કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૭. ફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૬. ગીત એક ગાયું
|next = ૨૮. દિવસે ડૂબું
}}

Latest revision as of 08:24, 21 September 2021


૨૭. ફૂલ

પ્રિયકાન્ત મણિયાર

ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.

કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન :
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.

ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)