કાવ્યચર્ચા/અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Last season’s fruit is eaten
Last season’s fruit is eaten
Line 7: Line 8:
And next year’s words await another voice.

{{Right|– T. S. Eilot}}
{{Right|– T. S. Eilot}}<br>
{{Center|'''1'''}}
{{Center|'''1'''}}
‘On Poetry and Poets’ નામના, 1957માં પ્રસિદ્ધ થયેલા, નિબન્ધસંગ્રહમાં પોતાની વિવેચનપ્રવૃત્તિને સમજાવતાં એલિયટે આમ કહ્યું છે: ‘મારું મોટા ભાગનું સાહિત્યિક વિવેચન (મારા લખાણમાંની કેટલીક સંજ્ઞાઓને દુનિયામાં હદથી જાદે સફળતા પ્રાપ્ત થઈ છે. મારે માટે એ મૂંઝવણભરી પરિસ્થિતિ છે.) મારા પર જેમનો પ્રભાવ પડ્યો છે એવા કવિઓ અને કવિનાટ્યકારો વિશેના નિબન્ધોના સ્વરૂપનું છે. મારી અંગત કાવ્યરચનાની પ્રવૃત્તિની એ ગૌણ નીપજ છે, અથવા તો મારી કાવ્યરચના પરત્વે મારે જે કાંઈ વિચારવું પડ્યું તેનો જ એ વિસ્તાર છે એમ કહું તો પણ ચાલે…એઝરા પાઉંડની ને મારી વિવેચનપ્રવૃત્તિમાં આટલી સમાનતા છે: એનાં સિદ્ધિ-મર્યાદાનો સાચો ખ્યાલ એને મારી રચેલી કવિતાની જોડાજોડ મૂકીને જોવાથી જ આવે છે.’

Line 121: Line 122:
પણ એલિયટની પ્રતિભાનું વૈશિષ્ટ્ય એ છે કે એ બૃહત્ પરિમાણને વ્યાપી લેવા મથે છે. જુદા જુદા કાકુઓથી એ ભાષાનાં બને તેટલાં સ્તરને સમાવી લેવા માગે છે. આકસ્મિક લાગતી છતાં ચોક્કસ હેતુથી યોજેલી સહોપસ્થિતિ દ્વારા ઘોષપ્રતિઘોષનાં આન્દોલનોને વિસ્તારીને એ ધ્વનિવિસ્તાર સાધે છે. એલિયટની સૂક્ષ્મતા તે મેધાવીની સૂક્ષ્મતા છે. ઉત્કટતાની ક્ષણોમાં પણ સામગ્રીનું નિયન્ત્રણ કરવામાં કે કળાકારને પક્ષે અપેક્ષિત એવી તટસ્થતા જાળવવામાં એઓ પ્રમાદ સેવતા નથી. એમની જ સંજ્ઞા વાપરીને કહીએ તો ‘logic of sensiiblity’ કદી ચૂકતા નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/ભૂમાનો કવિ|ભૂમાનો કવિ]]
|next = [[કાવ્યચર્ચા/પવનભરી રાત|પવનભરી રાત]]
}}
19,010

edits