19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા'''}} ---- {{Poem2Open}} Last season’s fruit is eaten And the fulfilled beast shall...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Last season’s fruit is eaten | Last season’s fruit is eaten | ||
| Line 7: | Line 8: | ||
And next year’s words await another voice. | And next year’s words await another voice. | ||
{{Right|– T. S. Eilot}} | {{Right|– T. S. Eilot}}<br> | ||
1 | {{Center|'''1'''}} | ||
‘On Poetry and Poets’ નામના, 1957માં પ્રસિદ્ધ થયેલા, નિબન્ધસંગ્રહમાં પોતાની વિવેચનપ્રવૃત્તિને સમજાવતાં એલિયટે આમ કહ્યું છે: ‘મારું મોટા ભાગનું સાહિત્યિક વિવેચન (મારા લખાણમાંની કેટલીક સંજ્ઞાઓને દુનિયામાં હદથી જાદે સફળતા પ્રાપ્ત થઈ છે. મારે માટે એ મૂંઝવણભરી પરિસ્થિતિ છે.) મારા પર જેમનો પ્રભાવ પડ્યો છે એવા કવિઓ અને કવિનાટ્યકારો વિશેના નિબન્ધોના સ્વરૂપનું છે. મારી અંગત કાવ્યરચનાની પ્રવૃત્તિની એ ગૌણ નીપજ છે, અથવા તો મારી કાવ્યરચના પરત્વે મારે જે કાંઈ વિચારવું પડ્યું તેનો જ એ વિસ્તાર છે એમ કહું તો પણ ચાલે…એઝરા પાઉંડની ને મારી વિવેચનપ્રવૃત્તિમાં આટલી સમાનતા છે: એનાં સિદ્ધિ-મર્યાદાનો સાચો ખ્યાલ એને મારી રચેલી કવિતાની જોડાજોડ મૂકીને જોવાથી જ આવે છે.’ | ‘On Poetry and Poets’ નામના, 1957માં પ્રસિદ્ધ થયેલા, નિબન્ધસંગ્રહમાં પોતાની વિવેચનપ્રવૃત્તિને સમજાવતાં એલિયટે આમ કહ્યું છે: ‘મારું મોટા ભાગનું સાહિત્યિક વિવેચન (મારા લખાણમાંની કેટલીક સંજ્ઞાઓને દુનિયામાં હદથી જાદે સફળતા પ્રાપ્ત થઈ છે. મારે માટે એ મૂંઝવણભરી પરિસ્થિતિ છે.) મારા પર જેમનો પ્રભાવ પડ્યો છે એવા કવિઓ અને કવિનાટ્યકારો વિશેના નિબન્ધોના સ્વરૂપનું છે. મારી અંગત કાવ્યરચનાની પ્રવૃત્તિની એ ગૌણ નીપજ છે, અથવા તો મારી કાવ્યરચના પરત્વે મારે જે કાંઈ વિચારવું પડ્યું તેનો જ એ વિસ્તાર છે એમ કહું તો પણ ચાલે…એઝરા પાઉંડની ને મારી વિવેચનપ્રવૃત્તિમાં આટલી સમાનતા છે: એનાં સિદ્ધિ-મર્યાદાનો સાચો ખ્યાલ એને મારી રચેલી કવિતાની જોડાજોડ મૂકીને જોવાથી જ આવે છે.’ | ||
| Line 19: | Line 20: | ||
2 | {{Center|'''2'''}} | ||
ફ્રેન્ચ કવિ Jules Laforgue એના સમકાલીન કવિ Corbiere વિશે કહે છે: Too deeply a poet to be poetic. આ વિધાન એલિયટને પણ લાગુ પાડી શકાય. રોમેન્ટિક શૈલીના કવિઓમાં જે કવિતાઈ હોય છે તે એની કવિતામાં નથી. જે કવિઓ પોતાની વૈયક્તિક વિલક્ષણતાઓના લીલાક્ષેત્ર રૂપે કવિતાને જુએ છે તે કવિઓ વિશે એલિયટ આકરા શબ્દો વાપરે છે. પોતાના વ્યક્તિત્વને અંગેની આળપંપાળમાંથી ન છૂટી શકનાર કવિ બની શકે નહિ. એનું વ્યક્તિત્વ અન્ય કાચી સામગ્રી પૈકીની એક સામગ્રી જ છે. વ્યક્તિત્વ જો આક્રમક સ્વરૂપનું હોય તો સંવેદનાનું વક્રીભવન થાય, છબિ વિશદ ને સુરેખ ન બને. | ફ્રેન્ચ કવિ Jules Laforgue એના સમકાલીન કવિ Corbiere વિશે કહે છે: Too deeply a poet to be poetic. આ વિધાન એલિયટને પણ લાગુ પાડી શકાય. રોમેન્ટિક શૈલીના કવિઓમાં જે કવિતાઈ હોય છે તે એની કવિતામાં નથી. જે કવિઓ પોતાની વૈયક્તિક વિલક્ષણતાઓના લીલાક્ષેત્ર રૂપે કવિતાને જુએ છે તે કવિઓ વિશે એલિયટ આકરા શબ્દો વાપરે છે. પોતાના વ્યક્તિત્વને અંગેની આળપંપાળમાંથી ન છૂટી શકનાર કવિ બની શકે નહિ. એનું વ્યક્તિત્વ અન્ય કાચી સામગ્રી પૈકીની એક સામગ્રી જ છે. વ્યક્તિત્વ જો આક્રમક સ્વરૂપનું હોય તો સંવેદનાનું વક્રીભવન થાય, છબિ વિશદ ને સુરેખ ન બને. | ||
