પરકીયા/ઘાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘાસ| સુરેશ જોષી}} <poem> કૂણાં લીંબોઈનાં પાંદડાંના જેવા નરમ લી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
ઘાસ-માતાના શરીરના સુસ્વાદુ અન્ધકારમાંથી અવતરું. | ઘાસ-માતાના શરીરના સુસ્વાદુ અન્ધકારમાંથી અવતરું. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/હું જો હોત|હું જો હોત]] | |||
|next = [[પરકીયા/બિલાડી|બિલાડી]] | |||
}} |
Latest revision as of 07:56, 17 September 2021
ઘાસ
સુરેશ જોષી
કૂણાં લીંબોઈનાં પાંદડાંના જેવા નરમ લીલા તડકાથી
પૃથ્વી ભરાઈ ગઈ છે આ સવારવેળાએ;
કાચા લીંબુના જેવું લીલું ઘાસ – તેવું જ સુવાસિત –
હરણો દાંત વડે તોડે છે એને!
મને ય થાય છે કે આ ઘાસની વાસ મદિરાની જેમ
જામ પર જામ ભરીને પીધે રાખું,
આ ઘાસનું શરીર ઉપભોગ્ય – આંખે આંખ ઘસું,
ઘાસની પાંખે મારાં પીંછાં.
ઘાસની અંદર ઘાસ થઈને જન્મું એક નિબિડ
ઘાસ-માતાના શરીરના સુસ્વાદુ અન્ધકારમાંથી અવતરું.