કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૧. સવાર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સવાર-૧|નલિન રાવળ}} <poem> ફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(અવકાશપંખી, નલિન રાવળની સમગ્ર કવિતા, ૨૦૧૫, પૃ. ૨)}} | {{Right|(અવકાશપંખી, નલિન રાવળની સમગ્ર કવિતા, ૨૦૧૫, પૃ. ૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આ શ્રેણીના સંપાદકો | |||
|next = ૨. સવાર-૨ | |||
}} |
Latest revision as of 09:24, 18 September 2021
સવાર-૧
નલિન રાવળ
ફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્યાં,
સુંવાળાં પગલાં એનાં શોધતા તારકો પળ્યા,
વૃક્ષના ઊઘડ્યા ચ્હેરા, અંધારાં પાતળાં થયાં,
ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં.
પ્રભુની કવિતા જેવાં સુવર્ણકિરણો ફૂટ્યાં,
આંખમાં આંજીને એને દિશાઓ પાર ખૂંદવા
વાયુની અંગુલિ સાથે અંગુલિઓ ભરાવતાં
મેંય તે ચાલવા માંડ્યું, પથો સૌ ગોઠિયા મળ્યા!
તૃણની ક્ષિતિજો લીલી આંબવા દૃષ્ટિ માહરી
(લયમાં દોડતી વેગે ગીતની પંક્તિના સમી)
સ્પંદને હૂલવી હૈયું પર્ણમાં પર્ણ થૈ ઠરી,
ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી.
ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પંખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો... વ્હેતો વ્હેતો કરી દીધો!
(અવકાશપંખી, નલિન રાવળની સમગ્ર કવિતા, ૨૦૧૫, પૃ. ૨)