કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૮. ચૂંદડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮. ચૂંદડી|ઝવેરચંદ મેઘાણી}} <poem> [‘ધૂંબડી સૈયરમાં રમે’ — એ ઢાળ]...")
 
No edit summary
 
Line 30: Line 30:
{{Right|(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૭. તલવારનો વારસદાર
|next = ૯. હાલો ગલૂડાં રમાડવા જી રે
}}

Latest revision as of 07:59, 22 September 2021


૮. ચૂંદડી

ઝવેરચંદ મેઘાણી

[‘ધૂંબડી સૈયરમાં રમે’ — એ ઢાળ]
ચૂંદડી ચૌદ લોકમાં ગોતું
આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું. – ચૂંદડીo

ચૂંદડી ચાર રંગમાં બોળી!
લાલ પીળા પરભાતમાં બોળી
ચાંદલી પૂનમ રાતમાં બોળી
વીજળી કેરા હોજમાં બોળી
મેઘ-ધનુના ધોધમાં બોળી. – ચૂંદડીo

ચૂંદડી ચાર ચોકમાં ઓઢું
માનસરોવર ઝીલતી ઓઢું
આભની વેલ્યે વીણતી ઓઢું
ડુંગર ડુંગર દોડતી ઓઢું
વાયરા ઉપર પોઢતી ઓઢું. – ચૂંદડીo

ચૂંદડી ચાર છેડલે ફાટી
રાસડા લેતાં
તાળીઓ દેતાં
સાગરે ના’તાં નીરમાં ફાટી. – ચૂંદડીo

૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)