)
<center>{{color|red|'''(૩)'''</center>}}
 
શ્રી રામ લાગૂને દૂરદર્શન પર એટલી બધી શ્રેણીઓમાં જોયા છે કે જ્યારે ખરેખર તેમને નજીકથી જોયા ત્યારે ભ્રમમાં પડી જવાયું કે હું એમને પરદા પર જોઉં છું કે મારી પાછળની બેઠક પર મૃણાલ સેન પાસે બેઠેલા જોઉં છું? શ્રી રામ લાગૂ આમ તો ‘સિનેમા અને સાહિત્ય’ વિષેના પરિસંવાદનું મુખ્ય પ્રવચન આપવાના હતા, પણ વિમાન મોડું પડતાં સવારની આરંભની બેઠકમાં હાજર રહી શક્યા નહોતા. સાંજે જ્યારે સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો ત્યારે સાહિત્ય અકાદેમીના સેક્રેટરી ઇન્દ્રનાથ ચૌધરીએ આવીને કહ્યું : “તમે હવે, અત્યારે બોલો.” એમણે કહ્યું, “હું આવતી કાલે સવારે બોલીશ.” ઈન્દ્રનાથે ફરી વિનંતીના સ્વરે કહ્યું : “અત્યારે બોલશો તો શ્રોતાઓ પર ભારે પ્રભાવ – ‘ટ્રેમેન્ડસ ઈમ્પેક્ટ’ – પડશે.” એ સાંભળી જરા નારાજ થતાં શ્રી રામ લાગૂએ ધ્રૂજતે ચહેરે કહ્યું : “આઈ નીડ નોટ એની ઇમ્પેક્ટ, આઈ હેવ ઈનફ.’ – મારે એવા કશા પ્રભાવની જરૂર નથી, મારી પાસે પૂરતો પ્રભાવ છે. એ સંવાદ સાંભળીને મને શ્રી રામ લાગૂના અ-મુલાયમ સ્વભાવથી આશ્ચર્ય થયું. પણ પછી બીજે દિવસે એમના વક્તવ્ય દરમિયાન એમણે કશીક વાત નિમિત્તે આરંભમાં જ નિર્દેશ કર્યો કે, “નમ્રતા – મોડેસ્ટી માટે હું જાણીતો નથી.”

Line 161: Line 163:
સિનેમા અને સાહિત્યના સંબંધની ચર્ચા આજનો જીવંત સાંસ્કૃતિક પ્રશ્ન છે. ચર્ચા દરમિયાન જોયું કે, બધી ભાષાઓની ફિલ્મોમાંથી ઉદાહરણ ચર્ચાય છે, પણ ગુજરાતી ફિલ્મનું સમ ખાવાય ઉદાહરણ કેમ નથી? આપણા કેતન મહેતાનો ઉલ્લેખ થતો. એ આ પરિસંવાદમાં આવવાના હતા, પણ આવ્યા નહીં. સરેરાશ ગુજરાતી ફિલ્મો તો રુચિસમ્પન્ન પ્રેક્ષકો જોઈ શકે નહીં એવી હોય છે. તેમાંય કોઈ ફિલ્મ-નિર્માતા પ્રશિષ્ટ ગુજરાતી નવલકથા કે વાર્તા પરથી ભાગ્યે જ ફિલ્મ ઉતારે છે. આપણને કદાચ પલ્લવી મહેતાની ભૂમિકાવાળી પન્નાલાલ પટેલની વાત ‘કંકુ’ પરથી ઊતરેલી એ જ નામની ફિલ્મ યાદ આવે અને બીજી એમની જ નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તાજેતરમાં ઊતરેલી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ યાદ કરીએ. પણ કોઈએ નિકટથી ચર્ચા હજુ સુધી નથી કરી કે ફિલ્મે મૂળ કથા સાથે કેટલો ન્યાય કે અન્યાય કર્યો છે કે ફિલ્મ તરીકે તે કેટલી સફળ છે.

[૧૯-૩-૧૯૯૫]
{{Right|[૧૯-૩-૧૯૯૫]}}
 
{{HeaderNav
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/સાહિત્ય અને સિનેમા આદિ|સાહિત્ય અને સિનેમા આદિ]]
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/રુક્મણિ, રુક્મણિ, શાદી કે બાદ ક્યા ક્યા હુઆ?|રુક્મણિ, રુક્મણિ, શાદી કે બાદ ક્યા ક્યા હુઆ?]]
}}
26,604

edits