બોલે ઝીણા મોર/પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} તિથ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 15: Line 15:

સૌથી સાચી વાત તો બા અને મોટી બહેનો પાસેથી સાંભળેલીઃ ‘ચાંદો સૂરજ લડતા’તા. લડતાં લડતાં કાંડી જડી. કાંડી મેં વાડમાં નાખી. વાડે મને વેલો આપ્યો.’ એ વાત. હમણાં નાના જગતને જાડા કોરા કાગળ ક્લિપ કરીને આપ્યા, કહ્યું : ‘કવિતા લખ. કિન્નરી ચિત્ર દોરે.’ પછી હું ભૂલી ગયો. સવારે પેલા ક્લિપ કરેલા કાગળમાં કવિતા જોઈ :

{{Poem2Close}}
<poem>
'''ચાંદો સૂરજ રમતા’તા.'''
'''ચાંદો સૂરજ રમતા’તા.'''
'''રમતાં રમતાં કોડી જડી.'''
'''રમતાં રમતાં કોડી જડી.'''
 
</poem>
{{Poem2Open}}
બાળમનોવિજ્ઞાની શિક્ષણકારોએ જૂની વાત બદલી નાખી. ચાંદોસૂરજ લડતા’તા એમ નહિ પણ રમતા’તા. બીજી વાત એ કે અમે કાંડીને ઉત્તર ગુજરાતની બોલીભેદે કુહાડી જ સમજતા. લડતા હોય પછી કુહાડી જ હોય ને! રમવાની કોડી છે, એ તો પછી સમજાયું. ચંદ્રમાં દેખાતા ડાઘ વિશેની કથા નાનપણથી મા (દાદી) પાસેથી જાણેલી. ચંદ્ર એક વાર નીચે ઊતરી આવેલો, તે એક રબારણે વલોણું કરતાં કરતાં મસોતું લગાડી ઊંચે ઠેલ્યો. એ મસોતાનો ડાઘ રહી ગયો છે. એના ખોળામાં હરણ છે, એ બૌદ્ધજાતકની વાત પણ જાણેલી.

ચંદ્ર સાથે શરૂઆતની આત્મીયતા તે આવી નિકટની. પછી ભૂગોળ ભણ્યા. પૃથ્વી ગોળ હોવાની, સૂર્યની આજુબાજુ ફરતી હોવાની વાત મનમાં ઊતરે નહિ. તો પછી ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એ કેવી રીતે? ધીમે ધીમે સમજાતું ગયું. સમજાતી ગઈ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણની વાત, પણ પેલા પુરાકલ્પનની વાત પણ નવી રીતે સમજાઈ. એને કપોલકલ્પિત સમજી હસી કાઢી નાખી નથી. એ વાત તો પછી, એ પહેલાં ચંદ્ર સાથે પરિચયનો બીજો તબક્કો શરૂ થયો હતો અને એ હતો ચંદ્ર વિષેની કવિતાઓનો.

'''મા મને ચાંદલિયો આલો'''
'''મા મને ચાંદલિયો આલો'''
'''મા મારા ગજવામાં ઘાલો.'''
'''મા મારા ગજવામાં ઘાલો.'''
 
</poem>
{{Poem2Open}}
હજી પણ એ સંધ્યાને સ્મરું છું, જ્યારે ખેતરેથી પાછાં આવતાં મોડું થયેલું અને ચંદ્ર ઊગી ગયેલો. હું ચાલું એટલે એ ચાલે, હું દોડું એટલે એ દોડે. વિસ્મિત થયેલો હું. આજે આપણા ચાલવા સાથે ચંદ્ર ચાલતો દેખાય, તો વિસ્મય પામતા નથી. એ ભોળો અચંબો ક્યાંથી લાવવો હવે?

Line 44: Line 48:
મોડી રાતે જોયું, ચંદ્ર પૂર્ણપણે પ્રકાશી રહ્યો હતો. મ્યુનિસિપલ કૉર્પોરેશનના પાણીવિભાગે સનાતની સ્નાનાર્થીઓ માટે રાત્રે પાણીનો પુરવઠો પૂરો પાડ્યો હતો. પણ મેં સૂતાં પહેલાં બાલ્કનીમાં ઊભા રહી ગ્રહણમુક્ત પ્રસન્ન ચંદ્રનું ‘ગુડ નાઇટ, ડિયર’ કહી અભિવાદન કરી લીધું.

{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/અરસિકેષુ કવિત્વનિવેદનમ્|અરસિકેષુ કવિત્વનિવેદનમ્]]
|next = [[બોલે ઝીણા મોર/રજાઓ દિવાળી તણી થઈ પૂરી|રજાઓ દિવાળી તણી થઈ પૂરી]]
}}
18,450

edits