અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/એક આઝાદ ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| એક આઝાદ ગઝલ |સુધીર પટેલ}} <poem> મતાંતર હો છતાં જીવન સમાંતર હો!...") |
(No difference)
|
Revision as of 20:48, 20 September 2021
એક આઝાદ ગઝલ
સુધીર પટેલ
મતાંતર હો
છતાં જીવન સમાંતર હો!
ધરો આકાર છો જુદા,
પરંતુ એ પરમનું બસ રૂપાંતર હો!
ભલે લાગે નહીં જીવન બહુ ટૂંકું,
પરંતુ પાર્શ્વભૂમાં જિંદગીની યુગ યુગાંતર હો!
ઝલક આઠે પ્રહર જોવા મળે એની પછી તમને,
પ્રથમ આંખો મીંચીને દૂર બસ ભીતર રહેલાં સૌ પટાંતર હો!
અનુસંધાન જોવા પામશો જન્મોજનમનું તો સહજ ‘સુધીર’,
તમે ઘર જેમ બદલો એટલી ને એ સરળતાથી
જીવનનું પણ સ્થળાંતર હો!
(જળ પર લકીર)