કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૧. શાન્તિસૂક્ત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧. શાન્તિસૂક્ત| ઉશનસ્}} <poem> ક્યાંય ન જરી ક્લેશ હો ને ક્યાંય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે, પૃ. ૧૦૧)}} | {{Right| (શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે, પૃ. ૧૦૧)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૦. વિદાય વેળાએ વિસર્જન|૫૦. વિદાય વેળાએ વિસર્જન]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્|કવિ અને કવિતાઃ ઉશનસ્]] | |||
}} |
Latest revision as of 07:46, 11 September 2021
ઉશનસ્
ક્યાંય ન જરી ક્લેશ હો ને ક્યાંય ના જરી કલાન્તિ હો,
સર્વને હો તાજગી, પ્રાતઃ ફૂલોની શાન્તિ હો;
વ્યોમમાં યે શાન્તિ હો, ને ભોમમાં યે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમશી શાન્તિ હો,
પૃથ્વી તો કંપે હજીયે, એ પૂરી જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો;
એક જે હતું પૂર્ણ તે અવ કણકણોમાં ચૂર્ણ છે,
ને પૂર્ણપણમાં હોય એ હર ચૂર્ણ કણમાં શાન્તિ હો;
ભવભવોમાં જો ભટકવું છે લખ્યું આ ભાગ્યમાં,
તો ભાગ્યને પણ શાન્તિ હો, ને ભ્રાન્તિમાંયે શાન્તિ હો;
પંચભૂતોની મહીં ને સર્વ ઋતુના ઋત મહીં
સંક્રાન્તિમાં યે શાન્તિ હો ને ક્રાન્તિમાંયે શાન્તિ હો;
શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો,
એ રણો-શાં, એ વનો-શાં સૌ મનોમાં શાન્તિ હો;
કેટલું બધું દુઃખ ઉશનસ્! ચેતનાથી ચિત્તને!
એ દેહને યે શાન્તિ હો, એ ચેહનેય શાન્તિ હો.
૨૦૦૬
(શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે, પૃ. ૧૦૧)