કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૫. હરિએ દઈ દીધો હરિવટો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. હરિએ દઈ દીધો હરિવટો|રમેશ પારેખ}} <poem> હરિએ દઈ દીધો હરિવટો....")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૩૦)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૩૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૪. — કે કાગળ હરિ લખે તો બને
|next = ૪૬. ગઢને હોંકારો તો કાંગરાય દેશે
}}

Latest revision as of 07:26, 22 September 2021


૪૫. હરિએ દઈ દીધો હરિવટો

રમેશ પારેખ

હરિએ દઈ દીધો હરિવટો...
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા!
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં

નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો...

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા

દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ઘટો!’

૧૮-૪-’૮૬/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૪૩૦)