અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/કંકુવરણા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| કંકુવરણા |સુધીર પટેલ}} <poem> તમને લાગે છે મારા શબ્દો કંકુવરણ...")
(No difference)

Revision as of 20:45, 20 September 2021


કંકુવરણા

સુધીર પટેલ

તમને લાગે છે મારા શબ્દો કંકુવરણા!
વાસ્તવમાં એ છે મારા જખ્મો કંકુવરણા!

એના પર ચાલી ચાલી ચરણો કંકુવરણાં!
અમને આપ્યાં છે એણે પંથો કંકુવરણા!

મિલન હોય મજાનું એ તો સૌ જાણે છે પણ
ભૂલાશે નહિ વિરહનાં વર્ષો કંકુવરણાં!

ફૂલગુલાબી સ્વપ્ન ગમે છે જોવાં અમને, પણ
સામે મળતાં જ રહે છે તથ્યો કંકુવરણાં!

રક્ત રહે છે એથી કાયમ લાલ લાલ ‘સુધીર’,
જોવા મળતાં રોજ રોજ દૃશ્યો કંકુવરણાં!

(જળ પર લકીર)