કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૮. સાંજનો તડકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 24: Line 24:
----
----
*ડૂંડલોદના રાજગઢમાં જોયેલ ચિત્ર પર રચેલું
*ડૂંડલોદના રાજગઢમાં જોયેલ ચિત્ર પર રચેલું
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૭. ફૂલ|૪૭. ફૂલ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૯. કમ્પાલા|૪૯. કમ્પાલા]]
}}

Latest revision as of 10:27, 18 September 2021


સાંજનો તડકો

નલિન રાવળ

નિરભ્ર નીલું આભ,
લીલીકુંજાર ધરતી પર સફરજનનાં
ઊભેલાં ઝાડ,
ઝરમર વરસતો સાંજનો તડકો;
ઝૂલતું સફરજન તોડવા
પાની ધરાથી સ્હેજ ઊંચકી
હળવું કૂદેલી યૌવનાની છાતી પર ઢળતી
પર્ણો ભરેલી ડાળ... છલકાય
ચરણ પર, ગાત્ર પર, બંકિમ ગ્રીવા પર,
નેત્ર પર, નેહ નીતર્યા મુખ ઉપર
છલકાય
ઝરમર વરસતો સાંજનો તડકો,
નિહાળું
મન મહીં ઊંડે હવે પથરાય

સાંજનો તડકો બધે ધીરે ધીરે...
(અવકાશપંખી, પૃ. ૩૩૨)


  • ડૂંડલોદના રાજગઢમાં જોયેલ ચિત્ર પર રચેલું