કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૬. બક્ષિસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. બક્ષિસ| સુન્દરમ્}} <poem> રાજાના દરબારમાં રસિકડી મેં બીન છે...")
 
No edit summary
 
Line 11: Line 11:
</poem>
</poem>
{{Right|(વસુધા, પૃ. ૧૭૪)}}
{{Right|(વસુધા, પૃ. ૧૭૪)}}
{{HeaderNav2
|previous = ૨૫. હું ચાહું છું
|next = ૨૮. મળ્યાં
}}

Latest revision as of 11:25, 18 September 2021

૨૬. બક્ષિસ

સુન્દરમ્

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ: ‘માગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયાં પણ ન કૈં સૂઝ્યું જ શું માગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યા કર્યું.

૧૫-૫-૧૯૩૩

(વસુધા, પૃ. ૧૭૪)