અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/વર્ણાનુપ્રાસ ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| વર્ણાનુપ્રાસ ગઝલ|સુધીર પટેલ}} <poem> લ્હેરખી લૈ લ્યો લીલી કે...") |
(No difference)
|
Revision as of 21:10, 20 September 2021
વર્ણાનુપ્રાસ ગઝલ
સુધીર પટેલ
લ્હેરખી લૈ લ્યો લીલી કે લાલ, મરજી બસ તમારી;
વટ કરો કે વરસી પડજો વ્હાલ, મરજી બસ તમારી!
શબ્દ સરશે સર્પ સરખો, ક્યાં પછી એનો ઉતાર?
મૌન માલીપા જ માલામાલ, મરજી બસ તમારી!
ધન્ય પામ્યાં ધારવાનું, છો થતું ધાર્યું ધણીનું;
ખૈર ખલકતની મનાવે ખ્યાલ, મરજી બસ તમારી!
રંગરસિયા રૂબરૂ થ્યા, રાસ રમવા આજ ‘સુધીર’,
કોણ કરતબ આવી કરશે કાલ? મરજી બસ તમારી!
((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)