દેવતાત્મા હિમાલય/તાલ તો ભુપાલ તાલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તાલ તો ભુપાલ તાલ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘ભોપાલ’ બોલતાંની સાથ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 13: Line 13:

ચિતોડગઢ જોયા પછી એક નિબંધ લખેલો, તે વખતે એની શરૂઆત ક્યાંક સાંભળેલી આ કહેતીથી કરી હતી :

{{Poem2Close}}
<poem>
ગઢ, તો ચિતોડગઢ
ગઢ, તો ચિતોડગઢ
ઔર સબ ગઢૈયાં હૈ
ઔર સબ ગઢૈયાં હૈ
તાલ તો ભુપાલ તાલ
તાલ તો ભુપાલ તાલ
ઔર સબ તલૈયાં હૈં
ઔર સબ તલૈયાં હૈં
 
</poem>
{{Poem2Open}}
એ વખતે કંઈ બહુ ગઢ જોયા નહોતા, પણ ચિતોડગઢનો પ્રભાવ કિશોરચિત્ત પર જબરો પડેલો. ભુપાલ તાલ તો જોયું પણ નહોતું ત્યારે. પણ જોયું ત્યારે, અને બીજા ગઢ પણ જોયા ત્યારે કહેવતમાં સચ્ચાઈનો અંશ લાગ્યો છે.

Line 85: Line 87:
જૂના ભોપાળની ગલીઓમાં ફર્યા. મોતીકામ કરેલાં નાનાં પર્સ યાદગીરી માટે અમે સૌએ ખરીદ્યાં, જોકે અમને ત્રણેમાંથી કોઈને આવું ખરીદવાનું ફાવે નહીં. નવા ભોપાળની સડકો પર થઈ અમે પાછા જહાઁનુમાં પહોંચી ગયા. વળી પાછો સેમિનાર. વળી રાત્રે જહાઁનુમાની ખુલ્લી અગાશીમાં ભોજન. પૂર્વેમાં ચંદ્ર ઊગ્યો હતો, હજી એનું તેજ ક્ષીણ હતું. ઉપર આકાશમાં અને નીચે તળાવની અંદર અને તળાવ પારના ભોપાલમાં ઝગઝગાટ હતો.

{{HeaderNav
|previous = [[દેવતાત્મા હિમાલય/ગુલાબી ઝાંયનું નગર|ગુલાબી ઝાંયનું નગર]]
|next = [[દેવતાત્મા હિમાલય/વર્ધમાન : કેટલાંક લઘુચિત્રો|વર્ધમાન : કેટલાંક લઘુચિત્રો]]
}}
18,450

edits