રવીન્દ્રપર્વ/સંપાદક પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક પરિચય|}} {{Poem2Open}} ગુજરાતીના આધુનિકતાવાદી વિવેચનના એક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 15: Line 15:
{{Right|પરિચય – રમણ સોની}}
{{Right|પરિચય – રમણ સોની}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav
|previous=[[રવીન્દ્રપર્વ/નિવેદન| નિવેદન]]
|next = [[રવીન્દ્રપર્વ/૧. કર્ણકુન્તી સંવાદ|૧. કર્ણકુન્તી સંવાદ]]
}}

Latest revision as of 14:33, 15 September 2021

સંપાદક પરિચય

ગુજરાતીના આધુનિકતાવાદી વિવેચનના એક મહત્ત્વના વિવેચક શિરીષ પંચાલ (જ. 7-3-1943)નું સાદ્યંત અધ્યયન-અધ્યાપન-કેદ્ર વડોદરાની મ.સ. યુનિવર્સિટી. એ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા એ દરમ્યાન અને એ પછી સતત તે વિવેચન-સંશોધન-અનુવાદ તેમજ સર્જનાત્મક લેખનકાર્યમાં પ્રવૃત્ત રહ્યા છે.

‘કાવ્યવિવેચનની સમસ્યાઓ'(1985) એ શોધનિબંધથી શરૂ કરીને એમણે ગુજરાતી, અને મુખ્યત્વે પશ્ચિમી વિવેચન-પરંપરા અંગે ઘણા વિવેચન-ગ્રંથો આપ્યા છે એમાં એમની ઝીણી અભ્યાસદ્રષ્ટિ અને સ્વસ્થ મૂલ્યાંકનો આગળ તરી આવે છે. ‘વાત આપણા વિવેચનની' એ એમનો ગુજરાતીના મુખ્ય વિવેચકો વિશેનો અભ્યાસગ્રંથ છે.

અનેક વિદેશી વાર્તાઓના અનુવાદો એમણે કર્યા છે એના ‘યાયાવર' વગેરે પાંચ સંગ્રહો એમણે આપ્યા છે. ‘અંચઈ' વ. બે વાર્તાસંગ્રહો તથા ‘વૌદેહી એટલે જ વૌદેહી' લઘુનવલ એમનાં સર્જનાત્મક પુસ્તકો છે.

સુરેશ જોષીના આ નિતાન્ત અભ્યાસીએ પહેલાં સુરેશભાઈની વાર્તા-નિબંધ વ. કૃતિઓના સંચયો આપ્યા અને પછી સુરેશભાઈનું સમગ્ર લેખનકાર્ય ઘણા ગ્રંથોમાં સંપાદિત કરીને સુલભ કરી આપ્યું છે – એ એમની અગત્યની સાહિત્ય-સેવા છે.

ગુજરાતીમાં અનેક સંપાદનગ્રંથો પણ આપનાર શિરીષ પંચાલ હાલ ‘સમીપે' સાહિત્ય-ત્રૈમાસિકના એક સંપાદક છે.

પરિચય – રમણ સોની