અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/ડૂમો બસ આપણે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ડૂમો બસ આપણે |સુધીર પટેલ}} <poem> જિન્દગીભરનો ડૂમો બસ આપણે વેદ...") |
(No difference)
|
Revision as of 20:50, 20 September 2021
ડૂમો બસ આપણે
સુધીર પટેલ
જિન્દગીભરનો ડૂમો બસ આપણે
વેદનાનો તરજૂમો બસ આપણે
જ્યાં કદી ફળ પક્વ થઈ શકતું નથી
એ જ ડાળીની લૂમો બસ આપણે!
કોણ કોને સાંભળે શા કારણે?
ભીડમાં ભટકી બૂમો બસ આપણે!
કોઈ અવસર ક્યાં કદી આવ્યો ‘સુધીર’?
ખાલી ખાલી રૂમઝૂમો બસ આપણે!
(જળ પર લકીર)