કાવ્યચર્ચા/પવનભરી રાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''પોસ્ટઑફિસ'''}} ---- {{Poem2Open}} ગભીર પવનોભરી રાત હતી કાલે – અસંખ્ય નક્ષત્...")
 
No edit summary
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''પોસ્ટઑફિસ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|પવનભરી રાત| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગભીર પવનોભરી રાત હતી કાલે – અસંખ્ય નક્ષત્રોની રાત;

Line 47: Line 48:
કોઈ દુર્દાન્ત પંખીની જેમ.
કોઈ દુર્દાન્ત પંખીની જેમ.

{{Right|– જીવનાનન્દ દાસ (‘વનલતા સેન’માંથી)}}<br>
'''{{Right|– જીવનાનન્દ દાસ (‘વનલતા સેન’માંથી)}}<br>'''

સાચી કળાકૃતિનું એક લક્ષણ એ છે કે એની ઉપસ્થિતિમાં આપણે અવાક્ બની જઈએ છીએ. અણજાણપણે આપણે ભાષાથી અતીત, એવા એક રહસ્યલોકમાં પહોંચી જઈએ છીએ. આપણી ભાષા જેને વર્ણવી શકે તે વાસ્તવિક એમ જો માનીએ તો રહસ્યના કોઠામાં ઘણું બધું મૂકી દેવું પડે. ભાષા આપણા બાહ્ય અને આન્તર જગતની કેટલી ‘વાસ્તવિકતા’ને ઓળખાવી શકે છે? રહસ્ય એટલે કશુંક અગડંબગડં એવો અર્થ અહીં અભિપ્રેત નથી. ભાષાની વર્ણનશક્તિની બહાર જે રહી જાય તે આપણી આન્તરિક પ્રતીતિનો વિષય હોવા છતાં એ પ્રતીતિ ભાષાગત સ્વરૂપ ધારણ નહીં કરતી હોવાને કારણે એ અનુભવને ‘રહસ્યમય’ના કોઠામાં મૂકવાનો વારો આવે છે. કાવ્ય ભાષાનો આશ્રય લઈને ભાષાને ઉલ્લંઘી જાય છે. ભાષા પોતાના વર્ચસ્ નીચે આપણને ખેંચી આણવાનો પ્રયત્ન કરે છે. ભાષાને સંરક્ષણાત્મક કવચ રૂપે વાપરવાની વૃત્તિ પણ આપણામાં ક્યાં નથી હોતી? એમ છતાં, વ્યંજના એટલે કે શબ્દના વ્યવહારસમ્મત સંકેતથી એ બે ડગલાં દૂર કૂદી જવાની, ને એ બે ડગલાં કૂદીને શબ્દની આજુબાજુના વિશાળ અવકાશમાં અવગાહન (કે ઊર્ધ્વારોહણ?) કરવાની શક્યતા તરફ આંગળી ચીંધવાની શક્તિ જ કવિનું તો મુખ્ય ઉપાદેય છે. કાવ્યમાત્રમાં કવિ ભાષા વડે ભાષાને ઉલ્લંઘીને શબ્દની ચારે બાજુના એ વિશાળ અવકાશનો સ્પર્શ શી રીતે કરાવે છે એ જાણવામાણવાનું રસિકોને ગમે છે.

Line 93: Line 94:
ક્ષિતિજ: ડિસેમ્બર, 1961
ક્ષિતિજ: ડિસેમ્બર, 1961
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[કાવ્યચર્ચા/અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા|અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા]]
|next = [[કાવ્યચર્ચા/અશી તુઝી કલ્પના હોતી|અશી તુઝી કલ્પના હોતી!]]
}}
18,450

edits

Navigation menu