18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૃથ્વીનો પડછાયો ચંદ્રના ચહેરા પર| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} તિથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
સૌથી સાચી વાત તો બા અને મોટી બહેનો પાસેથી સાંભળેલીઃ ‘ચાંદો સૂરજ લડતા’તા. લડતાં લડતાં કાંડી જડી. કાંડી મેં વાડમાં નાખી. વાડે મને વેલો આપ્યો.’ એ વાત. હમણાં નાના જગતને જાડા કોરા કાગળ ક્લિપ કરીને આપ્યા, કહ્યું : ‘કવિતા લખ. કિન્નરી ચિત્ર દોરે.’ પછી હું ભૂલી ગયો. સવારે પેલા ક્લિપ કરેલા કાગળમાં કવિતા જોઈ : | સૌથી સાચી વાત તો બા અને મોટી બહેનો પાસેથી સાંભળેલીઃ ‘ચાંદો સૂરજ લડતા’તા. લડતાં લડતાં કાંડી જડી. કાંડી મેં વાડમાં નાખી. વાડે મને વેલો આપ્યો.’ એ વાત. હમણાં નાના જગતને જાડા કોરા કાગળ ક્લિપ કરીને આપ્યા, કહ્યું : ‘કવિતા લખ. કિન્નરી ચિત્ર દોરે.’ પછી હું ભૂલી ગયો. સવારે પેલા ક્લિપ કરેલા કાગળમાં કવિતા જોઈ : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''ચાંદો સૂરજ રમતા’તા.''' | '''ચાંદો સૂરજ રમતા’તા.''' | ||
'''રમતાં રમતાં કોડી જડી.''' | '''રમતાં રમતાં કોડી જડી.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
બાળમનોવિજ્ઞાની શિક્ષણકારોએ જૂની વાત બદલી નાખી. ચાંદોસૂરજ લડતા’તા એમ નહિ પણ રમતા’તા. બીજી વાત એ કે અમે કાંડીને ઉત્તર ગુજરાતની બોલીભેદે કુહાડી જ સમજતા. લડતા હોય પછી કુહાડી જ હોય ને! રમવાની કોડી છે, એ તો પછી સમજાયું. ચંદ્રમાં દેખાતા ડાઘ વિશેની કથા નાનપણથી મા (દાદી) પાસેથી જાણેલી. ચંદ્ર એક વાર નીચે ઊતરી આવેલો, તે એક રબારણે વલોણું કરતાં કરતાં મસોતું લગાડી ઊંચે ઠેલ્યો. એ મસોતાનો ડાઘ રહી ગયો છે. એના ખોળામાં હરણ છે, એ બૌદ્ધજાતકની વાત પણ જાણેલી. | બાળમનોવિજ્ઞાની શિક્ષણકારોએ જૂની વાત બદલી નાખી. ચાંદોસૂરજ લડતા’તા એમ નહિ પણ રમતા’તા. બીજી વાત એ કે અમે કાંડીને ઉત્તર ગુજરાતની બોલીભેદે કુહાડી જ સમજતા. લડતા હોય પછી કુહાડી જ હોય ને! રમવાની કોડી છે, એ તો પછી સમજાયું. ચંદ્રમાં દેખાતા ડાઘ વિશેની કથા નાનપણથી મા (દાદી) પાસેથી જાણેલી. ચંદ્ર એક વાર નીચે ઊતરી આવેલો, તે એક રબારણે વલોણું કરતાં કરતાં મસોતું લગાડી ઊંચે ઠેલ્યો. એ મસોતાનો ડાઘ રહી ગયો છે. એના ખોળામાં હરણ છે, એ બૌદ્ધજાતકની વાત પણ જાણેલી. | ||
ચંદ્ર સાથે શરૂઆતની આત્મીયતા તે આવી નિકટની. પછી ભૂગોળ ભણ્યા. પૃથ્વી ગોળ હોવાની, સૂર્યની આજુબાજુ ફરતી હોવાની વાત મનમાં ઊતરે નહિ. તો પછી ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એ કેવી રીતે? ધીમે ધીમે સમજાતું ગયું. સમજાતી ગઈ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણની વાત, પણ પેલા પુરાકલ્પનની વાત પણ નવી રીતે સમજાઈ. એને કપોલકલ્પિત સમજી હસી કાઢી નાખી નથી. એ વાત તો પછી, એ પહેલાં ચંદ્ર સાથે પરિચયનો બીજો તબક્કો શરૂ થયો હતો અને એ હતો ચંદ્ર વિષેની કવિતાઓનો. | ચંદ્ર સાથે શરૂઆતની આત્મીયતા તે આવી નિકટની. પછી ભૂગોળ ભણ્યા. પૃથ્વી ગોળ હોવાની, સૂર્યની આજુબાજુ ફરતી હોવાની વાત મનમાં ઊતરે નહિ. તો પછી ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એ કેવી રીતે? ધીમે ધીમે સમજાતું ગયું. સમજાતી ગઈ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણની વાત, પણ પેલા પુરાકલ્પનની વાત પણ નવી રીતે સમજાઈ. એને કપોલકલ્પિત સમજી હસી કાઢી નાખી નથી. એ વાત તો પછી, એ પહેલાં ચંદ્ર સાથે પરિચયનો બીજો તબક્કો શરૂ થયો હતો અને એ હતો ચંદ્ર વિષેની કવિતાઓનો. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''મા મને ચાંદલિયો આલો''' | '''મા મને ચાંદલિયો આલો''' | ||
'''મા મારા ગજવામાં ઘાલો.''' | '''મા મારા ગજવામાં ઘાલો.''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હજી પણ એ સંધ્યાને સ્મરું છું, જ્યારે ખેતરેથી પાછાં આવતાં મોડું થયેલું અને ચંદ્ર ઊગી ગયેલો. હું ચાલું એટલે એ ચાલે, હું દોડું એટલે એ દોડે. વિસ્મિત થયેલો હું. આજે આપણા ચાલવા સાથે ચંદ્ર ચાલતો દેખાય, તો વિસ્મય પામતા નથી. એ ભોળો અચંબો ક્યાંથી લાવવો હવે? | હજી પણ એ સંધ્યાને સ્મરું છું, જ્યારે ખેતરેથી પાછાં આવતાં મોડું થયેલું અને ચંદ્ર ઊગી ગયેલો. હું ચાલું એટલે એ ચાલે, હું દોડું એટલે એ દોડે. વિસ્મિત થયેલો હું. આજે આપણા ચાલવા સાથે ચંદ્ર ચાલતો દેખાય, તો વિસ્મય પામતા નથી. એ ભોળો અચંબો ક્યાંથી લાવવો હવે? | ||
edits