| Line 102: | Line 103: | ||
Always assail them. | Always assail them. | ||
(Burnt Norton) | {{Right|(Burnt Norton)}}<br> | ||
રચના કે આયોજન કવિના શીલને પ્રકટ કરે છે. શીલ તેવી શૈલી નહીં પણ શૈલી પરથી શીલ પરખાય એમ ખરું જોતાં આપણે કહેવું જોઈએ. કવિ સમર્થ શબ્દોની શોધમાં રહે છે. ને કદીક એવું પણ બને છે કે જ્યારે એ શબ્દો એને પ્રાપ્ત થાય છે ત્યારે સન્દર્ભ સાવ બદલાઈ ચૂક્યો હોય છે. એ સન્દર્ભને માટે એ શબ્દો ઉચિત લાગતા નથી. દરેક કવિને આ વેદના અનુભવી પડે છે. આ પ્રકારની ‘the intolerable wrestle/with words and meanings’ કવિના ચિત્તમાં સદા ચાલ્યા જ કરતી હોય છે. આ ‘Wrestle’માંથી જ કાવ્યને એનું બળ પ્રાપ્ત થાય છે, ઓજસ્નો ગુણ આથી જ ખીલે છે. કાવ્યબાની વિશેનો એલિયટનો આદર્શ Little Gidding માં આ રીતે પ્રકટ થાય છે: | રચના કે આયોજન કવિના શીલને પ્રકટ કરે છે. શીલ તેવી શૈલી નહીં પણ શૈલી પરથી શીલ પરખાય એમ ખરું જોતાં આપણે કહેવું જોઈએ. કવિ સમર્થ શબ્દોની શોધમાં રહે છે. ને કદીક એવું પણ બને છે કે જ્યારે એ શબ્દો એને પ્રાપ્ત થાય છે ત્યારે સન્દર્ભ સાવ બદલાઈ ચૂક્યો હોય છે. એ સન્દર્ભને માટે એ શબ્દો ઉચિત લાગતા નથી. દરેક કવિને આ વેદના અનુભવી પડે છે. આ પ્રકારની ‘the intolerable wrestle/with words and meanings’ કવિના ચિત્તમાં સદા ચાલ્યા જ કરતી હોય છે. આ ‘Wrestle’માંથી જ કાવ્યને એનું બળ પ્રાપ્ત થાય છે, ઓજસ્નો ગુણ આથી જ ખીલે છે. કાવ્યબાની વિશેનો એલિયટનો આદર્શ Little Gidding માં આ રીતે પ્રકટ થાય છે: | ||
| Line 121: | Line 122: | ||
પણ એલિયટની પ્રતિભાનું વૈશિષ્ટ્ય એ છે કે એ બૃહત્ પરિમાણને વ્યાપી લેવા મથે છે. જુદા જુદા કાકુઓથી એ ભાષાનાં બને તેટલાં સ્તરને સમાવી લેવા માગે છે. આકસ્મિક લાગતી છતાં ચોક્કસ હેતુથી યોજેલી સહોપસ્થિતિ દ્વારા ઘોષપ્રતિઘોષનાં આન્દોલનોને વિસ્તારીને એ ધ્વનિવિસ્તાર સાધે છે. એલિયટની સૂક્ષ્મતા તે મેધાવીની સૂક્ષ્મતા છે. ઉત્કટતાની ક્ષણોમાં પણ સામગ્રીનું નિયન્ત્રણ કરવામાં કે કળાકારને પક્ષે અપેક્ષિત એવી તટસ્થતા જાળવવામાં એઓ પ્રમાદ સેવતા નથી. એમની જ સંજ્ઞા વાપરીને કહીએ તો ‘logic of sensiiblity’ કદી ચૂકતા નથી. | પણ એલિયટની પ્રતિભાનું વૈશિષ્ટ્ય એ છે કે એ બૃહત્ પરિમાણને વ્યાપી લેવા મથે છે. જુદા જુદા કાકુઓથી એ ભાષાનાં બને તેટલાં સ્તરને સમાવી લેવા માગે છે. આકસ્મિક લાગતી છતાં ચોક્કસ હેતુથી યોજેલી સહોપસ્થિતિ દ્વારા ઘોષપ્રતિઘોષનાં આન્દોલનોને વિસ્તારીને એ ધ્વનિવિસ્તાર સાધે છે. એલિયટની સૂક્ષ્મતા તે મેધાવીની સૂક્ષ્મતા છે. ઉત્કટતાની ક્ષણોમાં પણ સામગ્રીનું નિયન્ત્રણ કરવામાં કે કળાકારને પક્ષે અપેક્ષિત એવી તટસ્થતા જાળવવામાં એઓ પ્રમાદ સેવતા નથી. એમની જ સંજ્ઞા વાપરીને કહીએ તો ‘logic of sensiiblity’ કદી ચૂકતા નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્યચર્ચા/ભૂમાનો કવિ|ભૂમાનો કવિ]] | |||
|next = [[કાવ્યચર્ચા/પવનભરી રાત|પવનભરી રાત]] | |||
}} | |||
edits